શું લોકસભા 2024ની ચૂંટણી માટે પીએમ મોદીને બિહાર સીએમ નીતીશ આપશે ટક્કર ? - At This Time

શું લોકસભા 2024ની ચૂંટણી માટે પીએમ મોદીને બિહાર સીએમ નીતીશ આપશે ટક્કર ?


રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ નેતાએ જણાવ્યું કે નીતીશ કુમારની ઉમર અને તેમનો અનુભવનો વિકલ્પ હાલ વિપક્ષ પાસે નથી તેમજ વિપક્ષ પાસે તેના જેવો સક્રિય નેતાનો ચેહરો પણ નથી. રાષ્ટ્રીય જનતા દળના લાલુ પ્રસાદ યાદવ પણ ઈચ્છે કે નીતીશ કુમાર જનતા દળના પરિવારની એકતા માટે કાર્ય કરે એવામાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું આવનાર લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નીતીશ કુમાર ટક્કર આપશે ? તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવને મળ્યા હતા. સૂત્રોની માહિતી મુજબ આ મુલાકાત અત્યારના રાજકીય હાલત અને પિતાના હિત અને સામુહિક હિત પર ચર્ચા થઇ હોવાનું મનાય છે. 2024ની લોકસભાની ચૂંટણી માટે નીતીશ કુમાર માટે કેસીઆરે જ નહીં પરંતુ હવે માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ પણ નીતીશ કુમાર વિકલ્પ સ્વરૂપ નજર આવી રહ્યા છે.એક તરફ ભારતીય જનતા પાર્ટીનો પ્રધાનમંત્રી માટેનો ચેહરો ત્રીજી વખત નરેન્દ્ર મોદી રહેશે જયારે બીજી બાજુ વિપક્ષ હજુ પણ ગડમથલમાં છે કે ક્યાં નેતાને નરેન્દ્ર મોદી સામે ઉભો રાખવામાં આવે. આ પહેલા અનેક નામોની ચર્ચાઓ થઇ ગઈ છે પરંતુ હવે નીતીશ કુમારનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવાનું રહેશે કે કેટલા પક્ષ આ નામ સાથે સમર્થન આપશે અને કેટલા અને માટે એક થશે. નોંધનીય છે કે નીતીશ કુમારે હમણાં જ ભાજપ સાથે છેડો ફાડીને બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ સાથે જોડાઈને ફરીથી સરકાર બનાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon