નવસારી અલગ-અલગ વિસ્તારમાં બે યુવાનોએ આપધાત કર્યો... - At This Time

નવસારી અલગ-અલગ વિસ્તારમાં બે યુવાનોએ આપધાત કર્યો…


નવસારી સોમવારે દર્શિતે ઘરમાં છતની લોખંડની ચેનલ સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર દર્શિત કોઈ યુવતીના એકતરફી પ્રેમમાં હતો. જેના કારણે આપઘાત કર્યાની ચર્ચા ઉઠી છે. તેના મોતથી પરિવારમાં ભારે શોકની કાલીમા વ્યાપી ગઈ હતી.બીજા બનાવમાં નવસારી નજીક ધારાગીરી ગામે નહેરું ફળિયામાં રહેતો પરેશ જોષીભાઈ રાઠોડ (ઉ.વ.૩૩) છૂટક મજૂરી કામ કરતો હતો. અને છેલ્લા કેટલાક દિવસોથી કોઈક કારણોસર હતાશ રહેતો હતો. દરમિયાન ગતરાત્રે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં છતના પંખાના હુક સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરેશને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેની પત્નીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવી લાશ નીચે ઉતારી હતી.

નવસારીની નારણલાલા ચાલમાં રહેતા આશાસ્પદ યુવાને ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. યુવાને એક તરફી પ્રેમમાં આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો બીજા બનાવમાં નવસારી નજીકના ધારાગીરી ગામે શ્રમજીવી યુવાને ફાંસો ખાઈ લીધો હતો.નવસારીના માણેકલાલ રોડ પર આવેલી નારણલાલા ચાલમાં રહેતો દર્શિત નરેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૨૫) વડોદરા ખાતે સી.એન.સી.ઓપરેટરની ટ્રેનિંગ લઈ રહ્યો હતો.છેલ્લા કેટલાક સમયથી કોઈક કારણોસર ઉદાસ રહેતો


9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.