{"ad_list":0,"ad_detail":0,"Att News":[{"Id":672916,"post_title":"દામનગર હાવતડ પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી","post_author":"નટવરલાલ જે ભાતિયા","mobile_number":"","post_views":"0","share_link":"દામનગર હાવતડ પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી શ્રી હાવતડ પ્રા.શાળા માં ૭૬ મા સ્વાતંત્ર્ય\nhttps:\/\/atthistime.in\/czuw9cdqfwqvbzbn\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/302191660749708_crop_1660749687900-450x270.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"દામનગર હાવતડ પ્રાથમિક શાળા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૨ ધ્વજવંદન કાર્યક્રમની શાનદાર ઉજવણી\n\nશ્રી હાવતડ પ્રા.શાળા માં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ગ્રામજનોની બહોળી સંખ્યામાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ સાથે રંગારંગ દેશ ભક્તિની કૃતિઓ તથા બાળભગત નાટક તથા મેરા રંગ દે બસંતી ચોલા ....ગીત સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી\n\n        એસ.એમ.સી.અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન બાદ  શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત,દેશભક્તિ ગીત;માઇમ,વિવિધ કૃતિઓ રજૂ થઈ તેમજ તિરંગાના મહત્વ પર બાળકોનું વકતવ્ય તેમજ શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ ડી.જોટંગિયા દ્વારા પ્રાસંગિક વકતવ્ય તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દ્વારા હર ઘર તિરંગા અને મોટિવેશન વક્તવ્યો રજુ થયા.વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.કાર્યક્રમના અંતમાં બાળકો દ્વારા હર ઘર તિરંગા અને વંદે માતરમ ના જયઘોષ કરવામાં આવ્યા.શાળાના શિક્ષિકા વિસાણી પ્રવિણાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ગોંડલીયા કીર્તિભાઈ કર્યું હતું.શાળાના શિક્ષકો અર્ચનાબેન,ધર્મિષ્ઠાબેન,તુલસીભાઈએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો\n\n\nરિપોર્ટ નટવરલાલ જે ભાતિયા"},{"Id":672914,"post_title":"અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી\n=જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય\n=દુર્લભ માછલી  સકરમાઉથ કૈટફિશ હોવાનું અનુમાન\n=સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકર માઉથ કૈટફીશ છે","post_author":"Bahauddin Mansuri","mobile_number":"","post_views":"0","share_link":"અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી =જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય\nhttps:\/\/atthistime.in\/ktvpa4aqnrgosf8u\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/710761660746078_crop_1660746062241-450x270.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"અંકલેશ્વર નર્મદા નદી માં  માછીમાર ની જાળમાં ફસાઈ દુર્લભ માછલી\n=જુના કાશીયા ગામના માછીમાર ની જાળ માં દુર્લભ માછલી ફસાય\n=દુર્લભ માછલી  સકરમાઉથ કૈટફિશ હોવાનું અનુમાન\n=સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકર માઉથ કૈટફીશ છે\n\n17.08 અંકલેશ્વર\n\nઅંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના નર્મદા નદી માં  માછીમારી કરતા યુવાનની જાળમાં એક દુર્લભ પ્રકારની માછલી ફસાઈ હતી,જાણકારોના મતે આ માછલી અમેરિકન પ્રજાતિ ની સકરમાઉથ કૈટફીશ  હોવાનું  અનુમાન લગાવવામાં  આવી રહ્યું છે.\n\n  અંકલેશ્વર તાલુકાના જુના કાંસીયા ગામના  કમલેશ વસાવા છેલ્લા 15 વર્ષ થી નર્મદા  નદીના પાણીમાં  માછીમારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે  કમલેશ વસાવા તેના સાથી મિત્રો સાથે નાવડી લઇ ને  નર્મદા નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા, જોકે તેમની જાળમાં ફસાયેલી માછલીઓ ની સાથે એક અજીબ અને દુર્લભ માછલી પણ ફસાઈ હતી, પ્રથમ નજરે આ માછલીને જોતા તેઓને ભારે કુતૂહલ સર્જાયું હતું, કારણ કે આ પ્રકારની માછલી નર્મદા નદીમાં જોવા મળવી અશક્ય કહી શકાય છે.આ દુર્લભ માછલી ને જોવા માટે લોકો ઉમટી પડયા હતા ,અને અન્ય માછીમારો પણ આ દુર્લભ માછલી ને જોતા આશ્ચર્યચકિત થઇ ગયા હતા .\n\nજાણકારોના મતે આ માછલી સાઉથ અમેરિકા ની એમેઝોન નદી માં મળનારી સકરમાઉથ કૈટફીશ છે. નદીમાં નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન અને સાઉથ એશિયા સુધીમાં જોવા નથી મળતી.અજીબ પ્રકારના મોં વાળી માછલી સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં હજારો કિલોમીટર દુર મળનારી સકરમાઉથ કૈટફિશ જેવી જ લાગી રહી છે.અગાઉ પણ ગંગા નદી માંથી આ પ્રકારની માછલી મળી આવી હતી. સકર માઉથ કેટફિશ ઘણા રંગોમાં મળી શકે છે. જોકે આ માછલી માંસાહારી છે અને આસપાસ જીવજંતુઓને ખાઈને જીવે છે. આ જ કારણે તે મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી.\n\nઉલ્લેખનીય છે કે જો સકર માઉથ કેટફિશ સાઉથ અમેરિકા ની એમેઝોન નદીમાં મળી આવે છે, અને આગાઉ ગંગા નદીમાં મળી હતી,અને હવે નર્મદા નદીમાં મળી આવતા સૌને કુતુહલ સર્જાયું છે કે નર્મદા નદીમાં આ માછલી આવી ક્યાંથી? આ પ્રશ્ને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે અંકલેશ્વર પાસે   નર્મદા નદીમાં જળસ્તર વધવાના કારણે  કમલેશ વસાવા ની  માછીમારી દરમિયાન આ અજીબ પ્રકારની માછલી મળી આવી હતી, કમલેશ વસાવા એ આ માછલી ને  જાળ માંથી મુક્ત કરીને સુરક્ષિત રીતે પાણીમાં છોડી દીધી હતી."},{"Id":672912,"post_title":"ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપ્યું.","post_author":"Chandrakant Solanki","mobile_number":"","post_views":"0","share_link":"આજ રોજ ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓ બી સી (obc) એકતા મંચ દ્વારા મામતદાર સાહેબ શ્રી ને આવેદન આપવામાં આવેલ\nhttps:\/\/atthistime.in\/zmyktfrldojtygzg\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/832811660744918_crop_1660744913959-450x270.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"આજ રોજ ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓ બી સી (obc) એકતા મંચ દ્વારા મામતદાર સાહેબ શ્રી ને આવેદન આપવામાં આવેલ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC)ને સવિંધાન ની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માં વસ્તી ધોરણે અનામત આપવા તથા વસ્તી ના ધોરણે ગ્રાન્ટ ફાળવવા માં આવે જેવા વગેરે મુદ્દા પર આવેદન આપવામાં આવેલ જેમાં બોટાદ જિલ્લા OBC કન્વીનર કિશોરભાઇ વેલાણી , ગઢડા શહેર નગરપાલિકા ના વિરોધપક્ષ ના નેતા કનુભાઈ જેબલિયા , બોટાદ જિલ્લા અ.ભા કોળી\/કોરી સમાજ પ્રમુખ કરશન ભાઇ ચૌહાણ, બોટાદ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અજય ભાઇ ઝાલા, ગેલા ભાઇ ઝાલા, નગરપાલિકા સદસ્ય ગોરભાઈ ગોહિલ, કિશોર ભાઇ જમોડ,વિપુલભાઈ કાનોતરા, કિશોરભાઈ મેર, પુના ભાઇ ચૌહાણ,બુધા ભાઇ મકવાણા,મનીષ ભાઇ રાઠોડ, વિઠ્ઠલભાઈ પરમાર, જયેશ ભાઇ મકવાણા , જતીન ભાઇ વેલાની સહિતનાઓ જોડાયા હતા...."},{"Id":672910,"post_title":"મહિસાગર જીલ્લા 6 તાલુકામાં રૂ.3.49 કરોડના ખર્ચે 20 અમૃત સરોવર તૈયાર","post_author":"Chhatra sinh Chauhan Chhatra sinh Chauhan","mobile_number":"","post_views":"0","share_link":"તમામ અમૃત સરોવરો પર ધ્વજ ફરકાવવામાં આવ્યો સમગ્ર દેશ આઝાદીના 76માં ત્યારે અમૃત મહોત્સવની વર્ષમાં પ્રવેશ કરી ચુક્યો છે, ઉજવણીના\nhttps:\/\/atthistime.in\/bh5iwgkh46gstwpz\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/384521660742366_crop_1660742360104-450x270.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"તમામ અમૃત સરોવરો પર ધ્વજ ફરકાવવામાં આવ્યો\n\n\nસમગ્ર દેશ આઝાદીના 76માં\nત્યારે અમૃત મહોત્સવની\nવર્ષમાં પ્રવેશ કરી ચુક્યો છે, ઉજવણીના ભાગરૂપે દેશના તમામ જીલ્લાઓમાં 75 અમૃત સરોવરના નવ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મહિસાગર જીલ્લાના 6 તાલુકામાં 20 તળાવો તૈયાર કરવામાં આવ્યા હતા. જે તમામ તળાવો પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.\nજેમાં બાલાસિનોર તાલુકાના\n૩ તળાવ, લુણાવાડા તાલુકાના 3 તળાવ, વિરપુર તાલુકાના 2\nતળાવ, સંતરામપુર તાલુકાના 10 તળાવ, ખાનપુર તાલુકાના ૩ તળાવનો સમાવેશ થયો હતો. આ તળાવોમાં મનરેગા તેમજ લોક ભાગીદારીથી રૂ.3,49,61,000ના ખર્ચે અમૃત સરોવર નિર્માણ અંગે પ્લાન્ટેશન, પેવર બ્લોક, પ્લેટ ફોર્મ અને સ્ટોન ફાઉન્ડેશન સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત કેટલાક તળાવોમાં સ્ટોન પીચિંગની કામગીરી કરવામાં આવી હતી. સુંદરતાથી સજ્જ થયેલ આ તમામ તળાવોમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામ લોકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું."},{"Id":672908,"post_title":"જસદણના પ્રતાપપુર હત્યાકેસમાં કમલેશની પત્ની કોમલ હત્યારા યશવંત સાથે ત્રણ મહિના પહેલાં ભાગી ગઈ હતી","post_author":"At This Time Jasdan","mobile_number":"","post_views":"0","share_link":"જસદણના પ્રતાપપુર હત્યાકેસમાં કમલેશની પત્ની કોમલ હત્યારા યશવંત સાથે ત્રણ મહિના પહેલાં ભાગી ગઈ હતી જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા\nhttps:\/\/atthistime.in\/hwgxbaqie4vhh2by\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/826011660741074_crop_1660741051503.