વડોદ ગામે પોલીસની રેઇડ : 97 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/weozpoaoxvr9c0y3/" left="-10"]

વડોદ ગામે પોલીસની રેઇડ : 97 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો


વડોદ ગામે પોલીસની રેઇડ : 97 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જસદણ પોલીસ ને માહિતી મળતા વડોદ ગામે રહેતા રણજીતભાઇ ધનજીભાઇ શીયાળ વડોદ ગામે રામજી મંદીરના ચોરા પાછળ મેલડી માતાના મંદીર (મઢ) પાસે તેઓના કબ્જા ભોગવટાના જુના બંધ હાલતના મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે તેવી ચોક્કસ હકકીત મળેતા, વડોદ ગામે મેલડી માતાજીના મંદીર પાસે આવતા બંધ હાલતનું ખંડેર જેવું મકાનમાં અંદર ડાબી બાજુની દીવાલે એક લાકડાનો પટારો (મોટી પેટી) હોય જે ખોલી જોતા જેમાં અંદર સફેદ કલરના બોક્સ જે બોક્સ અંદર તપાસ કરતા અંદર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો મળી આવેલ કુલ બોટલ નંગ-97 કુલ કિ.રૂ.29100/- મુદ્દામાલ મળતા રણજીતભાઇ ધનજીભાઇ શીયાળ રે.વડોદ વાળા પોતાના કબ્જા ભોગવટાના જુના બંધ હાલતના મકાનમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-97 કિંમત રૂ-29100/- નો મુદામાલ મળી આવેલ જેને કબ્જે કરી અને ઇસમે પ્રોહિ કલમ ૬૫ઇ, ૧૧૬(બી), ગુન્હો કરતા રેઇડ દરમ્યાન મળી આવતા ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]