{"ad_list":0,"ad_detail":0,"Breaking News":[{"Id":673422,"post_title":"ભારત અને ચીનના સબંધોને લઈને વિદેશ મંત્રી જયશંકરે ચિંતા વ્યક્ત કરી…જાણો શું કહ્યું","post_author":" ","mobile_number":"","post_views":"2","share_link":"ભારત અને ચીનના સબંધોને લઈને વિદેશ મંત્રી જયશંકરે ચિંતા વ્યક્ત કરી…જાણો શું કહ્યું https:\/\/atthistime.in\/extremely-difficult-phase-jaishankars-status-check-on-india-china-relations\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660882997634.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"- એશિયાની શતાબ્દી ત્યારે જ બની શકે છે જ્યારે ભારત અને ચીન એક સાથે આવે :જયશંકર  નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવાર ભારત અને ચીન વચ્ચે અનેક પગલાંની વાતચીત બાદ પણ કોઈ ઉકેલ આવતો જણાતો નથી. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ આ વાત તરફ સીધો ઈશારો કર્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જો આ બંને દેશ સાથે નહીં આવે તો તે એશિયાની શતાબ્દી બની શકશે નહીં. જયશંકરે રશિયા પાસેથી તેલની આયાત અને મ્યાનામરના જંટા સાથે સંબંધોને પણ વાજબી ઠેરવ્યા હતા.થાઈલેન્ડની ચુલાલોંગકો યુનિવર્સિટીમાં તેમણે કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના સંબંધો આ વાત પર નિર્ભર છે કે, બંને દેશો તેમના હિતોને કેવી રીતે સૌહાર્દપૂર્ણ રીતે પૂર્ણ કરે છે. તેમણે ચીનના નેતા દેંગ જિયાપિંગની વાતને યાદ કરતાં કહ્યું હતું કે, એશિયાની શતાબ્દી ત્યારે જ બની શકે છે જ્યારે ભારત અને ચીન એક સાથે આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભારત અને ચીનના સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે?જયશંકરે કહ્યું હતું કે, આ સમયે બંને દેશોના સંબંધો ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેનું કારણ સરહદ પર ચીનની કાર્યવાહી છે. લદ્દાખમાં LAC સાથેની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ચીન યથાસ્થિતિ બદલવા માટે એકપક્ષીય પ્રયાસો કરે છે. આ કારણે ભારત અને ચીનના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા છે.જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે મુલાકાત થઈ ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે. જો કે, અહીં જયશંકરે કહ્યું હતું કે, જ્યાં સુધી સરહદ પર તણાવ ઓછો નહીં થાય અને શાંતિ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકશે નહીં. બીજી તરફ જયશંકરને જ્યારે રશિયાથી તેલ આયાત કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, આ ખૂબ જ અઘરો નિર્ણય છે. તેલની આયાત પર કોઈ પ્રતિબંધ નથી અને માત્ર આપણે જ નથી જેઓ રશિયા પાસેથી તેલ આયાત કરીએ છીએ, તેમાં અનેક દેશોનો સમાવેશ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આપણે આપણા દેશના લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે.","content_type":0},{"Id":673420,"post_title":"દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા","post_author":" ","mobile_number":"","post_views":"2","share_link":"દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા https:\/\/atthistime.in\/cbi-raids-delhi-deputy-cm-manish-sisodias-house\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660882413841.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ 2022, શુક્ર વારદિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને માહિતી આપી કે, સીબીઆઈ આવી છે તેનું સ્વાગત છે. અમે અત્યંત પ્રમાણિક છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. આપણા દેશમાં સારું કામ કરનારાઓને આ જ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી જ આપણો દેશ હજુ નંબર-1 બન્યો નથી. જણાવી દઈએ કે, સીબીઆઈની એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર સહિત દિલ્હી-એનસીઆરમાં 21 જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે.મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના ઉત્તમ કામથી નારાજ છે. જેના કારણે દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. જેથી કરીને શિક્ષણ આરોગ્યના સારા કામો અટકાવી શકાય. સિસોદિયાએ કહ્યું કે, અમારા બંને પર ખોટા આરોપો છે. કોર્ટમાં સત્ય સામે આવશે.દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીંસિસોદિયાએ કહ્યું કે, અમે  CBIનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશું જેથી સત્ય જલ્દી સામે આવી શકે. અત્યાર સુધી મારા પર ઘણા કેસ થયા છે પરંતુ કંઈ બહાર નથી આવ્યું. હવે પણ કંઈ નહીં નીકળશે. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીં.सीबीआई आई है. उनका स्वागत है. हम कट्टर ईमानदार हैं . लाखों बच्चों का भविष्य बना रहे हैं. बहुत ही दुर्भाग्यपूर्ण है कि हमारे देश में जो अच्छा काम करता है उसे इसी तरह परेशान किया जाता है. इसीलिए हमारा देश अभी तक नम्बर-1 नहीं बन पाया.— Manish Sisodia (@msisodia) August 19, 2022 અરવિંદ કેજરીવાલનું ટ્વીટમનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પર અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, અમેરિકાના સૌથી મોટા અખબાર ન્યૂ યોર્ક ટાઇમ્સના ફ્રન્ટ પેજ ઉપર આર્ટિકલ આવ્યો અને દિલ્હી શિક્ષણ મોડલની પ્રશંસા અને મનીષ સિસોદિયાની તસવીર છપાઈ એજ દિવસે મનીષના ઘરે કેન્દ્રએ CBI મોકલી. CBIનું સ્વાગત છે. સંપૂર્ણ સહકાર આપીશું. ભૂતકાળમાં પણ ઘણી તપાસો\/દરોડાઓ પડ્યા હતા. ત્યારે પણ કંઈ બહાર નહોતું આવ્યું અને હવે પણ કંઈ બહાર નહિ આવશે. 75 વર્ષમાં જેણે પણ સારા કામનો પ્રયાસ કર્યો તેને રોકી દેવામાં આવ્યોસીબીઆઈની કાર્યવાહી પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આખી દુનિયા દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની ચર્ચા કરી રહી છે. કેન્દ્ર સરકાર આને રોકવા માંગે છે. એટલા માટે દિલ્હીના આરોગ્ય અને શિક્ષણ મંત્રીઓ પર દરોડા અને ધરપકડ કરવામાં આવી રહી છે. 75 વર્ષમાં જેણે પણ સારું કામ કરવાનો પ્રયાસ કર્યો તેને રોકી દેવામાં આવ્યો. જેના કારણે ભારત પાછળ રહી ગયું છે.આ પહેલા પણ ઘણી તપાસ અને દરોડા પડ્યા હતાસીએમ કેજરીવાલે કહ્યું કે અમે દિલ્હીના સારા કામોને રોકવા નહીં દઈએ. જે દિવસે અમેરિકાના સૌથી મોટા અખબાર ન્યૂ યોર્ક ટાઇમ્સના પહેલા પાના પર દિલ્હીના શિક્ષણ મોડલ અને મનીષ સિસોદિયાની તસવીરની પ્રશંસા કરવામાં આવી હતી, તે જ દિવસે મનીષના ઘરના કેન્દ્રે CBIને મોકલી હતી. સિસોદિયાની જેમ કેજરીવાલે પણ કહ્યું કે સીબીઆઈ આવકાર્ય છે. સંપૂર્ણ સહકાર આપશે. અગાઉ પણ ઘણી તપાસ અને દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ કંઈ બહાર આવ્યું ન હતું. હજુ પણ કંઈ બહાર આવશે નહીં.","content_type":0},{"Id":673418,"post_title":"જબલપુરના ARTOના ઘરે EOWએ દરોડા પાડ્યાઃ સંપતિ જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા","post_author":" ","mobile_number":"","post_views":"4","share_link":"જબલપુરના ARTOના ઘરે EOWએ દરોડા પાડ્યાઃ સંપતિ જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા https:\/\/atthistime.in\/madhya-pradesh-eow-raids-rto-officers-house-in-jabalpur-recovers-rs-16-lakh-in-cash\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660888762157.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"- સંતોષ પાલ પાસે તેમની આવકના સ્ત્રોતો કરતાં 650 ટકા વધુ સંપતિજબલપુર, તા. 19 ઓગસ્ટ 2022, શુક્રવારઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ મધ્યપ્રદેશના જબલપુર ખાતે આસિસ્ટન્ટ આરટીઓ (ARTO) સંતોષ પાલના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન EOW અધિકારીઓ પણ સ્તબ્ધ રહી ગયા હતા. કરોડપતિ ARTOનું ધર 5 સ્ટાર હોટલ જેવું હતું, ઘરમાં સ્વિમિંગ પુલ અને બાર સહિત તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હતી. જબલપુરમાં 10 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનેલું ARTOનું ઘર ખૂબ જ ભવ્ય છે. આ લક્ઝુરિયસ હાઉસમાં સંતોષ પાલ માટે એક અલગ ઓફિસ પણ હતી. જબલપુર RTO ખાતે સંતોષ પાલ ARTO અને ત્યાં તેમની પત્ની રેખા પાલ ક્લાર્ક છે.  EOWને તપાસ દરમિયાન 16 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. બુધવારે રાત્રે 10.30 વાગે શરૂ થયેલી તપાસમાં જબલપુર ખાતેથી મોંઘી જ્વેલરી, લક્ઝરી વાહનો, 4 મકાનો અને ફાર્મ હાઉસ પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ પ્રમાણે RTO કચેરીના કર્મચારી દંપતિ પાસે તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં 650 ટકા વધુ સંપતિ છે.દરોડામાં ખુલાસો થયો કે, તેમની પાસે ગ્વારીઘાટ રોડ ઉપર 1,247 ચોરસ ફૂટનું ઘર છે, શંકર શાહ વાર્ડમાં 1,150 ચોરસ ફૂટનુ ઘર અને આ પ્રકારના બે અન્ય ઘર પણ છે. સંતોષ પાલ અને તેમની પત્ની સામે એન્ટી કરપ્શન લોની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, આરોપી અધિકારી પાસેથી મળેલા તમામ દસ્તાવેજોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને તેની કુલ સંપતિની કિંમત હજુ પણ વધુ હોઈ શકે છે. ","content_type":0},{"Id":673416,"post_title":"યુપીના હમીરપુરમાં નિર્ભયા જેવી ઘટના, બદમાશોએ ક્રૂરતાની તમામ હદો પાર કરી","post_author":" ","mobile_number":"","post_views":"2","share_link":"યુપીના હમીરપુરમાં નિર્ભયા જેવી ઘટના, બદમાશોએ ક્રૂરતાની તમામ હદો પાર કરી https:\/\/atthistime.in\/nirbhaya-like-incident-in-ups-hamirpur-miscreants-crossed-all-limits-of-brutality\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660886283720.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"- પોલીસે આ કેસમાં એક સગીર સહિત પાંચ યુવકોની અટકાયત કરી છેહમીરપુર, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવારયુપીના હમીરપુરમાં બુધવારે એક વીડિયો વાયરલ થયો છે જેણે પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે. વાયરલ વીડિયોમાં 6 યુવકોએ એક વિદ્યાર્થીનીને નિર્વસ્ત્ર કરી તેની સાથે ક્રૂરતાની બધી હદો પાર કરી દીધી છે. વાયરલ વીડિયો હમીરપુર સદર કોતવાલી વિસ્તારના સિટી ફોરેસ્ટ વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે આ કેસમાં એક સગીર સહિત પાંચ યુવકોની અટકાયત કરી છે.આ વીડિયો સીટી ફોરેસ્ટ વિસ્તારનો છે. ત્યાં 6 યુવકો જેમના હાથોમાં બેલ્ટ અને ડંડા છે તેઓ નિર્વસ્ત્ર યુવતીને માર મારી રહ્યા છે. આ વીડિયોને જોતા એવું લાગે છે કે, તે ગેંગરેપ જેવો જઘન્ય અપરાધ છે. જોકે, હમીરપુર પોલીસ અધિક્ષક શુભમ પટેલે તેને ગેંગરેપ જેવી ઘટના ગણાવવાનો ઈનકાર કર્યો છે. તેમણે 3 યુવકોની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું.ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, યુવતી એક યુવક સાથે સિટી ફોરેસ્ટ ફરવા ગઈ હતી. નિર્જન વિસ્તારમાં યુવક અને યુવતીને જોઈને ત્યાં હાજર બદમાશોએ બંને સાથે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી. યુવતીને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો. હાલમાં યુવતી ગુમ છે તેની કોઈ જાણકારી નથી મળી રહી.આ મામલે સદર કોતવાલી પ્રભારી દુર્ગવિજય સિંહે જણાવ્યું કે, ત્રણ યુવકોને પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેમાં કન્હૈયા શર્મા (42), પ્રિતમ શર્મા (18) અને મોહમ્મદ ફૈઝલ (17)નો સમાવેશ થાય છે. ત્રણેય ગૌરા દેવીના રહેવાસી છે. બાદમાં અન્ય બે લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જેમાં અરવિંદ ઉર્ફે કમલ નિષાદ અને એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે મોડી રાતે કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. દરેકની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ","content_type":0},{"Id":673414,"post_title":"મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું","post_author":" ","mobile_number":"","post_views":"2","share_link":"મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમીની ધૂમ, મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું https:\/\/atthistime.in\/janmashtami-celebration-devotees-gather-in-large-in-mathura-to-vrindavan-lord-krishna-birthday\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660885540741.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"- મથુરાના મંદિરનો ભવ્ય નજારો જોવા માટે લોકો ઉમટ્યા છે ભગવાનનું મંદિર આજે ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું નવી દિલ્હી, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવારઆજે સમગ્ર દેશમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો તેથી અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે. આ વખતે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ આ બંને દિવસે ઉજવવામાં આવી રહી છે. કેટલાક સ્થળોએ 18 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જો કે, મથુરા અને વૃંદાવનમાં આજે  જન્માષ્ટમી છે. તેથી ભગવાન કૃષ્ણના મંદિરોને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યા છે.શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર આ જન્મજયંતિ જોવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોની ભીડ મથુરા અને વૃંદાવન પહોંચે છે. આ તહેવારને લઈને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત છે. વહીવટીતંત્રે અનેક દળો તૈનાત કર્યા છે.મથુરાથી લઈને નોઈડા સુધી ભગવાન કૃષ્ણના મંદિરોને શણગારવામાં આવ્યા છે. લોકો મથુરાના મંદિરનો ભવ્ય નજારો જોવા માટે ઉમટ્યા છે. ભગવાનનું મંદિર આજે ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. જન્માષ્ટમીના દિવસે સવારથી જ કૃષ્ણ જન્મભૂમિ મથુરાના મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મથુરાના બજારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અહીં જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને મથુરાના મુખ્ય મંદિરોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિક પોલીસ અધિક્ષક (શહેર) માર્તંડ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, કૃષ્ણ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને વ્રજભૂમિના મુખ્ય મંદિરોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.  કારણ કે દર વર્ષે જન્માષ્ટમી પર હજારો ભક્તો અહીં પૂજા કરવા આવે છે.શહેરના મુખ્ય ચોરાહની પટ્ટિઓ અને રંગબેરંગી લાઈટોની રોશનીથી શણગારવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સેક્રેટરી કપિલ શર્માએ જણાવ્યું હતું કે, મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણ જન્મસ્થાન અભિષેક માટે આવનાર દરેક ભક્તોને ધાર્મિક વિધિઓ બાદ પ્રસાદ આપવામાં આવશે. વૃંદાવનના રાધા રમણ, રાધા દામોદર અને ટેઢે ખંબાવાલા મંદિરોમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કારણ કે આ પ્રાચીન મંદિરોમાં જન્માષ્ટમી શુક્રવારે રાત્રિના બદલે દિવસ દરમિયાન ઉજવવામાં આવશે.પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, મોબાઈલ અને રોકડની ચોરી, ચેઈન સ્નેચિંગ અને મહિલાઓની છેડતી જેવી ઘટનાઓને રોકવા માટે સાદા વસ્ત્રોમાં પોલીસકર્મીઓ પણ મુખ્ય મંદિરોમાં તૈનાત કરવામાં આવ્યા છે.","content_type":0},{"Id":673412,"post_title":"કૈલાશ વિજયવર્ગીયનો નીતીશ પર કટાક્ષ, કહ્યું- સતત બોયફ્રેન્ડ બદલતી યુવતીઓ જેવા છે JDU નેતા","post_author":" ","mobile_number":"","post_views":"4","share_link":"કૈલાશ વિજયવર્ગીયનો નીતીશ પર કટાક્ષ, કહ્યું- સતત બોયફ્રેન્ડ બદલતી યુવતીઓ જેવા છે JDU નેતા https:\/\/atthistime.in\/kailash-vijayvargiya-taunts-nitishsaid-cm-is-like-a-girl-who-changes-boyfriend-constantly\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660890338199.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"ઈન્દોર, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવાર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે હાલમાં બિહારની રાજનીતિના ઘટનાક્રમ પર કટાક્ષ કર્યો છે. નીતિશ કુમારે આરજેડી સાથે ગઠબંધન કરવા અને તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનાવવાના મામલે વિજયવર્ગીયએ કહ્યું હતું કે, જે રીતે અમેરિકામાં યુવતીઓ પોતના બોયફ્રેન્ડને બદલતી રહે છે. તેવી જ સ્થિતિ બિહારના મુખ્યમંત્રીની છે. આ ઉપરાંત તેમણે રાજ્યની રાજનીતિ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.- તેમના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરતું નિવેદનઈન્દોરના પિત્રુ પર્વત ખાતે કૈલાશ વિજયવર્ગીયએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે બિહારમાં રાજકીય ઉથલપાથલ થઈ રહી હતી ત્યારે તે અમેરિકામાં હતા. ત્યાર બાદ ચર્ચા દરમિયાન એમેરિકામાં કોઈએ કહ્યું હતું કે, આવું તો અહીં અમારી સાથે આવું થાય છે યુવતીઓ ગમે ત્યારે પોતાના બોયફ્રેન્ડ બદલી નાખે છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, બિહારના મુખ્યમંત્રીની પણ આવી જ સ્થિતિ છે ક્યારે કોની સાથે હાથ મિલાવવો અને ક્યારે છોડવો.- શિવરાજના નેતૃત્વમાં ચૂંટણી લડાશે ભાજપ સંસદીય બોર્ડમાંથી શિવરાજ સિંહ ચૌહાણને હટાવવાના સવાલ પર કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, આ પાર્ટીની સતત પ્રક્રિયા છે. પાર્ટી પોતાના પદાધિકારીઓની પસંદગી તે મુજબ કરે છે. તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાંથી સત્યનારાયણ જટીયાને તક મળી છે. તેઓ સારા મહેનતુ કાર્યકર છે. જ્યાં સુધી શિવરાજ જીનો સવાલ છે. તેમણે કહ્યું હતું કે, મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે પરંતુ મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ અમારું નેતૃત્વ છે આગામી ચૂંટણી તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથના દાવાને કૈલાશ વિજયવર્ગીયએ પણ નકારી કાઢ્યો જેમાં તેઓ રાજ્યમાં કોંગ્રેસની આગામી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, કમલનાથજી 75ને વટાવી ગયા છે તેથી તેઓ જે પણ કહે તેનાથી કોઈ ફરક નહીં પડે.","content_type":0},{"Id":673410,"post_title":"સરકારે સસ્તો ગેસ ફાળવતા CNG અને PNGના ભાવમાં આંશિક રાહત","post_author":" ","mobile_number":"","post_views":"2","share_link":"સરકારે સસ્તો ગેસ ફાળવતા CNG અને PNGના ભાવમાં આંશિક રાહત https:\/\/atthistime.in\/partial-relief-in-cng-and-png-prices-as-government-allocates-cheap-gas\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660890400661.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"- મોંઘવારી માટે સરકાર બદનામ થાય અને ગેસ કંપનીઓ નફાખોરી કરે- એક વર્ષમાં 55 ટકાના ભાવ વધારા પછી ગ્રાહકોને કંપનીઓએ ચાર ટકા ઘટાડાની રાહત આપીઅમદાવાદ તા. 