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"જસદણના પ્રતાપપુર હત્યાકેસમાં કમલેશની પત્ની કોમલ હત્યારા યશવંત સાથે ત્રણ મહિના પહેલાં ભાગી ગઈ હતી\n\nજસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા પ્રતાપપુરના યુવકના લગ્નના બીજા જ દિવસે પત્નીના પ્રેમીએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે હત્યા કરી ભાગી છુટેલા વડીયાના શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. હત્યા પાછળ પ્રણ્ય ત્રિકોણ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.\n\nઆ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આટકોટ નજીક આવેલા પ્રતાપપુર ગામના કમલેશભાઇ ચાવડા નામના 32 વર્ષના દલિત યુવાનને છરીના પાંચ ઘા ઝીંકી વડીયાના યશવંત મકવાણા નામના શખ્સે હત્યા કર્યાનું આટકોટ પોલીસમા નોંધાયુ છે.\n\nમૃતક કમલેશ ચાવડાના છ-સાત વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તે પૂર્વે કમલેશ ચાવડાને તેની જ જ્ઞાતિની વડીયા રહેતી કોમલ સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ કોઇ કારણોસર બંને વચ્ચે લગ્ન થયા ન હતા અને કમલેશના અન્ય યુવતી સાથે લગ્ન થયા હતા. કમલેશ ચાવડાના લગ્ન જીવન દરમિયાન પાંચ વર્ષની એક પુત્રી છે. દરમિયાન કોમલ અને કમલેશ ત્રણેક માસ પહેલાં મળતા બંનેનો જુનો પ્રેમ તાજો થયો હતો અને એક બીજાને મળવાનું અને મોબાઇલમાં વાત કરવાનું શરૂ થયું હોવાથી કમલેશ ચાવડાની પત્નીએ દોઢ માસ પૂર્વે જ છુટાછેડા આપ્યા હતા.\n\nઆથી કમલેશ ચાવડાએ ગત તા.15મી ઓગષ્ટના રોજ વડીયાની કોમલ સાથે પૂન: લગ્ન કર્યા હતા. લગ્નના બીજા જ દિવસે કમલેશ ચાવડાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને ઘટના સ્થળેથી એક પાકીટ મળી આવ્યું હતું જેમાં વડીયાના યશવંત મકવાણાનું આઇ કાર્ડ મળી આવતા કોમલ પણ વડીયાની હોવાથી આટકોટ પી.એસ.આઇ. કે.પી.મેતા સહિતના સ્ટાફે વડીયાના યશવંત મકવાણા અંગે કોમલની પૂછપરછ કરતા તેણીને સાતેક વર્ષથી યશવંત મકવાણા સાથે પણ પ્રેમ સંબંધ હોવાનું અને આઠ માસ પહેલાં અને ત્રણેક માસ પહેલાં યશવંત મકવાણા સાથે ભાગી ગયાની કોમલે કબુલાત આપી હતી. ઘટના સ્થળેથી મળી આવેલા પાકીટ પરથી કમલેશ ચાવડાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.\n\nહુસામુદ્દીન કપાસી જસદણ\nમો.9924014352"},{"Id":672906,"post_title":"કોરોના માં મૃત્યુ પામેલા માતા- પિતા ના સંતાનો ને ફ્રી શિક્ષણ આપવાની જાહેરાત માં વ્હાલા દવલા ની નીતિ….","post_author":"at this time botad","mobile_number":"","post_views":"0","share_link":"કોરોના માં મૃત્યુ પામેલા માતા- પિતા ના સંતાનો ને ફ્રી શિક્ષણ આપવાની જાહેરાત માં વ્હાલા દવલા ની નીતિ…. સ્વામી નારાયણ\nhttps:\/\/atthistime.in\/eqr75pfc7blnuzof\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/643761660740549_crop_1660740542820-450x270.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"કોરોના માં મૃત્યુ પામેલા માતા- પિતા ના સંતાનો ને ફ્રી શિક્ષણ આપવાની જાહેરાત માં વ્હાલા દવલા ની નીતિ....\n\nસ્વામી નારાયણ ગુરુકુલ ના સંચાલક માધવ સ્વામી દ્રારા મફત અને ફ્રી ભરનાર વિદ્યાર્થી માટે શુ અલગ નિયમ????\n\nકોરોના ના કપરા કાળ માં બીજી લહેર માં અનેક પરિવાર ના માળા વિખાયા હતા. અનેક એવા પરિવાર ના લોકો એ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. તો અનેક સંતાનો એ પોતાના માતા - પિતા ગુમાવવા પડ્યા હતા. આજે પણ જો કોરોના ની બીજી લહેર ને યાદ કરી એ તો હૃદય દ્રવી ઉઠે છે. ત્યારે અનેક સામાજિક તેમજ શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થા ઓ લોકો ની વ્હારે આવી હતી અને ઘણા બધા વાયદા અને વચનો સાથે જાહેરાતો પણ કરવામાં આવી હતી અને આનંદ છે કે આજે તેમાંથી લગભગ લોકો બોલ્યું પાળે છે અમુક ને જો બાદ કરી એ તો...\n\nબોટાદ શાળા સંચાલક મંડળ દ્રારા પણ કોરોના માં માતા તેમજ પિતા ના મૃત્યુ બાદ જો બાળક ભણવા માંગતો હોય તો શાળા સંચાલક દ્રારા જાહેર કરાયેલા નિયમ મુજબ ફિ માફી તેમજ મફત શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવેલ. ત્યારે અનેક એવી શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલી શાળા માં બાળકો ને એડમિશન આપવામાં આવેલ હતું.\n\nબોટાદ શહેર ની પ્રતિષ્ઠિત શાળા અને શાળા સંચાલક મંડળ ના પ્રમુખ એવા માધવ સ્વામી સંચાલિત ગુરુકુલ માં અભ્યાસ કરતો કેવલ ભરતભાઈ સાકળિયા જે બોટાદ ના શાંતિવન સોસાયટી માં રહેતા ભરતભાઈ સાકળિયા નું અકાળે કોરોના ની બીજી લહેર માં મોત થયું પરિવાર માં પત્ની સહિત 4 સંતાનો એ પિતા ની છત્રછાયા ગુમાવી. ત્યારે મધ્યમ વર્ગ ના આ પરિવાર માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાય હતી કારણ કે પુત્ર ના મોત બાદ માતા એ પણ દેહ છોડી દેતા કરુણ ઘટના બની હતી જે હું શબ્દો થી પણ લખી ન શકું.....\n\nભરતભાઈ સાકળિયા કે જેમનું કોરોના માં મૃત્યુ થયું તે ફોટોગ્રાફી ના ધંધા સાથે સંકળાયેલા હતા એટલે ભરતભાઈ નું મૃત્યુ થતા ઘર માં કમાનાર વ્યક્તિ કોઈ ન રહ્યું. આવી સ્થતિ માં 4 સંતાનો ને ભણાવવા મોટા કેમ કરવા આવા અનેક સવાલો વચ્ચે પરિવાર ચિતા માં હતો. ત્યારે ભરતભાઇ ના ભાઈ ઓએ પરિવાર ની જવાબદારી માથે લઈ લીધી...જેમાં બુધાભાઈ સાકળિયા જે ભરતભાઇ થી નાના ભાઈ જેવો પોતે પત્રકાર હોય પત્રકારીત્વ ક્ષેત્ર ના કારણે સામાજિક ક્ષેત્રે લોકો સાથે ખૂબ ઓળખાણ ધરાવે છે. \n\nબોટાદ શાળા સંચાલક મંડળ દ્રારા કોરોના માં મૃત્યુ પામેલા બાળકો ને ફી માફી તેમજ ઓછી ફી માં અલગ અલગ નિયમો સાથે શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી. ત્યારે બુધાભાઈ દ્રારા ભરતભાઇ ના દીકરા કેવલ જે ગઢડા રોડ ખાતે આવેલ ગુરુકુલ જ્યાં માધવ સ્વામી સંચાલક છે તે ગુરુકુલ માં કેવલ અભ્યાસ કરતો હતો અને શાળા સંચાલક મંડળ દ્રારા કરાયેલ જાહેરાત મુજબ તે કેવલ ના પિતા ના મૃત્યુ ને લઈ ફિ માફી મુજબ અભ્યાસ કરવાનો હોય પણ પહેલા શાળા સંચાલકો તેમજ ઓફિસ સ્ટાફ દ્રારા મોટી જાહેરાત બાદ આનાકાની કરી બાદ માં ફી માફી માં ભણાવવાની મંજૂરી આપી. તે સમયે ધોરણ 11 ના બીજા સત્ર માં હતો તેવું બુધાભાઈ એ મિડિયા ને જણાવ્યું. જેમાં ફિ માફી હતી અને ટ્રાન્સપોર્ટ ચાર્જ ચૂકવવાનો હતો જે શાળા ના નિયમ મુજબ બુધાભાઈ દ્રારા ચૂકવી દેવામાં આવ્યો. અને હાલ માં કેવલ ત્યાં ગુરુકુલ માં જ ધોરણ 12 માં અભ્યાસ કરે છે ત્યારે એન કેન પ્રકારે બસ માં બીડી પીવા ના ખોટા આક્ષેપ શાળા સંચાલકો દ્રારા કરવામાં આવેલ હોય તેવું બુધાભાઈ દ્રારા મિડિયા ને જણાવવા માં આવેલ તેમજ હાલ માં કેવલ નું જ્યારે કારકિર્દી નું વર્ષ છે અને અભ્યાસ ના માત્ર 6 મહિના જેટલો સમય બાકી હોય વાલી તરીકે બુધાભાઈ ને બોલાવી બે કલાક સુધી સુધી બેસાડી કહેવા કરતા વધારે કહી સર્ટી લઈ જવા દબાણ કરેલ અને કેવલ નું સર્ટી કાઢી દેવામાં આવ્યું.\n\nબોક્ષ\nબોટાદ ના ગઢડા રોડ પર આવેલ ગુરુકુલ માં અભ્યાસ કરતા કેવલ ના સર્ટી આપવા બાબતે મિડિયા સાથે વાતચીત દરમ્યાન બુધાભાઈ એ જણાવ્યું કે ગુરુકુલ માં વ્હાલા દવલા ની નીતિ રાખવામાં આવે છે મારા ભત્રીજા પર બસ માં બીડી પીવાના આક્ષેપ કરવામાં આવેલ અને આજ કારણ થી સર્ટી આપી દેવાની શાળા સંચાલક માધવ સ્વામી દ્રારા વાત કરવામાં આવી ત્યારે બુધાભાઈ ના જણાવ્યા અનુસાર જો અમારું બાળક ગુનેગાર છે જ નહીં તેમ છતાં કોઈ ભૂલ હોય તો અમને જાણ કરો અને બસ માં બીડી પીવાની વાત કરનારે કેમ અમારી સુધી વાત પહોંચાડી નથી આવા અનેક સવાલ વચ્ચે બુધાભાઈ દ્રારા જણાવવામાં આવ્યું કે મારો ભત્રીજો મફત ભણે છે અને અન્ય બીજા જે વિદ્યાર્થીઓ હતા જેમના પર બીડી પીવાના આક્ષેપ હતા તે ફિ ભરે છે માટે તેમને વોર્નીગ આપવામાં આવી અને અમને સર્ટી ત્યારે જો અમે ફિ ભરતા હોત તો આજે અમારે અમારા પિતા વગર ના આ બાળક ના કારકિર્દી ના વર્ષ માં હેરાન થવા નું ન થાત. પણ ખેર ઈશ્વર ને જે ગમ્યું તેવો હાલ તો બુધાભાઈ નિશાશો નાખી ભત્રીજા નું વર્ષ ન બગડે તેને લઈ પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં એક નહિ બે શાળા દ્રારા મફત શિક્ષણ અને ટ્યુશન પણ કરાવી આપશું આવું કહેતા હાલ તો પરિવાર માં રાહત જોવા મળી રહી છે.\n\nબોક્ષ\nશિક્ષણ ની સંસ્થા માં હવે માત્ર વેપાર જ ચાલે છે આવા આક્ષેપો અવાર નવાર અનેક લોકો કરતા હોય છે ત્યારે જો સાચું હોય તો શરમ જનક કહી શકાય કે ગુરુકુલ નામ સાથે ની આ સંસ્થા મા પણ શિક્ષણ માં વેપાર ??? ખુબજ દુઃખ ની બાબત કહેવાય એક તરફ ગુરુકુલ માં સંસ્કાર નું સિંચન થતું હોય છે પણ જવાબદાર વ્યક્તિ રૂપિયા પાછળ દોડતા હોય છે જે ગંભીર બાબત હોય જે યોગ્ય ન કહી શકાય પણ ખેર બોટાદ કી આવાઝ દ્રારા એવું કહેવા માંગી એ છી કે લોકો ની વાહવાહ લેવા આવી જાહેરાત કરી મન માં ફી લેવાની ભાવના હોય ત્યારે આવી રીતે કોઈ વિદ્યાર્થી સાથે અંગત વાંધો રાખી કારકિર્દી બગાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જોઈએ તેવું બુધાભાઈ દ્રારા મિડીયા ને જણાવવા માં આવ્યું.