પાટડી તાલુકાના સવલાસ ગામના યુવાન પર ત્રણ શખ્શોએ છરી અને લોખંડના પાઇપ વડે ઘાતક હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સવલાસ ગામે રહેતો 23 વર્ષનો યુવાન ચેતન નાગરભાઈ વડોલરીયા ગામના રામજી મંદિર પાસે ચોકમાં ડીજે વાગતુ હતું એ જોવા માટે ગયો હતો ત્યારે પાછળથી આવેલા સવલાસ ગામના લક્ષ્મણ કરમશીભાઈ રબારીએ લોખંડની પાઇપ વડે માથાના ભાગે એક ઘા ઝીંકી દેતા એ નીચે પડી ગયો હતો સવલાસ ગામના વિશાલ ઈશ્વરભાઈ રબારીએ છરી વડે પગના ભાગે ઘા માર્યો હતો જ્યારે સવલાસ ગામના અશોક વનાભાઇ રબારીએ બરડાના ભાગે લાકડીનો ઘા માર્યો હતો આથી સવલાસ ગામના ચેતન નાગરભાઈ વડોલરીયા ઠાકોરને માથામાં અને પગના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું બાદમાં ત્યા રામજી મંદિર પાસે રહેતા સોનલબેન મહેશભાઈ ઠાકોરે છોડાવતા ત્રણેય જણાએ ચેતન નાગરભાઈ વડોલરીયા ઠાકોરને ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યાં હતા બાદમાં લોહીલુહાણ હાલતમાં ચેતન નાગરભાઈ વડોલરીયા ઠાકોરને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો આ બનાવ અંગે પાટડી પોલીસ મથકે ત્રણ શખશો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.