વિકાસ સપ્તાહની ઉજવણી:ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ નિ:શુલ્ક ‘સર્વરોગ નિદાન કેમ્પ’ યોજાયા આયુષ ઓપીડી, બ્લડ ટેસ્ટ સહિતની આરોગ્ય વિષયક વિવિધ કામગીરી કરવામાં આવી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર રાજ્યમાં તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરની જિલ્લા આયુર્વેદ વિભાગની કચેરી દ્વારા પણ જિલ્લામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજીને જરૂરિયાતમંદ દર્દીઓને આરોગ્ય વિષયક વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
નિયામકશ્રી આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન તેમજ જિલ્લા આર્યુર્વેદિક અધિકારીશ્રી ડૉ. શીતલબેન સોલંકીની રાહબરી હેઠળ ભાવનગર જિલ્લામાં 'વિકાસ સપ્તાહ' અંતર્ગત વિવિધ સ્થળોએ નિ:શુલ્ક 'સર્વરોગ નિદાન કેમ્પનું' આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમ્યાન આયુષ ઓપીડી, બ્લડ ટેસ્ટ, NCD ચેકઅપ, આરોગ્ય પરિસંવાદ IEC પ્રદર્શન તેમજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ પર નિદાન- સારવાર-૧,૨૮૬, IEC વિતરણ-૧,૪૪૮, સ્વસ્થ વૃત-૧,૪૬૩, ઉકાળા વિતરણ-૧,૨૪૧, સંશમની વટી-૧,૦૯૧ અને આર્સેનિક આલ્બમની-૫૪૯ ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ભાવનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા તથા તાલુકાના મેડીકલ ઓફીસરશ્રીના પ્રયાસો થકી આ કેમ્પ સફળ રહ્યો હતો.
7623900594
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.