\n\nબોક્ષ\nબોટાદ કી આવાઝ દ્રારા કેવલ સાકળિયા ને સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા ધોરણ 12 માં અભ્યાસ છોડી સર્ટી આપવા બાબતે કારણ પૂછતાં બીડી પીવા ના કારણે સર્ટી આપી દેવામાં આવ્યું છે તેવું સ્વામિનારાયણ ગુરુકુલ ના સંચાલક માધવ સ્વામી દ્રારા અમારા મિડિયા મિત્ર સાથે મોબાઈલ પર વાતચીત કરતા સમયે જણાવ્યું. તેમજ બીડી પીવા માં જે અન્ય બે વિદ્યાર્થીઓ છે તેમના વાલી ને પણ જાણ કરી દેવા માં આવી છે અને વિદ્યાર્થી ના પપ્પા હજુ મળવા આવેલા નથી એમને પણ સર્ટી આપી દેવામાં આવશે તેવું જણાવ્યું ત્યારે અહીં સવાલ એ થાય છે કે 12 માં ધોરણ માં ભણતા વિદ્યાર્થી ની ઉમર 17 વર્ષ ની હોય અને હાલ ના ફિલ્મી અને સોસીયલ મીડિયા ના આ યુગ માં ખરેખર જો વિદ્યાર્થી એ બીડી પીધી હોય તો તેમને સમજાવી અને ફરી આ પ્રમાણે ની ભૂલ ન કરે તે માટે માર્ગદર્શન આપવું પડે કઠોર તા પૂર્વક જીવન ના કારકિર્દી ના ધોરણ 12 ના વિધાર્થી ને સર્ટી આપી દેવું કેટલું યોગ્ય??? ચોક્કસ થી અન્ય શાળા માં એડમિશન વિદ્યાર્થી ને મળી જ જશે પણ જે શાળા માં ભણેલો વિદ્યાર્થી અન્ય શાળા માં જાય અને ત્યાં માહોલ તેમજ શિક્ષક સાથે સેટ થાય તેમાં સમય જતો રહે અને આ પ્રમાણે ની સજા સાથે વિદ્યાર્થી માનસિક તણાવ પરીક્ષા લક્ષી તૈયારી ન કરી શકે અને પરીક્ષા માં ફેલ થવાની ભીતિ વધુ રહે.\n\nબોક્ષ\n ગઢડા રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ માં બીડી પીવા ની વાત સાથે કેવલ નામના વિદ્યાર્થી ને ધોરણ 12 માં હોવા છતાં ચાલુ વર્ષ માં સર્ટી આપી શાળા માંથી જ્યારે કાઢી મુકવામાં આવે તે બાબત યોગ્ય ન કહેવાય શાળા ના સંચાલકો હોય કે શિક્ષકો હોય વિદ્યાર્થી ઓની ભૂલ ને ફરી વિદ્યાર્થી દ્રારા પુનરાવર્તન ન થાય અને જીવન માં સાચી માહિતી સાથે આગળ વધવા માટે નું પ્રોત્સાહન આપવું જોઈએ નહીં કે કડક હાથે કામગીરી સાથે કોઈ એવો નિર્ણય લેવો જોઈએ જેથી કોઈ વિદ્યાર્થી નું ભાવિ જોખમ માં મુકાય જાય.\n\nબોક્ષ\nબુધાભાઈ દ્રારા મિડિયા સાથે વાતચીત દરમ્યાન એવું પણ જણાવેલ કે મને જ્યારે ગુરુકુલ માં કેવલ ની ફરિયાદ બાબતે બોલાવવા માં આવ્યો હતો ત્યારે મેં ક્યારેય મારો ભત્રીજો આવું ન કરે અને તેમ છતાં જો તેની કોઈ ભૂલ હશે તો હું હાથ જોડી તેમના વતી માફી માંગુ છું તેવું વિનંતી સાથે જણાવેલ પણ હાજર જવાબદાર વ્યક્તિ એક ના બે ન થયા અને મારા ભત્રીજા કેવલ નું સર્ટી બનાવવાની સૂચના અન્ય કર્મચારી ને આપી દેવામાં આવી તે સમય આજ ફરિયાદ બાબત અન્ય વાલી ને પણ બોલાવવા માં આવેલ જેને સાંભળી એક તક હજુ આપું છું બીજીવાર ઘ્યાન રાખજો તેવું કહેવા માં આવ્યું ત્યારે આજે મારે દુઃખ સાથે કહેવું પડે ભગવાન ના નામ સાથે ની આ સંસ્થા માં ફી લેવાની મન ની ભાવના ના કારણે વ્હાલા દવલા ની નીતિ રાખવામાં આવે છે. જે યોગ્ય ન કહી શકાય પણ ખેર આતો એમની શાળા અને એ માલિક એમા આપણે શું કરી એ ભગવાન સ્વામિનારાયણ એમને સાચો માર્ગ બતાવે અને મારી સાથે આજે થયું તે બીજા સાથે ન થાય વાલી ને સાંભળે અને વિદ્યાર્થી ને સમજાવી સાચો માર્ગ બતાવે એજ સાચો શિક્ષક બાકી તો બધા રૂપિયા માટે શિક્ષણ આપતા હોય તે શિક્ષણ ના વેપારી અને વેપારી માં નફો અને નુકશાન બને જોવું જ પડે એમા કોઈ શંકા ને સ્થાન ન હોઈ શકે ત્યારે આજ ના સમય માં કોણ શિક્ષણ આપે છે અને કોણ વ્યાપાર કરે છે તે કેવુ થોડું અઘરું છે."},{"Id":672904,"post_title":"આજરોજ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માં","post_author":"At This Time Himmatnagar","mobile_number":"","post_views":"0","share_link":"આજરોજ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માં ઓબીસી સમાજની 10% અનામત રદ કરવાના અનુસંધાને, 27% અનામતની માંગ સાથે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર,\nhttps:\/\/atthistime.in\/p3o6nldhcjahww5j\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/640051660739862_crop_1660739858811-450x270.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"આજરોજ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માં ઓબીસી સમાજની 10% અનામત રદ કરવાના અનુસંધાને, 27% અનામતની માંગ સાથે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ના કલેક્ટર ચીટનીશ સા. કનકસિંહ ગોહિલ ને આવેદન પત્ર રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠા ગોપાલસિંહ ઠાકોર (એડવોકેટ &નોટરી, પ્રદેશ મહામંત્રી) જગતસિંહ પરમાર (શિક્ષક પ્રદેશ મહામંત્રી) જગતસિંહ પરમાર (જિલ્લા પ્રમુખ) અજયસિંહ પરમાર (એડવોકેટ, જિલ્લા મિડિયા સેલ કન્વીનર) હિરસિંહ પરમાર (સંરપચ વાંટડા) જેઠાભાઈ કાપડિયા (વાંટડા) ધવલ સુથાર , વગેરે દ્વારા આપવામાં આવ્યું."},{"Id":672902,"post_title":"હિંમતનગરના જામળા ખાતે તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ","post_author":"At This Time Himmatnagar","mobile_number":"","post_views":"0","share_link":"*હિંમતનગરના જામળા ખાતે તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ* *************** *કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જામળા ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી* **********\nhttps:\/\/atthistime.in\/hlabbotyc2wl0sml\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/864531660739688_crop_1660739677389-450x270.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"*હિંમતનગરના જામળા ખાતે તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ*\n***************\n*કલેક્ટરશ્રી હિતેષ કોયાએ જામળા ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી*\n**********\nસાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જામળાના અમૃત સરોવર ખાતે કરવામાં આવી હતી. તાલુકાકક્ષાના સ્વાતંત્ર્યદિને પ્રાંત અધિકારી હિંમતનગર શ્રી અનિલકુમાર ગૌસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. \n૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જી.યુ.ડી.સી.ડીરેક્ટરશ્રી જે.ડી.પટેલ, અગ્રણી શ્રી વિજયભાઈ પંડ્યા તથા શ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી દવે તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. \nવિજયનગર ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના સ્વાતંત્રપર્વના કાર્યક્રમના બાદ જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, ડી.ડી.ઓ. શ્રી શાહ તથા ડી.આર.ડી.એ.શ્રી પાટીદારે જામળા ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. તેમજ અમૃત સરોવરના આગળના કામકાજ અંગે ચર્ચા કરી હતી.\n\n\nabidali bhura"},{"Id":672899,"post_title":"હરિયાણામાં પણ નીતીશ કુમારવાળી થવાના અણસાર, JJPનું નિવેદન ચર્ચામાં","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"(તસવીરમાં ડાબે DyCM દુષ્યંત ચૌટાલા, જમણે CM મનોહર લાલ ખટ્ટર)- જોકે તેમણે BJP-JJP ગઠબંધનમાં પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી છેચંદીગઢ,\nhttps:\/\/atthistime.in\/possibility-of-situation-alike-nitish-kumars-decision-in-haryana-too-after-jjps-statement\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660712629452.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"(તસવીરમાં ડાબે DyCM દુષ્યંત ચૌટાલા, જમણે CM મનોહર લાલ ખટ્ટર)- જોકે તેમણે BJP-JJP ગઠબંધનમાં પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી છેચંદીગઢ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારબિહારમાં નીતીશ કુમારે NDA સાથે છેડો ફાડીને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ RJD-કોંગ્રેસ ગઠબંધન સાથે મળીને સરકાર બનાવી છે. ત્યારે બિહારમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી દળો સતત ભગવા પાર્ટી પર દબાણ બનાવવા પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાય છે. તેની અસર હરિયાણામાં પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં ભાજપ જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે મળીને સરકાર ચલાવી રહી છે. જેજેપીના પ્રદેશ અધ્યક્ષ નિશાન સિંહે વર્ષ 2024માં નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાને હરિયાણાના આગામી મુખ્યમંત્રી બનાવવાની વાત કરી છે. નિશાન સિંહે જણાવ્યું હતું કે, 'સૌ કોઈ આગળ વધવા ઈચ્છે છે અને મને તેમાં કશું ખોટું નથી લાગતું. તથા રાજ્યના દરેક પાર્ટી કાર્યકરો અને યુવાનો ઈચ્છે છે કે દુષ્યંત ચૌટાલા રાજ્યના આગામી મુખ્યમંત્રી બને.'નિશાન સિંહે તે પહેલા કરનાલ ખાતે રાજ્ય મંત્રી અનૂપ ધાનક સાથે પાર્ટીના નેતાઓની મુલાકાત લીધી હતી અને તેમને પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. જોકે તેમણે BJP-JJP ગઠબંધનમાં પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે ધાનકે કહ્યું હતું કે, અંતિમ નિર્ણય પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે સલાહ-ચર્ચા બાદ લેવામાં આવશે. આદમપુર પેટાચૂંટણી અંગે એક સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ તારીખની જાહેરાત બાદ નિર્ણય લેશે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજ્યમાં પોતાની જમીન ગુમાવી ચુકી છે અને તે કેડર બનાવવામાં અસફળ રહી છે. "},{"Id":672897,"post_title":"દેશની પ્રથમ નોઝલ કોરોના વેક્સિનનું ટ્રાયલ પૂર્ણ : બૂસ્ટર ડોઝ તરીકે અપાશે આ રસી","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"નવી દિલ્હી,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર દેશને અત્યાર સુધીની સૌથી ભયાનક મહામારી માટેની પ્રથમ નોઝલ વેક્સિન મળી ગઈ છે.  