મેંદરડા પાદર ચોક ખાતે જનતા તાવડો "નહીં નફો નહીં નુકસાન"ના સ્લોગન સાથે ગરીબ અને મધ્યમ વર્ગ મીઠાઈ અને ફરસાણ સસ્તા ભાવે ખરીદવા ઉમટી પડ્યા - At This Time

મેંદરડા પાદર ચોક ખાતે જનતા તાવડો “નહીં નફો નહીં નુકસાન”ના સ્લોગન સાથે ગરીબ અને મધ્યમ વર્ગ મીઠાઈ અને ફરસાણ સસ્તા ભાવે ખરીદવા ઉમટી પડ્યા


મેંદરડા પાદરચોક ખાતે જનતા તાવડો નહીં નફો નહીં નુકસાન ના સ્લોગન સાથે લોકો લાભ લઇ રહ્યા છે
જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જનતા તાવડા ની મુલાકાત લઇ સેવા કરી
હાલના મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ફરસાણ અને મીઠાઈ મોંઘી ખરીદી શકતા નથી ત્યારે મેંદરડાના રહીશ સેવાભાવી અને એસ ટી વિભાગ માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કાળુભાઈ બોરખતરીયા અને તેમની ટીમ દર વર્ષે "નહીં નફો નહીં નુકસાન" ના સ્લોગન સાથે ફરસાણ અને મીઠાઈનું સસ્તા ભાવે વિતરણ કરી રહ્યા હોય છે
જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે
ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર દ્વારા આજે જનતા તાવડા ની મુલાકાત લઇ આજે સેવા આપેલ હતી અને જનતા તાવડા ના આયોજન થી અને લોકોને એકદમ સસ્તા ભાવે ફરસાણ મીઠાઈ વીતરણ કરવામાં આવતા ખુબ આનંદ વ્યક્ત કરેલ હતો અને આ સેવાનુ કામ કરતા કાળુભાઈ અને ટીમને બિરદાવ્યા હતા
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.