રાજકોટ : વેપારીનું રૂપિયા 1.20 કરોડની ઉઘરાણીના પ્રશ્નને અપહરણ
રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ લુખ્ખાઓ બેખોફ બની રાજકોટ શહેરના ધમધમતા એવા જુબેલી ચોક નજીકથી રાત્રે વાંકાનેરના યુવાન વેપારીને અને તેના મિત્રને શેરબજારના રૂપિયા 1.20 કરોડની ઉઘરાણીના પ્રશ્ન કારમાં અપહરણ કરી માર મારી અને 150 ફૂટ રીંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક નજીક ફ્લેટમાં લઈ જઈ ચાલતી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે વેપારીએ પોતાની મિલકત વેચી ઉઘરાણીની રકમ ચૂકવી આપવાની બાહેધરી આપતા આ બંને મિત્રોને અપહરણકારોએ મુક્ત કર્યા હતા. આ મામલે વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ નામચીન લાઇન બોય સહિત ચારની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ચાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.
બનાવ અંગેની વિગતો મુજબ રાજકોટમાં જવાહર રોડ પર આવેલા શ્યામ અપાર્ટમેન્ટમાં રહેતા આશિષભાઈ નલીનભાઇ કોટેચા નામના 35 વર્ષીય વેપારીએ પોતાની ફરિયાદમાં આરોપીમાં દિવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા,યુવરાજસિંહ ચુડાસમા,કૃષ્ણસિંહ જાડેજા,દિવ્યેશ ઉર્ફે પૂરો વાઘેલા અને 4 અજાણ્યા શખસોના નામો આપ્યા હતા અને તેને તેમાં જણાવાયું હતુ કે,તે વાંકાનેરમાં ખાતે આશિષ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ધરાવે છે.અને તે 2019માં દિવ્યરાજસિંહ જાડેજા નામના શખ્સના સંપર્કમાં આવ્યો હતો અને આ દિવ્યરાજસિંહ શેરબજારનું કામ કરતા હોવાથી તેને તેના પૈસાનું રોકાણ કર્યું હતું
પરંતુ 2020 માં કોરોના આવી જતા તે શેર બજારમાં તેને 1.20 કરોડની નુકસાની થઈ હતી જેથી પૈસાની સગવડ ન થતા તેને હજુ સુધી પૈસા ચૂકવ્યા ન હતા
જેમાં ગઈકાલે રાત્રીના તેના ઘરે હતો તે વખતે દિવ્યરાજસિંહ તેના મોબાઈલ ફોન પર ફોન કર્યો હતો અને આશિષને તેના જુબેલી પાસે રહેતા ઘરની બહાર બોલાવ્યો હતો ત્યારે ફરિયાદી પોતે અને તેના મીત્ર ગીરીરાજિસંહ ચાવડા અને તેના ભાઈ નૈમીષ સાથે આરોપી દિવ્યરાજસિંહ ને મળવા માટે ગયો હતો. જ્યાં પહેલેથી જ દિવ્યરાજસિંહ તથા યુવરાજસિંહ ચુડાસમા,ક્રુષ્ણસિંહ જાડેજા અને દિવ્યેશ ઉર્ફે ભુરો વાઘેલા એમ ત્યાં ચારો ઊભા હતા.દિવ્યરાજસિંહ પૈસાની ઉઘરાણી કરી હતી તે સમયે યુવરાજસિંહ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો અને તેમની સાથે મારામારી કરી હતી.
તે સમયે ત્યાં બીજી ફોરવ્હીલ ગાડી આવેલ જેમાંથી ચાર અજાણ્યા માણસો ઉતર્યા હતા ફરિયાદીની પાસે જઈ અને ’આ લોકોને ગાડીમાં લઇ લો’ તેમ કહેતા આ દિવ્યરાજસિંહ તથા સાથેના લોકોએ આશિષને અને તેના મીત્ર ગીરીરાજસિંહનું અપહરણ કરી અયોધ્યા ચોક ખાતે આવેલ આસ્થા એવન્યુ પાર્કમાં આવેલ મકાનમાં લઈ ગયેલ જ્યાં ગીરીરાજસિંહને ગાડીમાંથી ઉતારી દીધો હતો અને ફરિયાદીને મકાન અંદર લઈ ગયેલ જ્યાં યુવરાજસિંહે તેની પાસે રહેલ છરી બતાવી કહેલ કે ’તારે અમારા પૈસા દેવાના છે કે નહી નહીતર તને જીવતો અહીંથી જવા નહી દઈયે ’ તેમ કહી તમામ આરોપીઓએ તેને ઢોર માર માર્યો હતો જેથ. ફરિયાદીએ કહેલ કે ’ મને થોડો ટાઈમ આપો હું તમારા બધા પૈસા બે ત્રણ મહીનામાં આપી દઈશ અને હુ પૈસા ના આપી શકું તો હું મારી મીલ્કત તમારા નામે કરી દઈશ’ તેમ વાત કરતા તમામ આરોપીઓએ તેમાં પર ભરોસો બેસતા ફરિયાદી આશિષ ને ત્યાંથી મુક્ત કર્યો હતો.આશિષે આ બનાવની જાણ તેના પરિવારજનો અને પોલીસને કરતા એ ડિવિઝન પોલીસ છે ગણતરીની મિનિટોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી અને ચાર અજાણ્યા શખ્સોની ઓળખ મેળવી તેની શોધ ખોળ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.