કંપનીએ જાહેરાત\nhttps:\/\/atthistime.in\/bharat-biotech-completes-trials-for-indias-first-intranasal-covid-vaccine\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660716827638.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"નવી દિલ્હી,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર દેશને અત્યાર સુધીની સૌથી ભયાનક મહામારી માટેની પ્રથમ નોઝલ વેક્સિન મળી ગઈ છે.  કંપનીએ જાહેરાત કરી છે કે, આ વેક્સિનનું ત્રીજું અને અંતિમ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.ભારત બાયોટેકે દેશની પ્રથમ નાકથી આપવાની થતી કોરોના રસી, BBV-154ના ત્રીજા તબક્કાના ટ્રાયલને સફળતાપૂર્વક પાર કર્યું છે. જોકે આ નોઝલ વેક્સિન કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ તરીકે આપવામાં આવશે. BBV154 વેક્સિસન પરીક્ષણમાં સુરક્ષિત, સહન કરી શકાય એવી અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય દર્શાવવામાં આવી છે. આ નાકની રસી ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે.અહેવાલો અનુસાર BBV-154 નેઝલ વેક્સિન પ્રથમ અને બીજા ક્લિનિકલ ટ્રાયલમાં સફળ થઈ હતી અને આજે આઝાદીના પર્વ પર ત્રીજા ટ્રાયલમાં પણ સફળ થઈ છે. દેશમાં જે લોકો અગાઉ પ્રથમ અને બીજી રસી મેળવી ચૂક્યા હતા, તેમાં ત્રીજા અથવા બૂસ્ટર ડોઝ તરીકે આ ત્રીજા ટ્રાયલ પેટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.ત્રીજા તબક્કાના રસીના ટ્રાયલનો ડેટા માનવ ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીને મોકલવામાં આવ્યા છે. "},{"Id":672895,"post_title":"500 રૂપિયાની શરતના વિવાદમાં વધેરી નાખ્યું પાડોશીનું માથું, પછી કર્યું આત્મસમર્પણ","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"ગુવાહાટી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારફૂટબોલ મેચ પર માત્ર 500 રૂપિયાની શરતને લઈને વિવાદ બાદ આસામમાં એક વ્યક્તિઓ તેના જ\nhttps:\/\/atthistime.in\/man-beheads-villager-over-rs-500-reaches-police-station-with-severed-head\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660717464231.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"ગુવાહાટી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારફૂટબોલ મેચ પર માત્ર 500 રૂપિયાની શરતને લઈને વિવાદ બાદ આસામમાં એક વ્યક્તિઓ તેના જ ગામના એક વ્યક્તિનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે આ ક્રૂર કૃત્ય બાદ કપાયેલું માથું લઈને લગભગ 25 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન ગયો અને આત્મસમર્પણ કર્યું હતું.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે ઉત્તરી આસામના સોનિતપુર જિલ્લામાં બની હતી. જ્યારે સ્વાતંત્રતા દિવસની ઉજવણી માટે આયોજિત ફૂટબોલ મેચ પૂર્ણ થઈ હતી. આ ઘટના અંગે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા વ્યક્તિએ થોડા સમય પહેલા કથિત હત્યારા પાસેથી 500 રૂપિયા ઉધાર માગ્યા હતા પરંતુ તેણે ના પાડી દીધી હતી.પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફૂટબોલ મેચ બાદ ઈનામ તરીકે બકરી જીતનાર આરોપી તુનીરામ માદ્રીએ બોઈલા હેમરમને તેની સાથે કતલખાને જવા કહ્યું હતું. હેમરમે ના પાડી. આ કારણે તુનીરામ માદ્રી ગુસ્સે થઈ ગયો અને તેણે હેમરામ પર હુમલો કર્યો હતો.હેમરમની હત્યા કર્યા બાદ તુનિરામ તેનું કપાયેલું માથું લઈને ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેમા મોટા ભાઈએ કથિત રીતે તેની સાથે મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. બાદમાં તુનીરામ માદ્રી 25 કિમી ચાલીને પોલીસ સ્ટેશન ગયા હતા અને માથું કાપીને આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તુનીરામે કુહાડી જેવું હથિયાર પણ પોલીસને સોંપ્યું હતું જેના વડે તેણે હેમરમની હત્યા કરી હતી."},{"Id":672893,"post_title":"J&K: ગુલામ નબી આઝાદનું કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"– ગત 15 ઓગષ્ટના રોજ આઝાદ રાહુલ ગાંધી સાથે ‘આઝાદી ગૌરવ યાત્રા’માં પણ સામેલ થયા હતાનવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ\nhttps:\/\/atthistime.in\/j-and-k-ghulam-nabi-azad-resigns-as-president-of-congress-campaign-committee\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660709889986.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- ગત 15 ઓગષ્ટના રોજ આઝાદ રાહુલ ગાંધી સાથે 'આઝાદી ગૌરવ યાત્રા'માં પણ સામેલ થયા હતાનવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારજમ્મુ કાશ્મીરના રાજકારણમાં ભારે મોટી હલચલ જોવા મળી છે. દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્તિના અમુક કલાકોમાં જ તેમણે રાજીનામુ આપી દીધું હતું. આ સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના રાજકીય મુદ્દાઓની સમિતિની સદસ્યતામાંથી પણ ત્યાગપત્ર આપી દીધો છે. ગુલામ નબી આઝાદે કયા કારણસર રાજીનામુ આપ્યું તે હજુ સ્પષ્ટ નથી થયું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ગુલામ નબીના નજીકના ગણાતા વકાર રસૂલ વાનીને મંગળવારના રોજ પોતાના જમ્મુ કાશ્મીર એકમના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ 47 વર્ષીય વાનીને તે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાની સાથે જ 73 વર્ષીય આઝાદને ચૂંટણી અભિયાન સમિતિની કમાન સોંપી હતી. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે સોનિયા ગાંધીએ જમ્મુ કાશ્મીર કોંગ્રેસ કમિટી માટે ચૂંટણી અભિયાન સમિતિ તથા રાજકીય મુદ્દાઓની સમિતિ (પીએસી) સહિત 7 સમિતિઓની પણ રચના કરી હતી.  વેણુગોપાલે કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ ગુલામ અહમદ મીરનું પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ સ્વીકાર્યું હતું અને તેમના સ્થાને રસૂલ વાનીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. આઝાદના નજીકના ગણાતા વાની પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તથા બાનિહાલના ધારાસભ્ય રહી ચુક્યા છે. આઝાદ કોંગ્રેસના 'G-23' જૂથના પ્રમુખ સદસ્ય રહ્યા છે. આ નવી નિયુક્તિઓ બાદ એવું માનવામાં આવતું હતું કે, કોંગ્રેસ હાઈકમાન અને ગુલામ નબી આઝાદ વચ્ચેના સંબંધોમાં સુધારો આવ્યો છે. ગત 15 ઓગષ્ટના રોજ આઝાદ રાહુલ ગાંધી સાથે 'આઝાદી ગૌરવ યાત્રા'માં પણ સામેલ થયા હતા પરંતુ આ બધા વચ્ચે રાજીનામાના સમાચાર આંચકારૂપ છે. "},{"Id":672891,"post_title":"BJPના મંત્રીનો બફાટ, છેડ્યું ધર્મયુદ્ધ: “રાષ્ટ્રવિરોધીઓએ પાકિસ્તાન જવું જોઈએ, આ જમીન મુસ્લિમોના…”","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"નવી દિલ્હી,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર કર્ણાટકના શિવમોગામાં આમિર અહેમદ સર્કલમાં સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક રહેલા\nhttps:\/\/atthistime.in\/congress-supporting-anti-nationals-this-land-is-not-of-anyones-father-bjps-eshwarappa\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660719732246.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"નવી દિલ્હી,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર કર્ણાટકના શિવમોગામાં આમિર અહેમદ સર્કલમાં સ્વતંત્રતા સેનાની વીર વિનાયક દામોદર સાવરકર અને મૈસૂરના શાસક રહેલા ટીપુ સુલ્તાનના પોસ્ટર લગાવવા અંગે થયેલા વિવાદમાં સોમવારે પ્રેમસિંહ અને પ્રવીણ નામના બે હિન્દુ યુવકો પર ચાકુથી હુમલો કરાયો હતો. આ પોસ્ટર વિવાદને લઇને હવે બીજેપી ધારાસભ્ય ઇશ્વરપ્પાએ એક નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, \"જ્યાં ઇચ્છા હશે ત્યાં અમે પોસ્ટર લગાવીશું. શાંતિથી રહેવું હોય તો રહો, શાંતિથી રહેવું હોય તો રહો આ કોઈના બાપની જમીન નથી, અને રાષ્ટ્રવિરોધીઓએ પાકિસ્તાન જવું જોઈએ. BJP ધારાસભ્યએ કહ્યું કે, અહીં સ્થિતિ નિયંત્રણમાં છે. શિવમોગામાં જે બન્યું તેના માટે કોંગ્રેસના કાઉન્સિલર જવાબદાર છે. કોંગ્રેસ દેશ વિરોધીઓને સમર્થન આપી રહી છે, આ ઘટના 100 ટકા એક પ્લાનિંગ હતુ. આ અથડામણ પછી પોલીસે હુમલો કરનારા ચાર લોકોની ધરપકડ કરી હતી. વધુમાં કલેક્ટરે શિવમોગા અને ભદ્રાવતી ટાઉનમાં ૧૮મી ઑગસ્ટ સુધી કલમ ૧૪૪ લાગુ કરી હતી તેમજ સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી હતી. #WATCH | Karnataka: BJP MLA from Shivamogga, KS Eshwarappa says, \"...I am directly saying that not only in Shivamogga, not only in South but across the country in all states it is Congress who is supporting anti-nationalists like PFI, SDPI...\" pic.twitter.com\/AhCjAiuF5X— ANI (@ANI) August 17, 2022 પોસ્ટરનો વિવાદ વધ્યોકર્ણાટકના શિવમોગાથી શરૂ થયેલો પોસ્ટર વિવાદ રાજ્યભરમાં વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે ઉડુપીના બ્રહ્મગીરી સર્કલ પર ફ્લેક્સ પોસ્ટરથી વિવાદ વકર્યો છે. પોસ્ટરમાં વીર સાવરકર અને સુભાષ ચંદ્ર બોઝની તસવીર છે જેમાં 'જય હિંદ રાષ્ટ્ર' પણ લખવામાં આવ્યું છે.કોંગ્રેસે ચેતવણી આપીસુભાષ ચંદ્ર બોઝ સાથે સાવરકરની તસવીર સાથેનું આ પોસ્ટર 15 ઓગસ્ટથી ઉડુપીના આ ચોક પર લગાવવામાં આવ્યું છે. શિવમોગામાં સાવરકરના પોસ્ટર લગાવ્યા બાદ પહેલેથી જ તણાવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને 15થી 18 ઓગસ્ટ સુધી પોસ્ટર લગાવવાની મંજૂરી આપી છે. પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે, પોસ્ટર પરવાનગી વગર લગાવવામાં આવ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈનું કહેવુ છે કે, તેઓ આ મુદ્દાનો ઉકેલ શોધી કાઢશે. ઉડુપીમાં હાલમાં શાંતિ છે, પરંતુ જે રીતે શિવમોગા અને અન્ય વિસ્તારોમાં તણાવ ફેલાયો હતો, પોલીસે સમયસર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ પણ વાંચો: કર્ણાટકમાં સાવરકર અને ટીપુ સુલ્તાનના પોસ્ટર મુદ્દે તંગદિલી : બે યુવક પર હુમલો"},{"Id":672889,"post_title":"મફત યોજનાઓ શું છે પહેલાં નક્કી કરો, મનરેગા દેશમાં જીવન જીવવાની ગરીમા આપે છે: રેવડી કલ્ચર મુદ્દે SC","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર SC on Freebies: સુપ્રીમ કોર્ટ (SC)એ બુધવારે ‘ Freebies’ એટલે કે મફતની જાહેરાત અંગે\nhttps:\/\/atthistime.in\/what-is-a-freebie-sc-asks-political-parties-focus-on-manrega-that-gives-dignity-of-living\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660723792710.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર SC on Freebies: સુપ્રીમ કોર્ટ (SC)એ બુધવારે ' Freebies' એટલે કે મફતની જાહેરાત અંગે સુનાવણી કરતા તમામ પક્ષકારો અને સરકારને કહ્યું કે, સૌથી પહેલાં નક્કી કરો કે આ ફ્રીબીઝ શું છે તેની વ્યાખ્યા નક્કી કરવી જોઈએ આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, કેન્દ્ર પાસે હાલ મનરેગા જેવી યોજનાઓ છે, જે જીવનને ગૌરવ અપાવે છે.CJI NV રમનાની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે સુનાવણી કરતા કહ્યું, કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MNREGA) જેવી યોજનાઓ છે જે જીવન જીવવાનું ગૌરવ પ્રદાન કરે છે. મને નથી લાગતું કે, પક્ષો માત્ર વચનો પર ચૂંટાય છે. કેટલાક વચનો આપે છે અને હજુ પણ ચૂંટાતા નથી.સુપ્રીમ કોર્ટ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં તેમણે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત વસ્તુઓના વચનનો વિરોધ કર્યો છે. અરજીમાં ચૂંટણી પંચને તેમના ચૂંટણી પ્રતીકો જપ્ત કરવા અને પક્ષોની નોંધણી રદ કરવા માટે તેની સત્તાનો ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી છે.બુધવારે PILની સુનાવણી કરતા CJI રમણાએ કહ્યું કે, રાજ્યમાં રાજકીય પક્ષોને મતદારોને વચનો આપતા રોકી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે, હવે ફ્રીબીઝ શું છે તેની વ્યાખ્યા કરવી પડશે.જોકે CJI રમણાએ પૂછ્યું, \"શું દેશમાં કે રાજ્યમાં હેલ્થકેર, પીવાના પાણીની સુવિધા, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની એક્સેસને મફત ગણી શકાય?\"આ સિવાય સુપ્રીમ કોર્ટે આ મામલે ચર્ચા કરવા અને સૂચન કરવા માટે પેનલની રચના કરવાના મુદ્દે તમામ હિતધારકો પાસેથી મંતવ્યો માંગ્યા હતા.PILનો વિરોધ :ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીનો વિરોધ કરીને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ મફત જાહેરાતના સમર્થનમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ મુદ્દામાં હસ્તક્ષેપની માંગ કરતા, ડીએમકેએ તેની અરજીમાં દલીલ કરી હતી કે મફતનો અવકાશ \"વિશાળ\" છે."},{"Id":672887,"post_title":"બિહારમાં જંગલરાજ! કાયદા મંત્રી સામે કિડનેપિંગના કેસમાં અરેસ્ટ વોરન્ટ બહાર પડ્યું","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"– કાયદા મંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ પટના જિલ્લાના બિહટા પોલીસ સ્ટેશનમાં રાજીવ રંજન ઉર્ફે રાજુ સિંહના અપહરણનો કેસ દાખલ છેપટના,\nhttps:\/\/atthistime.in\/arrest-warrant-issued-against-bihar-law-minister-in-kidnapping-case\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660723811593.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- કાયદા મંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ પટના જિલ્લાના બિહટા પોલીસ સ્ટેશનમાં રાજીવ રંજન ઉર્ફે રાજુ સિંહના અપહરણનો કેસ દાખલ છેપટના, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારબિહારમાં નવી સરકારના કાયદામંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ અરેસ્ટ વોરેન્ટ બહાર પાડતા રાજકારણ ગરમાયું છે. મુંખ્યમંત્રી નીતીશ કુમારે આ મામલે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, તેમને આ મામલાની કોઈ જાણકારી નથી. તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ કાર્તિકેય સિંહે મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. તે દિવસે તેમણે કિડનેપિંગના કેસમાં કોર્ટમા હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર નહોતા થયા. કાયદા મંત્રી વિરુદ્ધ અરેસ્ટ વોરેન્ટ બહાર પડવાને કારણે નીતીશ સરકાર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પટનામાં બુધવારે બપોરે એક કાર્યક્રમમાંથી નીકળ્યા ત્યારે મીડિયાએ તેમને કાર્તિકેય સિંહ વિશે સવાલો પૂછ્યા હતા. જોકે, તેમણે એમ કહીને વાત ટાળી દીધી હતી કે, આ કેસ વિશે તેમને કોઈ જાણકારી નથી. શું છે મામલો?કાયદા મંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ પટના જિલ્લાના બિહટા પોલીસ સ્ટેશનમાં રાજીવ રંજન ઉર્ફે રાજુ સિંહના અપહરણનો કેસ દાખલ છે. આ જ મામલે પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પણ આરોપી છે. આ મામલે તેમણે બુધવારે કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ તેઓ હાજર નહોતા રહ્યા. હવે તેમના વિરુદ્ધ અરેસ્ટ વોરેન્ટ બહાર પાડવામાં આવ્યું છે. બીજેપીના નીતીશ સરકાર પર પ્રહારબીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું કે, કાર્તિકેય સિંહે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. મુખ્યમંત્રીએ મીડિયા સામે આવીને સ્પષ્ટ કરવું જોઈએ. કાર્તિકેય સિંહે કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું પરંતુ તેઓ મંત્રી પદના શપથ ગ્રહણ કરી રહ્યા હતા.  "},{"Id":672885,"post_title":"ગુજરાતમાં સ્ટીલના રસ્તાના નિર્માણ બાદ હવે ‘પરાળી’ પર પ્રયોગ ચાલુ","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"– ઓવરલોડિંગની સમસ્યા તથા ઘણી વખત રોડ બનાવનારા લોકોની નિયતમાં ખામી હોવાથી રોડ પર ખાડાઓ પડે છેનવી દિલ્હી, તા. 17\nhttps:\/\/atthistime.in\/after-construction-of-steel-road-in-gujarat-experiment-on-parali-on-way\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660723848314.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- ઓવરલોડિંગની સમસ્યા તથા ઘણી વખત રોડ બનાવનારા લોકોની નિયતમાં ખામી હોવાથી રોડ પર ખાડાઓ પડે છેનવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં જેટલા પણ માર્ગ અકસ્માત થાય છે તે પૈકીના એક તૃતિયાંશ (1\/3) મોત ભારતમાં નોંધાય છે. દેશમાં સારામાં સારા રસ્તાના નિર્માણ છતાં પણ છોડા સમયમાં જ તેના પર ખાડાઓ પડી જાય છે. આ મામલે માત્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની રસ્તાઓ અંગે સંશોધન કરતી એકમાત્ર સંસ્થા સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના (CRRI) ડિરેક્ટર રંજના અગ્રવાલે પોતાનો મત રજૂ કર્યો હતો. રંજના અગ્રવાલના કહેવા પ્રમાણે તેમની સંસ્થામાં રસ્તાઓની ડિઝાઈન તથા સુરક્ષા માટે અલગ વિંગ આવેલી છે. તેમાં તેઓ પ્રશિક્ષણ અને ઓડિટ કામ કરે છે. તેમની સંસ્થાએ હજારો કિમી રસ્તાઓનું નિરીક્ષણ કરીને બ્લેક સ્પોટ ઓળખ્યા છે તથા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) કે રાજ્યોની રોડ ઓથોરિટીની મદદથી તેને ઠીક કરાવ્યા છે. પરાળીનો પ્રયોગતેમની સંસ્થા હાલ ડાંગર અને ઘઉંની કાપણી બાદ જે પરાળી બચે તેના નિકાલ માટે ટેક્નોલોજી વિકસિત કરી રહી છે. પરાળીને ખૂબ ઉંચા તાપમાને લઈ જઈને ચારકોલની માફક ઈંધણ તરીકે ઉપયોગ કરવા લાયક બનાવાઈ રહી છે. તેના વડે બાયો-એથેનોલ અને બાયો-બિટુમેન બનાવવામાં આવી રહ્યા છે. તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે, બિટુમેનમાં 30 ટકા સુધી પરાળીમાંથી બનાવાયેલો બાયો-બિટુમેન ભેળવીને રસ્તાઓ બનાવાવમાં આવે. રોડના નિર્માણ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અન્ય એક સંસ્થાએ ડાંગરની પરાળીમાંથી પ્લાયબોર્ડ બનાવવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ સહિતના પ્રાંતમાં પાકની લણણી બાદ ખેતરમાં બચેલી પરાળી સળગાવી દેવાના કારણે પર્યાવરણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. ઓવરલોડિંગની