ભેસાણ મામલતદારકચેરીમાં દલિત સમાજ ના સામાજિક કાર્યકરો દ્વારા આત્માવિલોપન નો પ્રયાસ

ભેસાણ મામલતદારકચેરીમાં દલિત સમાજ ના સામાજિક કાર્યકરો દ્વારા આત્માવિલોપન નો પ્રયાસ


જૂનાગઢ ના ભેસાણ ની મામલતદાર કચેરી મા દલિત સમાજ બે સામાજિક કાર્યકરો દ્વારા કેરોસીન છાટી આત્મવિલોપન નો પ્રયાસ ભેસાણ તાલુકા માં જેસીંગભાઇ શામજીભાઈ પન્ના એમના સો ચોરસ વાર પ્લોટ અને ખેતી લાયક જમીન હોઈ એમાં ભૂમાફિયા દ્વારા કરવામાં આવતા ખાડા અને પેશકદમી દૂર કરવી અને અનુસૂચિત જાતિના સરપંચો ને હોદ્દા ઉપર થી દૂર કરવા અને ચાર મહિના પહેલા બનેલી ઘટના ની પોલીસ દ્વારા ફરિયાદ ના લેવી એવા પ્રશ્નને લઈને છેલ્લા સાત દિવસ થી મામલતદાર ઓફિસ સામે પ્રતીક ઉપવાસ આંદોલન ઉપર બેઠા હોઈ ત્યારે આજ સાત દિવસ થયા છતાંય ભેસાણ મામલતદાર અને ટીડીઓ અને પોલીસ દ્વારા કોઈપણ જાતનો લેખિત કે મૌખિક જવાબ ના મળતા આજે મજબૂરી વશ મેં વિકી સાસિયા અને સાથી મિત્ર રોહિત સોલંકી એ ભેસાણ મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવા પ્રયત્ન કરેલ પણ ભેસાણ પોલીસે અમારી અટકાયત કરેલ છે

હજુ પણ જો આ પ્રશ્ન નુ સોલ્યુશન નહિ થાય તો આજે તારીખ - 22/09/2022 ના રોજ સાંજે બીજો કૉલ આપીશું અને જીવ આપીને પણ
સોલ્યુશન ના આવે ત્યા સુધી લડત આપસૂ તેવી ચીમકી ઉંચારી છે

રિપોર્ટ કાસમહોથી ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »