માતૃસંસ્થા શ્રી લોહાણા પરિષદ દ્વારા ઝોન-૪, ભાવનગર, અમરેલી, બોટાદ ને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ રઘુવંશી ઝોન એવોર્ડ મુંબઇ ખાતે એનાયત કરાયો ઝોન ૪ માં વિવિધ સેવાઓ ને ધ્યાન માં રાખી ને સન્માન કરાયું - At This Time

માતૃસંસ્થા શ્રી લોહાણા પરિષદ દ્વારા ઝોન-૪, ભાવનગર, અમરેલી, બોટાદ ને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ રઘુવંશી ઝોન એવોર્ડ મુંબઇ ખાતે એનાયત કરાયો ઝોન ૪ માં વિવિધ સેવાઓ ને ધ્યાન માં રાખી ને સન્માન કરાયું


માતૃસંસ્થા શ્રી લોહાણા પરિષદ દ્વારા ઝોન-૪,

ભાવનગર, અમરેલી, બોટાદ ને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ રઘુવંશી ઝોન એવોર્ડ મુંબઇ ખાતે એનાયત કરાયો

ઝોન ૪ માં વિવિધ સેવાઓ ને ધ્યાન માં રાખી ને સન્માન કરાયું

મુંબઈ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના આંતરરાષ્ટ્રીય કુલ ૧૫ જેટલા ઝોન માંથી શ્રેષ્ઠ રઘુવંશી ઝોન એવોર્ડ-૨૦૨૪ માટે ઝોન-૪ ભાવનગર, અમરેલી, બોટાદ ની પસંદગી મહાપરિષદ ની એવોર્ડ કમિટી દ્વારા શ્રેષ્ઠ રઘુવંશી ઝોન એવોર્ડ-૨૦૨૪ માટે સિલેકટ કરવા માં આવેલ હોય જેનો એવોર્ડ તા.૩૦ નવેમ્બર ના રોજ મુંબઇ ખાતે મહાપરિષદ ની કારોબારી અને મધ્યસ્થ મહાસમિતિ ની મિટિંગ ખાતે ઝોન ૪ ના હોદ્દેદારો અને ઉપસ્થિત વિવીધ ગામ ના મહાજન પ્રતિનિધિઓ ને એનાયત કરવા માં આવ્યો હતો ,આ પ્રસંગે મહાપરિષદ ના પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને મહિલા પ્રમુખશ્રી રશ્મિબેન વિઠ્ઠલાણી, નીતિનભાઈ રાયચુરા,અને દેવેન્દ્ર ભાઈ સોમૈયા સહિતના હોદેદારો ના હસ્તે એવોર્ડ એનાયત કરવા માં આવ્યો હતો.
ઝોન ૪ ભાવનગર ,અમરેલી, બોટાદ ઝોનલ પ્રમુખ સુમિત ઠક્કર, દિનેશભાઇ રૂપરેલીયા, અમરેલી મહાજન પ્રમુખ જે.પી.ગોળવાળા (જીતુભાઇ સોમૈયા), સતીષભાઈ આડતીયા, રમણિકભાઈ ગઢિયા, અને પ્રફુલભાઈ બાટલીયા તથા સાવરકુંડલા થી પ્રતિનિધિ અષ્ટકાંતભાઈ સૂચક, ચલાલા મહાજન થી પ્રકાશભાઈ કારીયા, વડીયા મહાજન થી મિતુલભાઈ ગણાત્રા, બાબરા થી શૈલેશભાઈ સેદાણી, રિઝિયન પ્રમુખ નિલેશભાઈ મજીઠિયા, તથા ભદ્રેશભાઈ ઠક્કર, કેતનભાઈ ખાંધેડિયા, વૈભવભાઈ ચંદારાણા, નિશાંતભાઈ ગઢિયા, જયમીનભાઈ ઠક્કર, નિલભાઈ મજીઠિયા, વગેરે પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઝોન-૪ માં ૧૯ મહાજનો અને ૫૦.૦૦૦ થી વધારે લોહાણા રઘુવંશી ઓ ધરાવતા ઝોન માં અનેક પ્રવૃતિઓ ને વેગ આપવા માં આવેલ છે જેમાં હાયર એજ્યુકેશન માં છેલ્લા ૩ વર્ષ માં રૂ.૨૫ લાખ કરતા વધુ રકમ ની સ્કોલરશીપ લોન પેટે તેમજ રૂ.પાંચ લાખ જેવી સહાય પ્રાયમરી,હાયરસેકન્ડરી અને કોલેજ ના વિધાર્થીઓ ને સ્કોલરશિપ આપવા માં આવી છે. આ ઉપરાંત આરોગ્ય સહાય પણ કરવા માં આવી છે.છેલ્લા પાંચ વર્ષ થી જરૂરિયાતમંદ ૭૦ પરિવાર માં દર માસે રાશન કીટ તેમના સુધી મોકલી આપવા માં આવી રહી છે, ઝોન ના વિધવા, ત્યગતા, અપંગ અને એકલા વૃદ્ધ જીવન જીવતા સહાય ૫૮ વ્યક્તિ/પરિવાર ને પ્રતિ માસ રૂ.૭૫૦ ની સહાય સીધા તેના બેન્ક એકાઉન્ટ માં આપવા માં આવે છે,દાતા પરિવાર તરફ થી દિવાળી મીઠાઈ કીટ ૫૦૦ કિલો લોકો ને રાહત દરે તેમજ ૭૦ કીટ વિનામૂલ્યે આપવા માં આવે છે,
આયુષ્યમાંન ભારત કાર્ડ ના 5 કેમ્પ ૪૦૦ થી વધુ કાર્ડ કાઢી આપવા માં આવેલ છે, આ ઉપરાંત મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ,થલેસિમિયા પરીક્ષણ કેમ્પ, કેરિયર કાઉન્સેલિંગ, જીકે ટેસ્ટ, સમર કેમ્પ અને સેલ્ફ ડિફેન્સ કેમ્પ મહિલા સમિતિ ભાગવત સપ્તાહ અને ઓનલાઈન ગૃહ ઉધોગ વર્કશોપ ઉધોગો અને રઘુવંશી સાહસિકો અને ઉધોગકારો માટે એલ.આઈ.બી.એફ સાથે જોડાણ અને કાર્ય આયોજન, જ્ઞાતિ ની વાડી ના પ્રશ્ને સતત પ્રયત્ન, ઝોન ના દરેક મહાજનો માં કુલ ૨૧.૦૦૦ ફુલસ્કેપ ચોપડા નું રાહતદરે વિતરણ, ૬૫૦૦ ચોપડા સર્વ જ્ઞાતિ અને દર્દીઓ માટે, વર્ષ દરમ્યાન અલગ અલગ માહિતી અને માર્ગદર્શન માટે ઓનલાઈન વર્કશોપ સહિત ની અનેક પ્રવૃતિઓ કરવા માં આવી હતી અને ઝોન માં સંકલન કરી ને નવી નવી સેવાઓ નો પણ તેમાં સમાવેશ કરવા માં આવી રહ્યો છે જેને ધ્યાન માં રાખી ને સન્માન આપવા માં આવ્યું હતું.
આ સેવા માં શ્રી ખીમજીભગવાન દાસ ચેરી. ટ્રસ્ટ, અને શ્રી લોહાણા મહાપરિષદ નું સતત માર્ગદર્શન અને સહયોગ મળી રહ્યો છે જે બદલ સૌ નો ઝોન ૪ દ્વારા આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.