સમસ્યા, ગુજરાતનો સ્ટીલ રોડવધુમાં જણાવ્યું કે, આપણા રસ્તાઓ 10.5 ટનના એક્સેસ લોડ માટે બન્યા છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, મોટા ભાગના રસ્તાઓ પર 24 ટન એક્સલ લોડના વાહનો ચાલી રહ્યા છે. આ કારણે રસ્તાઓ કોઈક જગ્યાએ દબાય છે અને ક્યાંક ઉંચા આવે છે. તે જગ્યાઓમાં પાણી ભરાવાના કારણે ખાડા પડે છે. આ સાથે જ સ્ટીલના કચરાની કપચી વડે અને પ્લાસ્ટિકના ઉપયોગ વડે રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરીને ગુજરાતના સ્ટીલ સ્લેગમાંથી બનેલા રસ્તા વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હજીરાથી સુરત સુધીનો રસ્તો ભારે વાહનોની અવર-જવરના કારણે હંમેશા ખરાબ સ્થિતિમાં રહેતો હતો. રસ્તાનો એક કિમી સુધીનો હિસ્સો સંપૂર્ણપણે સ્ટીલ સ્લેગમાંથી બનાવવામાં આવ્યો છે અને તેનું દરેક પ્રકારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તે 28 ટન એક્સલ લોડ વહન કરવામાં સફળ નોંધાયો છે. વધુ વાંચોઃ સુરતમાં ઔદ્યોગિક વિસ્તારમાં ભારતનો પ્રથમ સ્ટીલ રોડ તૈયાર કરાયો, એક વર્ષ સુધી પરીક્ષણ કરાયું હતું રસ્તાઓના નિર્માણ માટેની ટેક્નોલોજીમાં કોઈ ખામી નથીરંજના અગ્રવાલના કહેવા પ્રમાણે આપણી રસ્તાઓ બનાવવા માટેની ટેક્નોલોજીમાં કોઈ ઉણપ નથી. રોડના નિર્માણ માટેની તમામ ટેક્નોલોજી પરીક્ષણમાંથી પસાર થયેલી છે. પરંતુ ઘણી વખત રોડ બનાવનારા લોકોની નિયતમાં ખામી હોય છે. તેમાં ઈમાનદારી અને નિષ્ઠાનો અભાવ જોવા મળે છે. "},{"Id":672882,"post_title":"કોઈ કારણ વગર પતિ સાથે ન રહેવુ એ માનસિક ત્રાસ આપવા સમાનઃ કોર્ટ","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારમધ્યપ્રદેશની ફેમિલી છૂટાછેટાના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે\nhttps:\/\/atthistime.in\/not-staying-with-husband-without-any-reason-is-tantamount-to-mental-torture-said-court\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660727049589.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારમધ્યપ્રદેશની ફેમિલી છૂટાછેટાના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે કે, પતિ સાથે કોઈ યોગ્ય કારણ વગર ન રહેવું એ તેને ત્રાસ આપવા સમાન છે. સાથે જ આ એક પ્રકારની ક્રૂરતા છે. કોર્ટે પતિની છૂટાછેડાની અરજીને મંજૂર આપી છે. - 2016માં લગ્ન કર્યાએડવોકેટ મનોજ બિનીવાલેએ જણાવ્યું હતું કે, 2016માં ઈન્દોરના રહેવાસી સિદ્ધેશ્વર કુમારના લગ્ન જયપુરની કરીના સિંહ સાથે થયા હતા. બંને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યા હતા અને થોડા દિવસો બાદ લગ્ન કરી લીધા હતા. પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી કે, લગ્ન બાદ પત્નનું વર્તમ બદલાઈ ગયું છે. લગ્નની પહેલી જ રાત્રે પત્નીએ તેને કહ્યું હતું કે, તે કોઈ બીજા સાથે રિલેશનશિપમાં છે અને આગામી દિવસોમાં પણ રહેશે. ત્યાર બાદ સિદ્ધેશ્વરે તેને પોતાની પત્નિ તરીકે સ્વીકારી લીધી હતી. સિદ્ધેશ્વરે જણાવ્યું હતું કે, તેણે તેની પત્નીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માનવા તૈયાર નહોતી. તે તેના પતિને જાણ કર્યા વિના જ ઘર છોડીને જતી રહી હતી. ક્યારેક તે મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતી તો ક્યારેક ફોન પણ ઉપાડતી નહીં. ત્યાર બાદ તેણે કહ્યું હતું કે, તે ભવિષ્યમાં પોતાના પ્રેમી સાથે રહેશે. આ ઘટના બાદ સિદ્ધેશ્વરે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. "},{"Id":672880,"post_title":"સાવલીમાંથી ઝડપાયેલા રૂ. 1125 કરોડના 225 કિલો MD ડ્રગ્સ કેસમાં ચાર લોકોની ધરપકડ","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"અમદાવાદ,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર ગુજરાતમાં એક જ દિવસમાં ભરૂચના પાનોલી અને વડોદરાના સાવલીની ફેક્ટરીઓમાં ગુજરાત ATSએ રેડ કરીને મોટી માત્રામાં\nhttps:\/\/atthistime.in\/gujarat-ats-arrest-4-person-in-savlis-225-kg-md-drug-case\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660728931503.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"અમદાવાદ,તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર ગુજરાતમાં એક જ દિવસમાં ભરૂચના પાનોલી અને વડોદરાના સાવલીની ફેક્ટરીઓમાં ગુજરાત ATSએ રેડ કરીને મોટી માત્રામાં MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ.  વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાં ડ્રગ્સ (MD Drugs) બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. જેના પગલે ગુજરાત ATS આજે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. કુલ 225 કિલો એમડી ડ્રગ્સગુજરાત એટીએસના જણાવ્યા પ્રમાણે, સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના બે વેપારીઓ અહીં વેર હાઉસ રાખીને ધંધો કરી રહ્યા છે. જે બાદ તપાસ કરીને બંને આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી હતી.પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે કે, ફેક્ટરીમાં દરોડા પાડીને કુલ 225 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે,જેનિ કિંમત 1125.265 કરોડ છે. આ સિવાય 14 લાખ રોકડ પણ કબ્જે કરીને કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ કેસમાં સુરતના મહેશ વૈષ્ણવની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, વડોદરાનો સાગરિત પિયુષ પટેલ સાવલી તાલુકાનાં એક ગામમાં કંપનીનું બાંધકામ કરાવી રહ્યાં છે. હાલ આ કંપની બંધાઇ રહી છે અને ત્યાં મશીનો પણ મુકવામાં આવ્યા છે. આજ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સનો જથ્થો સંતાળ્યો હતો. તેમજ આ ડ્રગ્સને પ્રોસેસ કરીને દિનેશ આલાભાઇ ધ્રુવ ઇબ્રાહિમ હુસેન અને તેના દિકરા બાબા ઇબ્રાહિમ અને અન્ય એક માણસને આપ્યો હતો. આ કેસ અંગે પકડાયેલ આરોપી દિનેશ આલાભાઇ ધ્રુવની આ અગાઉ 1994માં જેતપુર એન.ડી.પી કેસમાં ધરપકડ થઇ હતી જેમાં તેણે 12 વર્ષની જેલની સજા પણ થઇ હતી. તેમજ મહેશ ઉર્ફ મહેશ વૈષ્ણવની પણ 1998માં ભાવનગર કસ્ટમના એન ડી પી એસ કેસમાં ધરપકડ થઇ હતી. જેમાં તેણે 9 વર્ષની જેલની સજા ભોગવી વધુમાં જણાવ્યુ કે, આરોપીઓ મહેશે રાકેશ, દિલીપ અને વિજય મારફતે આ માલ તૈયાર કરાવ્યો હતો. આ લોકોએ સાથે મળીને ભરૂચની ફેક્ટરીમાં ગત વર્ષે આ જથ્થો બનાવ્યો હતો. રાકેશ અને વિજયે આ લિક્વીડ જથ્થો બનાવ્યો હતો. રાકેશ જે મૂળ ગીરસોમનાથ જિલ્લાનો છે અને તેને એમએસસી કેમેસ્ટ્રી કર્યું છે. તે 2011થી મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરતો હતો. લિક્વિડને પાવડર ફોમમાં બનાવતા જે બાદ તેમના અન્ય સાગરિતો અન્ય જગ્યાએ લઇ જઇને આ લિક્વિડને પાવડર ફોમમાં બનાવતા હતા. આ માલને તૈયાર કરીને માલને રાજસ્થાન અને મુંબઇ પણ લઇ જવાતો હતો. આ ચાર સાથેના અન્ય લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યાં છે. આ કેસમાં  ભરૂચ, વડોદરા, જામનગર એસઓજીની પણ મદદ લેવામાં આવી છે.આ અંગે પોલીસે આલીશાન બંગલામાં રહેતા મહેશની પત્ની સાથે વાત કરતા જાણવા મળ્યુ કે, તેઓ પતિના આ કાળા વ્યવસાયથી અજાણ હતા. મહેશ વૈષ્ણવ મૂળ ધોરાજીના વતની છે. અઢી વર્ષ પહેલાં લગ્ન બાદ તેઓ સુરત સ્થાયી થયા હતાં. તેની પત્ની બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે.આટલુ જ નહી આ ડ્રગ્સના કારોબારમાં આલીશાન બંગ્લામાં રહેતા મહેશનો ફ્લેટ પોતાનો નહી પરંતુ પત્નીનો હોવાનું જાણવા મળ્યું છે. મહેશ વૈષ્ણવ ડ્રગ્સનો ધંધો કરે છે તે વિશે સોસાયટીના રહીશો પણ અજાણ છે."},{"Id":672878,"post_title":"બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ પહેલી વાર લાલુ યાદવ આજે પટના આવશે","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"– બિહારમાં જે રીતે છેલ્લા અઠવાડિયામાં રાજકીય ઉથલપાથલ થઈ તે દરમિયાન લાલુ યાદવ પટનામાં નહોતાપટના, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારRJD\nhttps:\/\/atthistime.in\/lalu-yadav-will-come-to-patna-today-for-the-first-time-after-the-political-upheaval-in-bihar\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660728505104.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- બિહારમાં જે રીતે છેલ્લા અઠવાડિયામાં રાજકીય ઉથલપાથલ થઈ તે દરમિયાન લાલુ યાદવ પટનામાં નહોતાપટના, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારRJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ આજે એટલે કે, બુધવારે સાંજે 6:00 વાગ્યે પટના પહોંચશે. લાલુ પ્રસાદ યાદવની સાથે તેમની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી પણ સાથે હશે. લાલુ પ્રસાદ યાદવ હાલમાં દિલ્હીમાં પોતાની પુત્રી મીસા ભારતીના આવાસ પર જ આરોગ્ય લાભ લઈ રહ્યા છે. દિલ્હી એઈમ્સમાં સારવાર બાદ લાલુ સતત મીસા ભારતીના આવાસ પર જ રહી રહ્યા હતા. લાલુ પ્રસાદ યાદવ બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ દિલ્હીથી આજે પહેલી વાર પટના પહોંચશે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેઓ હવે સ્વસ્થ થઈ ગયા છે. લાલુ પ્રસાદ યાદવના ડોક્ટર્સે તેમને દિલ્હીથી પટના જવાની અનુમતિ આપી દીધી છે. આવી સ્થિતિમાં તેમનું પટનામાં આગમનને લઈને RJD સમર્થકો કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધી શકે છે. બિહારમાં જે રીતે છેલ્લા અઠવાડિયામાં રાજકીય ઉથલપાથલ થઈ તે દરમિયાન લાલુ યાદવ પટનામાં નહોતા. આવી સ્થિતિમાં હવે બિહારમાં ગઠબંધનની સરકાર બની છે. મંત્રીઓમાં વિભાગોની વહેંચણી પણ થઈ ચૂકી છે. ત્યારે હવે પટનામાં લાલુ યાદવના આગમનને લઈને ખળભળાટ મચી ગઈ છે. લાલુ યાદવ આજે સાંજે 6:00 વાગ્યે પટના પહોંચશે. પટના એરપોર્ટ પર લાલુ યાદવના સ્વાગતમાં સમર્થકોની ભારે ભીડ પણ એકઠી થઈ શકે છે.એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, લાલુ પ્રસાદ યાદવનું પટના આગમન થતા જ તેમની મૂલાકાત ટૂંક સમયમાં બિહારના સીએમ નીતીશ કુમાર સાથે થશે. આવી સ્થિતિમાં હવે નીતીશ કુમાર અને લાલુ યાદવ ફરીથી એક સાથે આવતા બિહારના રાજકારણમાં કયા નવા સમીકરણ બનાવશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે. પરંતુ લાલુ યાદવના પટના આગમનને લઈને બિહારનું રાજકારણ જરૂર ગરમાશે. "},{"Id":672876,"post_title":"સુરત: શહેરમાં તુટેલા રસ્તાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ, વાહનચાલકોની મુશ્કેલી વધી","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"– પાલિકાએ હાલમાં જ  યુધ્ધના ધોરણે રસ્તા રીપેરીંગની કામગીરી કરી હતી તે રસ્તાઓ પણ તુટી જતાં કામગીરી સામે શંકા: ઉતાવળે\nhttps:\/\/atthistime.in\/surat-due-to-broken-roads-in-the-city-traffic-jams-in-many-places-problems-of-motorists-increased\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660732263881.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- પાલિકાએ હાલમાં જ  યુધ્ધના ધોરણે રસ્તા રીપેરીંગની કામગીરી કરી હતી તે રસ્તાઓ પણ તુટી જતાં કામગીરી સામે શંકા: ઉતાવળે રસ્તા રીપેર કરવામાં વેઠ ઉતારવામા આવી હતી ?પ્રતિનિધિ દ્વારા, સુરત, બુધવારસુરતમાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણીનો ભરાવો થયો છે તો શહેરના અનેક રસ્તાઓ તુટી જતાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. પાલિકાએ રસ્તા રીપેરની કામગીરી યુધ્ધના ધોરણે પુરી કરી  હતી તે રસ્તાઓ પણ આ વરસાદમાં ધોવાઈ જતાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયાં છે. ઉતાવલણાં રસ્તા રીપેર કરવાની કામગીરીમાં વેઠ ઉથારવામા ંઆવી  હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. સુરતમાં વરસાદની ફરીથી ધમાકેદાર ઈનિંગના કારણે સુરતનું જન જીવન પર માઠી અસર પડી રહી છે. શહેરના કેટસલાક વિસ્તારમાં વરસાદ અને ખાડીના પાણીનો ભરાવો થયો છે તો બીજી તરફ  ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ તુટી ગયાં છે. આ પહેલાં રસ્તા તુટી ગયાં હતા અને શહેરીજનોમાં ભારે આક્રોશ હતો ત્યારે પાલિકા કમિશ્નરને માત્ર ત્રણ દિવસમાં શહેરના તમામ રસ્તા રીપેર થઈ જશે તેવો દાવો કર્યો હતો. જોકે, ત્રણ દિવસમાં રસ્તા રીપેર થયાં ન હતા અને આ રીપેર થયેલા રસ્તાઓનો ઉપયોગ શરુ થયો તેમાં વરસાદ ફરી શરુ થતાં રસ્તા પહેલાં કરતાં પણ વધુ તુટી ગયાં છે. પાલિકાના તમામ ઝોનમાં રસ્તા બિસ્માર બની ગયાં છે તેમાં પણ  બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ તથા સર્કલની  આસપાસના રસ્તા સૌથી વધુ બિસ્માર બન્યા છે. થોડા દિવસો પહેલાં જ રસ્તા રીપેર કરવામાં આવ્યા છે તે રસ્તા ફરી તુટી જતાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ થઈ  રહ્યાં છે. પાલિકા કહે છે ગેરંટી પીરીયડવાળા રસ્તા કોન્ટ્રાક્ટરના ખર્ચ અને જોખમે રીપેર થાય છે આ રસ્તા પર પાલિકાને ભલે ખર્ચ લાગતો ન હોય પરંતુ તુટેલા રસ્તાના કારણે વાહન ચાલકોની હાલત વધુ કફોડી થઈ રહી છે તેથી આ રસ્તા કામ ચલાઉ નહીં પરંતુ મજબુત રીતે ઉપયોગ થાય તેવી રીતે રીપેર કરવા લોકો માગણી કરી રહ્યાં છે. આ તુટેલા રસ્તાના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે અને શહેરમા અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ રહ્યાં હોવાથી લોકોની હેરાનગતિમા વધારો થઈ રહ્યો છે અને લોકો પાલિકાની રસ્તા રીપેરની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. "},{"Id":672874,"post_title":"BJPના નવા સંસદીય બોર્ડમાંથી શિવરાજ સિંહ-ગડકરી બાકાત, ફડણવીસ ચૂંટણી સમિતિમાં","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"– બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સદસ્ય તરીકે સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુંનવી\nhttps:\/\/atthistime.in\/shivraj-singh-gadkari-excluded-from-bjps-new-parliamentary-board-fadnavis-in-election-committee\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660728023424.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સદસ્ય તરીકે સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુંનવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારભાજપના સંસદીય બોર્ડમાં ભારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સંસદીય બોર્ડની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી તથા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સંસદીય બોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. સાથે જ આ બંને મંત્રીઓને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા છે. બોર્ડમાંથી ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણને દૂર કરવામાં આવ્યા છે જ્યારે બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સદસ્ય તરીકે સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. ચૂંટણી સમિતિમાંથી પણ દૂર કરાયાપાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીને પાર્ટીની સૌથી શક્તિશાળી બોડીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સાથે જ ભાજપની ચૂંટણી સમિતિમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી શિવરાજ સિંહ ચૌહાણ, ગડકરી તથા શાહનવાજ હુસૈનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપના પ્રમુખ જેપી નડ્ડા તે સમિતિના અધ્યક્ષ ગણાશે.  ચૂંટણી સમિતિમાં ફડણવીસને સ્થાનમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવસીને ભાજપના બીજા નંબરના સૌથી શક્તિશાળી બોડીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બોડીમાં રાજસ્થાનના નેતા ઓમ માથુર તથા વન મંત્રી ભૂપેન્દ્ર યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે. ફડણવીસે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બંને નવી યાદીઓનું રાજકીય સ્તરે ખૂબ જ મહત્વ જણાઈ રહ્યું છે. ભાજપે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં શિવસેનાની ટીમ શિંદે સાથે મળીને સરકાર રચી છે. આ સરકારમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી તરીકે સંતોષ માનવો પડ્યો છે. ફડણવીસ અગાઉ મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને તેઓ નાયબ મુખ્યમંત્રી બનવા પણ નહોતા ઈચ્છતા. ત્યાર બાદ અચાનક જ કેન્દ્રીય નેતૃત્વના આદેશ પર તેમણે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી દિગ્ગજ ચહેરા નિતિન ગડકરીને સંસદીય બોર્ડ તથા ચૂંટણી સમિતિમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે અને દેવેન્દ્ર ફડણવીસનું કદ વધારાયું છે. બીજી બાજુ ભાજપે કર્ણાટકના સમીકરણને સાધવાનો પણ પ્રયત્ન કર્યો છે. ભાજપે થોડા સમય પહેલા જ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કર્યું હતું અને વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રીની પસંદગીમાં પોતાની કોઈ વાત નહોતા મનાવી શક્યા. ત્યારે હવે ભાજપે તેમને કેન્દ્રના રાજકારણમાં લાવીને 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણને સાધવા કવાયત હાથ ધરી છે. શાહનવાજ હુસૈનને ડબલ શોકશાહનવાજ હુસૈન એક સમયે ભાજપના કેન્દ્રના રાજકારણનો હિસ્સો ગણાતા હતા અને 2020માં ભાજપે જ્યારે બિહારમાં જેડીયુ સાથે મળીને સરકાર રચી તો શાહનવાજ હુસૈનને દિલ્હીથી પટના મોકલી દેવામાં આવ્યા હતા અને તેઓ કેબિનેટમાં મંત્રી બન્યા હતા. જેડીયુએ હવે ભાજપ સાથે છેડો ફાડીને આરજેડી સાથે મળી સરકાર રચી એટલે ભાજપના મંત્રીઓએ પણ પોતાની ખુરશી ગુમાવવી પડી છે. ત્યારે શાહનવાજ હુસૈને હવે મંત્રી પદની ખુરશી ગુમાવ્યા બાદ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ બહાર થવું પડ્યું છે. "},{"Id":672872,"post_title":"અગાઉના પતિ પાસેથી પુત્ર પાછો મેળવવા સહકાર ન આપી ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે પતિ વિરુદ્ધ ફેરિયાદ","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"વડોદરા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારઅગાઉના લગ્ન જીવન દરમિયાન જન્મેલ પુત્ર પાછો મેળવવા સહકાર ન આપી શારીરિક અને માનસિક ત્રાસ\nhttps:\/\/atthistime.in\/complaint-against-husband-alleging-torture-for-non-cooperation-in-getting-son-back-previous-husband\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660732885146.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"વડોદરા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારઅગાઉના લગ્ન જીવન દરમિયાન જન્મેલ પુત્ર પાછો મેળવવા સહકાર ન આપી શારીરિક અને માનસિક ત્રાસ આપવા અંગે પરિણીતાએ પતિ તથા સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે આરોપીઓ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર, મારામારી, દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા પ્રથમ લગ્ન વર્ષ 2011 દરમ્યાન મારી કેરાલીયન જ્ઞાતિના રીતે રિવાજ મુજબ સમાજના મૃણાલ નાયર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ ઘર કંકાસથી કંટાળી ફેમિલી કોર્ટના માધ્યમથી છૂટાછેડા લીધા હતા. જોકે છૂટાછેડાના સમયગાળા દરમિયાન મનોજ આચાર્ય ( રહે - મનહરપાર્ક સોસાયટી, નોવિનો) સાથે પરિચય થતા લગ્ન કરવાનું તથા ભવિષ્યમાં પુત્રને સ્વીકારવાનું નક્કી કર્યું હતું. જોકે હાલ છુટાછેડા લઈ બાદમાં પુત્રની કસ્ટડી માટે અરજીનો ભરોસો આપી પુત્રની કસ્ટડી કાયમી અગાઉના પતિ પાસે રહેશે તેવું નોટરાઇસ કરાવ્યું હતું. બીજા લગ્ન બાદ સંતાનમાં પુત્રીનો જન્મ થયો હતો. પ્રેગ્નન્સી દરમિયાન પતિએ ઘરમાં પુરી મને માર મારતા તબિયત લથડી હતી. દરમિયાન તું કેમ મોડી રાત સુધી ઓનલાઈન રહે છે તેમ કહી પતિએ ઝઘડો કર્યો હતો. દહેજ પેટે પણ 10 લાખ રૂપિયાનું દબાણ કરતા હતા. તાજેતરમાં રસ્તામાં મારા પતિએ રોકી મને જણાવ્યું હતું કે, તારી કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તું નોકરી પર ગઈ નથી કોની સાથે ફરી રહી છે. તેમ કહી અપશબ્દ બોલ્યા હતા. ત્યારબાદ ફરી વખત મને રસ્તામાં રોકી અપ શબ્દો બોલતા હું એ પોલીસને ફોન કરવાનો પ્રયાસ કરતા મારા હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લીધો હતો. જેથી નજીકની દુકાને જઈ પોલીસને ફોન કરતા પતિ નાસી છૂટ્યો હતો."},{"Id":672871,"post_title":"બિલ્કિસ બાનો કેસ મામલે રાહુલ ગાંધીએ સાધ્યું વડાપ્રધાન મોદી પર નિશાન","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"– બિલ્કીસ બાનોના કેસમાં દોષિતોને છોડવા પર રાહુલ ગાંધી રોષે ભરાયા છે, તેમણે કહ્યું હતું કે, આખો દેશ PM મોદીની\nhttps:\/\/atthistime.in\/rahul-gandhi-says-entire-country-seeing-difference-between-pm-modis-words-deeds\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660730824131.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- બિલ્કીસ બાનોના કેસમાં દોષિતોને છોડવા પર રાહુલ ગાંધી રોષે ભરાયા છે, તેમણે કહ્યું હતું કે, આખો દેશ PM મોદીની વાતો અને કામમાં તફાવત જોઈ રહ્યો છેનવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિને લઈને PM મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આખો દેશ વડાપ્રધાનની વાત અને કામમાં ફર્ક જોઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આવા નિર્ણયોથી દેશની મહિલાઓને શું મેસેજ જશે? રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, 5 મહિનાની ગર્ભવતી મહિલા પર બળાત્કાર કરનાર અને તેની 3 વર્ષની બાળકીની હત્યા કરનારાઓને 'આઝાદી કે અમૃત મહોત્સવ' દરમિયાન મુક્ત કરવામાં આવ્યા હતા. નારી શક્તિની વાત કરનાર દેશની મહિલાઓને શું મેસેજ આપી રહ્યા છે? તેમણે લખ્યું હતું કે, પ્રધાનમંત્રીજી આખો દેશ તમારી વાતો અને કામ વચ્ચેનો તફાવત જોઈ રહ્યો છે. હકીકતમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન ગર્ભવતી મહિલા બિલકિસ બાનો પર બળાત્કાર થયો હતો. ત્યાર બાદ પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે 11 લોકોને સજા ફટકારી હતી. જો કે, તમામ દોષિતોને મુક્તિ નીતિ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા."},{"Id":672868,"post_title":"રાજસ્થાનમાં વિદ્યાર્થીના મોત મામલે વડોદરા પહોંચેલા રાજસ્થાનના મુખ્યમંત્રી સામે દેખાવો: સ્વયં સૈનિક દળના 70 સૈનિકોની પોલીસે કરી અટકાયત","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"વડોદરા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારરાજસ્થાનમાં પાણી પીવા મુદ્દે શિક્ષકના મારથી વિદ્યાર્થીનું મોત નીપજતા કડક કાર્યવાહીની માંગ સાથે વડોદરામાં સ્વયં\nhttps:\/\/atthistime.in\/demonstrations-against-cm-rajasthan-reached-vadodara-regarding-the-death-of-student-in-rajasthan\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660733513418.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"વડોદરા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારરાજસ્થાનમાં પાણી પીવા મુદ્દે શિક્ષકના મારથી વિદ્યાર્થીનું મોત નીપજતા કડક કાર્યવાહીની માંગ સાથે વડોદરામાં સ્વયં સૈનિક દળ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 70 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. રાજસ્થાનમાં પાણી પીવા મુદ્દે શિક્ષકે દલિત વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું .જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. દરમિયાન આજરોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત વડોદરાના અકોટા ખાતે આવેલ સર સયાજીનગર ગૃહ ખાતે રાજકીય કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચવાના હોય સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સ્વયં સૈનિક દળે વિરોધ નોંધાવ્યો હતો. 200 થી વધુ સંખ્યામાં ઉપસ્થિત સૈનિકોએ રાજસ્થાનની ઘટનાને વખોડી કાઢી જણાવ્યું હતું કે, આઝાદીના 75 માં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે હજુ પણ છૂત અછૂતની પરંપરા જોવા મળી રહી છે. સરકાર આ મામલે કડક કાર્યવાહી નહિ કરે તો તેના પડઘા સમગ્ર દેશમાં પડશે. તો બીજી તરફ વોર્નિંગ આપવા બાદ પણ આંદોલન નહીં સમેટાતા વિરોધ પ્રદર્શન કરી રહેલા 70 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી. "},{"Id":672867,"post_title":"નોઈડા ઓમેક્સ સોસાયટી બાદ હવે ગાઝિયાબાદની સોસાયટીમાં દબંગગીરી","post_author":" ","mobile_number":"","post_views":"0","share_link":"– આ અગાઉ નોઈડાની ઓમેક્સ સોસાયટીમાં બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીએ એક મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતુંગાઝિયાબાદ, તા. 17 ઓગષ્ટ\nhttps:\/\/atthistime.in\/after-noida-omax-society-now-in-ghaziabad-society-bullying\/\n\n\nતમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ\nhttps:\/\/play.google.com\/store\/apps\/details?id=com.news.atthistimenew","post_image":"https:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660731631869.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 17, 2022","post_content":"- આ અગાઉ નોઈડાની ઓમેક્સ સોસાયટીમાં બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીએ એક મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતુંગાઝિયાબાદ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારનોઈડાની ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ઉદ્ધત વર્તન બાદ હવે પાડોસી જિલ્લા ગાઝિયાબાદની એક સોસાયટીમાં મારપીટનો મામલો સામે આવ્યો છે.  ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિકની એક ખાનગી સોસાયટીમાં દબંગો દ્વારા સોસાયટીના લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન વિજયનગર વિસ્તારની ક્રોસિંગ રિપબ્લિક સોસાયટીની એક જ સોસાયટીમાં રહેતા ઓમ પ્રકાશ અને તેના સાથીઓએ સોસાયટીમાં રહેતા અન્ય લોકો સાથે મારપીટ કરી હતી. પીડિત પક્ષનો આરોપ છે કે, આ દરમિયાન ઓમ પ્રકાશે પોતાના લાઈસન્સી હથિયારનો પણ ઉપયોગ કર્યો હતો અને લોકો સાથે મારપીટ કર્યા બાદ બધા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલો સોસાયટીના ઈલેક્શન ઓફિસર સાથેની અભદ્રતાથી શરૂ થયો હતો જ્યારે ઓમપ્રકાશ અને તેના સાથીઓ ઈલેક્શન ઓફિસર સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા ત્યારે જ સમાજના અન્ય લોકો તેનો વિરોધ કરવા લાગ્યા હતા. ત્યારબાદ ઓમપ્રકાશ અને તેના સાથીઓએ સોસાયટીમાં જ રહેતા લોકો સાથે મારામારી કરી હતી જે બાદ મારામારી અને ધક્કા-મુક્કીની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ હતી.વધુ વાંચો: નોઈડાની પૉશ કોલોનીમાં ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની મહિલા સાથે ગાળાગાળીઆ ઘટનામાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી જેની સૂચના પોલીસને આપવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધાર પર મુખ્ય આરોપી ઓમપ્રકાશ સહિત અન્ય 3 આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. હજુ પણ પોલીસ દ્વારા અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તપાસ બાદ આગળની વિવિધ કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે. આ અગાઉ નોઈડાની ઓમેક્સ સોસાયટીમાં બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીએ એક મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું જેનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલાએ ખૂબ જોર પકડ્યું હતું. ત્યારબાદ શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની ગેરકાયદેસર દબાણ પર યોગી સરકારે બુલડોઝર ફેરવી દીધું હતું. "}]}