પી.એમ.શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા અને કુમાર શાળાનો સંયુક્ત કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૨૪ યોજાયો હતો - At This Time

પી.એમ.શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા અને કુમાર શાળાનો સંયુક્ત કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૨૪ યોજાયો હતો


કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૨૪ અંતર્ગત તારીખ ૨૬,૦૬,૨૦૨૪ ને બુધવાર પી.એમ.શ્રી લાકડિયા પ્રાથમિક કન્યા અને કુમાર શાળાનો સંયુક્ત કાર્યક્રમ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૨૪ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી સાહેબ, બી.આર.સી વિજયભાઈ પંડ્યા, ગામના સરપંચશ્રી સુલેમાનભાઈ ઘઘડા તેમજ ઉપસરપંચ, પી એમ શ્રી કન્યા શાળાના એસ.એમ.સી.અધ્યક્ષ પુનિતાબેન પંડ્યા અને કુમાર શાળાના એસ.એમ.સી અધ્યક્ષ ગફુરભાઈ રાઉમા તથા અન્ય લાકડિયા ગામનાં વડીલોની ઉપસ્થિતિમાં બાલવાટિકા અને ધોરણ ૧ ના બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. પી એમ શ્રી લાકડીયા કન્યા શાળાની દીકરીઓ એ સુંદર નૃત્ય સાથે પ્રાર્થના રજૂ કરી હતી. શાળાના આચાર્ય જે.બી.રાઠોડ સાહેબ દ્વારા પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓ તેમજ શાળા કક્ષાએ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પત્ર તથા ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના દાતાઓનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુમાર અને કન્યા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અંતે આભાર વિધિ કુમાર શાળાનાં આચાર્ય સાહેબ પી.બી.મચ્છોયા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા બન્ને શાળાનાં આચાર્યશ્રી જે બી રાઠોડ અને પી બી મચ્છોયા તથા કુમાર અને કન્યાશાળા પરિવારના તમામ શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીનીઓ તથા ગ્રામજનો યોગદાન આપ્યું હતું.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.