મોદીએ કમિશનરને પૂછ્યું- ગેંગરેપ કેસમાં શું થયું:વારાણસી એરપોર્ટ પર જ કેસની માહિતી લીધી, કહ્યું- ગુનેગારો સામે કડક કાર્યવાહી કરો; UPમાં 23 યુવકોએ 6 દિવસ સુધી ગેંગરેપ કર્યો
શુક્રવારે સવારે 10:07 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે. એરપોર્ટ પર પહોંચતાંની સાથે જ પીએમએ પોલીસ કમિશનર મોહિત અગ્રવાલને વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપ અંગે પૂછપરછ કરી. તેમણે કમિશનર પાસેથી ઘટનાની સંપૂર્ણ વિગતો લીધી. મોદીએ કહ્યું હતું કે બધા દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉપરાંત આવી ઘટના ફરી ન બનવી જોઈએ. કમિશનરે પીએમ મોદીને કેસનો સંપૂર્ણ સ્ટેટસ રિપોર્ટ આપ્યો. તેમણે કહ્યું હતું કે આ કેસમાં મુખ્ય આરોપી સહિત 9 લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે. વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીના કાફેને સીલ કરી દેવામાં આવ્યું છે. ખરેખર વારાણસીમાં એક ગ્રેજ્યુએશન વિદ્યાર્થિની પર 23 છોકરાએ 6 દિવસ સુધી ગેંગરેપ ગુજાર્યો હતો. પછી તેમણે તેને રસ્તા પર ફેંકી દીધી અને ભાગી ગયા. ત્યાર બાદ વિદ્યાર્થિની ગભરાટની સ્થિતિમાં ઘરે પહોંચી હતી. આ કેસમાં પોલીસે અત્યારસુધીમાં 9 આરોપીની ધરપકડ કરી છે. પીએમ બન્યા પછી મોદીની કાશીની આ 50મી મુલાકાત છે. મોદીએ અહીં 3,884 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં લગભગ અઢી કલાક રોકાયા. એરપોર્ટથી, પીએમ હેલિકોપ્ટર દ્વારા મહેંદી ગંજ પહોંચ્યા હતા. અહીં તેમનું સ્વાગત સીએમ યોગીએ કર્યું હતું. તેમને કમળની છત્રી ભેટમાં આપી. પીએમએ અહીં 3,884 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. આ પછી, પીએમ મોદીએ લગભગ 35 મિનિટ સુધી જાહેર સભાને સંબોધી હતી. તેમનું ધ્યાન ખેડૂતો અને મહિલાઓ પર રહ્યું. તેમણે કોઈ રાજકીય નિવેદનો આપ્યા ન હતા. પીએમએ પોતાનું ભાષણ હર હર મહાદેવના નારાથી શરૂ કર્યું અને નમો પાર્વતી નમઃ, હર હર મહાદેવ સાથે પુરુ કર્યુ. મોદીજએ કહેલી 4 મહત્વપૂર્ણ વાતો વાંચો-- 1. જેઓ ફક્ત સત્તા મેળવવા માટે દિવસ-રાત રમત રમતા રહે છે. તેમનો સિદ્ધાંત છે - પરિવારનો ટેકો, પરિવારનો વિકાસ. અમે 2036 માં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થાય તે માટે કામ કરી રહ્યા છીએ. કાશીના યુવાનોએ ઓલિમ્પિકમાં મેડલ મેળવવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવી પડશે. 2. મોદીએ ભોજપુરીમાં કહ્યું- કાશી કે હમરે પરિવાર કે લોગન કો હમાર પ્રણામ. કાશી હમાર, હમ કાશી કે હૈ. 3. ભારતનો આત્મા તેની વિવિધતામાં રહેલો છે. કાશી તેની સૌથી સુંદર તસવીર છે. મને ખુશી છે કે કાશી-તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા, એકતાના આ સુત્ર સતત મજબૂત થઈ રહ્યા છે. કાશીએ આધુનિક સમયમાં નિપુણતા મેળવી છે. કાશી હવે ફક્ત પ્રાચીન જ નહીં પણ પ્રગતિશીલ પણ છે. 4. અમે 2036માં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થાય તે માટે કામ કરી રહ્યા છીએ. કાશીના યુવાનોએ ઓલિમ્પિકમાં મેડલ મેળવવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવી પડશે. કાશીમાં નવા સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યા છે, નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્યું છે. મોદીએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો તે વિશે જાણો ઉત્તરપ્રદેશના વારાણસીમાં ગેંગરેપની ઘટનાને કારણે હોબાળો મચી ગયો છે. વારાણસીમાં 23 છોકરાઓએ 18 વર્ષની વિદ્યાર્થિની પર 6 દિવસ સુધી ગેંગરેપ ગુજાર્યો. આ કિસ્સામાં અત્યાર સુધી નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓએ પીડિતાને નશીલો પદાર્થો આપ્યા બાદ હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 18 વર્ષની ગ્રેજ્યુએશનની વિદ્યાર્થિની 29 માર્ચે કામ પૂરું કરીને સાંજે ઘરે પરત ફરી રહી હતી, ત્યારે રસ્તામાં તેનો મિત્ર રાજ વિશ્વકર્મા મળ્યો. તેને ફરવા લઈ ગયો. રાજ તેને એક હોટલમાં લઈ ગયો. તેણે હોટલમાં વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાનો તેણે વીડિયો બનાવ્યો હતો. 30 માર્ચે જ્યારે વિદ્યાર્થિની ઘરે જવા માગતી હતી ત્યારે સમીર, આયુષ સિંહ સહિત કેટલાક અન્ય છોકરાઓ, જે રાજના પરિચિત હતા, તે બધા હોટલમાં પહોંચ્યા. તેમણે હોટલમાં જ વિદ્યાર્થિનીને બળજબરીથી રોકી રાખી. વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બધાએ તેના પર ગેંગરેપ ગુજાર્યો. બીજા દિવસે છોકરાઓએ તેમના અન્ય મિત્રો સોહેલ, અનમોલ, દાનિશ, સાજિદ અને ઝાહિદને ફોન કર્યા. આ લોકોએ વિદ્યાર્થિનીને નશીલો પદાર્થ સુંઘાડ્યો. પછી કારમાં બેસાડીને તેને કોન્ટિનેન્ટલ કાફેમાં લઈ ગયો. ત્યાં વિદ્યાર્થિની બેભાન હતી ત્યારે તેના પર રેપ કરવામાં આવ્યો. બે દિવસ સુધી, સાજિદના મિત્રો ઇમરાન, દાનિશ, સોહેલ, શોએબ, જૈબ અને અન્ય લોકોએ અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થિની પર ગેંગરેપ ગુજાર્યો. 3 એપ્રિલની રાત્રે સાજિદે વિદ્યાર્થિનીને એક કારના ડ્રાઈવર સાથે બેસાડી. ગાડીમાં 5-6 છોકરાઓ પહેલેથી જ હાજર હતા. તે છોકરાઓએ ચાલતી કારમાં વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો. પછી તેમણે વિદ્યાર્થિનીને રસ્તા પર ફેંકી દીધી અને ભાગી ગયા. આ પછી વિદ્યાર્થિની વ્યથિત સ્થિતિમાં ઘરે પહોંચી અને પરિવારને આખી વાત જણાવી હતી. મોદીની કાશી મુલાકાત સંબંધિત અપડેટ્સ માટે, લાઇવ બ્લોગ વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
