જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ, બોટાદ તથા બોટાદ જિલ્લાના તમામ તાલુકા માટે સને ૨૦૨૩-૨૦૨૪ની ટર્મ માટે પેરા લીગલ વોલન્ટીયર્સની નિમણૂંક અંગે જોગ - At This Time

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ, બોટાદ તથા બોટાદ જિલ્લાના તમામ તાલુકા માટે સને ૨૦૨૩-૨૦૨૪ની ટર્મ માટે પેરા લીગલ વોલન્ટીયર્સની નિમણૂંક અંગે જોગ


જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ, બોટાદ તથા બોટાદ જિલ્લાના તમામ તાલુકા માટે સને ૨૦૨૩-૨૦૨૪ની ટર્મ માટે પેરા લીગલ વોલન્ટીયર્સની નિમણૂંક અંગે જોગ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ, બોટાદ તથા બોટાદ જિલ્લાના તમામ તાલુકા માટે સને ૨૦૨૩-૨૦૨૪ની ટર્મ માટે પેરા લીગલ વોલન્ટીયર્સની નિમણૂંક કરવાની હોય.જે વ્યક્તિઓ નિ:સ્વાર્થ સેવા કરવા ઈચ્છતા હોય પેરા લીગલ વોલન્ટીયર્સ તરીકે અને તે બદલ આવકની અપેક્ષા ન રાખતા હોય તથા જેની માનસીકતા સમાજના નબળા, સીમાંત અને જરૂરીયાતમંદ લોકોની વૃધ્ધિ અને ઉત્થાન કરવાની, તેમના પ્રત્યે કરૂણા અને સહાનુભુતી હોય તેવા લોકોને નિમણૂંકમાં પ્રાધાન્યતા આપવામાં આવશે.

પેરા લીગલ વોલન્ટીયર્સ તરીકે સેવા આપવા રસ ધરાવતા(શિક્ષકો-નિવૃત શિક્ષકો સહીત), નિવૃત સરકારી કર્મચારીઓ અને વરીષ્ટ નાગરીકો, આંગણવાડી/ આશાવર્કર્સ, ડૉકટર તથા ફીઝીશીયન, વિદ્યાર્થીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ, બીન-રાજકીય સેવાના સભ્યો તથા બિન સરકારી સંસ્થાના સભ્યો તથા સેવાલક્ષી સંસ્થાના સભ્યો, મહિલા મંડળ જુથના સભ્યો, મૈત્રી સંગમ અને અન્ય સ્વ-સહાય જૂથના સભ્યો અને સિમાંત/નબળા જૂથના સભ્યો, લાંબા સમયની સજા પડેલ સારી વર્તુણૂંક ધરાવતા કેદીઓ તથા અન્ય ઉમેદવારોએ જિલ્લા કાનની સેવા સત્તા મંડળ, રૂમ નંબર -૧૨૬ (ફોન નં, ૦૨૮૪૯-૨૭૧૪૦૧) ઉપર તા.૦૮/૦૪/૨૦૨૩ સુધીમાં સંપર્ક સાધવાનો રહેશે. તથા તે લગત નિયત નમુનાનું ફોર્મ મેળવી, ભરી જમાં કરાવવું. પેરા લીગલ વોલન્ટીયર્સ માટેની લાયકાત સાક્ષર,મેટ્રીક તથા જરૂરી સમજણ હોવી જરૂરી.

ઉમેદવારોને નિયમ મુજબ નિમણુંક થયેથી તેમની કામગીરી માટે ધારા ધોરણ મુજબનું માનદવેતન મળવાપાત્ર થશે. સદરહું પંસદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ તથા નામદાર ચેરમેન સાહેબશ્રીની સુચના અનુસાર કરવામાં આવશે તેમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદના સેક્રેટરી પી.બી.પટેલ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon