કેશોદના નુનારડા ગામે છકડો રીક્ષા ઉંડા ખાડામાં પડી - At This Time

કેશોદના નુનારડા ગામે છકડો રીક્ષા ઉંડા ખાડામાં પડી


કેશોદ તાલુકાના નુનારડા ગામ નજીક રોડની બાજુમાં પાણીના વહેણ સાથે વોકળો પસાર થાયછે જેની બાજુમાં નોન પ્લાનમાં રોડ બનેલછે વોકળા પાસે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવેલછે જ્યાં પંદર ફુટ જેટલો ઉંડો ખાડો આવેલછે જ્યાં પ્રોટેક્શન દિવાલ ઉપર ગ્રીલ લગાવવા આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યાછે ગ્રીલ બનાવવા બાબતે ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવેલછે છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવતું ન હોવાથી તંત્ર સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યોછે વોકળા પાસેથી દુધના ખાલી કેન સાથે છકડો રીક્ષા પસાર થઈ રહી હતી તે સમયે રીક્ષાનું ટાયર ફાટતાં છકડો રીક્ષા પંદર ફુટ ઉંડા ખાડામાં પડી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પણ ત્યાં અવારનવાર વાહનચાલકો પસાર થતે સમયે અકસ્માત થવાનો ભય રહેછે અને ત્યાંજ વળાંક પણ હોવાથી પ્રોટેક્શન દિવાલ ઉપર ગ્રીલ લગાવવા ન આવેલ હોવાથી વાહનો ખાડામાં પડવાનો ભય રહેતો હોય જેથી તંત્ર દ્વારા પ્રોટેક્શન દિવાલ ઉપર ગ્રીલ લગાવવા આવે તેવી લોક માંગ ઉઠવા પામીછે

વોકળાની બાજુમાં પ્રોટેક્શન દિવાલ ઉપર ગ્રીલ લગાવવા આવે તેવી ગ્રામજનો દ્વારા ઘણા સમયથી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવીછે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ગ્રીલ લગાવવા આવશે કે કેમ તે જોવાનું રહ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.