19 ઓગષ્ટ, 2022 ગુરૂવાર ક્રુડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે એટલે ગણતરીના કલાકોમાં તેના રિટેલ ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. એવી જ રીતે નેચરલ ગેસના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે એટલે તરત ગ્રાહકો ઉપર બોજો તબદીલ કરી કંપનીઓ પોતાનો નફો કે નફાનું માર્જિન જાળવી રાખે છે. પરંતુ, ભાવમાં ઘટાડો થાય ત્યારે તેનો સીધો કે તાત્કાલિક લાભ ગ્રાહકોને મળતો નથી. તાજેતરમાં કેન્દ્ર સરકારે સસ્તો ગેસ વાહનોનાના સીએનજી અને ઘર વપરાશના પીએનજીમાં કંપનીઓને ફાળવ્યો પછી એક અઠવાડિયે કંપનીઓએ ભાવ ઘટાડ્યા ન હતા અને નફાખોરી કરી હતી. મોંઘવારી માટે સરકાર બદનામ થાય જયારે નફાખોરી કંપનીઓ કરે એવો ઘાટ ઘડાયો છે. ભારતમાં સરકારી ગેસના ભાવ દર છ મહીને, આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ફેરફારના આધારે વધે કે ઘટે છે. આ માટે કેન્દ્ર સરકારે 2014માં એક ચોક્કસ નીતિ અને ફોર્મ્યુલા જાહેર કરેલી છે. જોકે, સ્થાનિક બજારમાં ભાવમાં વધઘટ કંપનીઓ પોતાની પડતર અનુસાર ગમે ત્યારે વધારે કે ઘટાડી શકે છે. ઓગસ્ટ 2021માં અમદાવાદ ખાતે સીએનજીના ભાવ રૂ. 51.30 હતા જે સતત વધારા પછી ગુરુવાર સુધી રૂ. 87.38 પ્રતિ કિલો થઇ ગયા હતા. કેલેન્ડર વર્ષ 2022માં જ કંપનીએ ભાવમાં પાંચ વખત વધારો જાહેર કર્યો હતો! છેલ્લા 11 મહિનામાં સતત ફેરફારના કારણે બન્ને ગેસમાં સરેરાશ 52.55 ટકાનો ભાવ વધારો ગ્રાહકો ઉપર ઝીંકવામાં આવ્યા બાદ હવે સરકારી ગેસની ફાળવણી વધતા ચાર ટકા ઘટાડાની જાહેરાત કરવાની આ કંપનીઓને ફરજ પડી છે. મુંબઈમાં ભાવ ઘટાડાની તત્કાલ જાહેરાતના ત્રણ દિવસ પછી ગુજરાતના ગ્રાહકોને આંશિક સસ્તા ગેસનો ભાવ મળવો શરૂ થશે. દેશમાં વાહનોમાં વપરાતા સીએનજી અને ઘરેલું વપરાશના પીએનજીના સતત વધી રહેલા ભાવના કારણે ગ્રાહકો ઉપરનો બોજો ધ્યાને લઇ તા.12 ઓગસ્ટે કેન્દ્ર સરકારે સ્થાનિક ઉત્પાદનમાં મોટો હિસ્સો ગેસ વિતરકોને ફાળવવા જાહેરાત કરી. સ્થાનિક કુલ વપરાશમાં સરકારી ગેસનો હિસ્સો અગાઉ 75 થી 84 ટકા હતો જે હવે વધી 89થી 93 ટકા થવાની શક્યતા ઉદ્યોગવર્તુળ વ્યક્ત કરી રહ્યા છે. આ તા.12 ઓગસ્ટની સામે અમદાવાદ અને ગુજરાતમાં કંપનીઓએ ભાવમાં ઘટાડો છ દિવસ પછી જાહેર કર્યો છે જયારે ત્રણ જ દિવસમાં મુંબઈમાં મહાનગર ગેસે ભાવમાં ઘટાડો કર્યો છે. બીજું, મહાનગર ગેસ દ્વારા ભાવમાં પ્રતિ કિલો રૂ. 6 ના ઘટાડા સામે અમદાવાદમાં ભાવ રૂ. 4.70 ઘટ્યા છે એટલે એવી શક્યતા છે કે છે સસ્તો સ્થાનિક ગેસ સરકારે આપ્યા પછી પણ તેનો પૂરો લાભ અમદાવાદ કે ગુજરાતની પ્રજાને મળી રહ્યો નથી. CNG ગેસના ભાવ ક્યારે ક્યારે વધ્યા હતા?તારીખ                            પ્રતિ\nકિલો ભાવ૨૬.૮.૨૦૨૧                  ૫૬.૩૦૨.૧૦.૨૦૨૧                  ૫૮.૮૬૮.૧૦.૨૦૨૧                  ૬૨.૯૯૧૦.૩.૨૦૨૨                  ૭૩.૦૯૭.૪.૨૦૨૨                     ૮૧.૫૯૧૬.૪.૨૦૨૨                  ૮૨.૫૯૨.૮.૨૦૨૨                     ૮૫.૮૯\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n૪.૮.૨૦૨૨                     ૮૭.૩૮અદાણી, ટોરેન્ટે ભાવમાં ઘટાડો જાહેર કર્યો કેન્દ્ર સરકારે સસ્તા ગેસની ફાળવણીમાં વધારો કર્યાના પાંચ – છ દિવસ પછી ગુજરાતમાં ગેસ વિતરણ કરતી કંપનીઓ અદાણી ટોટલ અને ટોરેન્ટે ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. અદાણીએ પોતાના બજારમાં વાહનોના સીએનજીમાં પ્રતિ કિલોએ રૂ.૪.૭ અને ઘરેલું ગેસમાં પ્રતિ ક્યુબીક મીટર રૂ.૩.૨૦ના ઘટાડાની જાહેરાત કરી છે. બીજી તરફ, ટોરેન્ટ ગેસ દ્વારા બન્ને પ્રકારના ગેસમાં રૂપિયા પાંચના ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.","content_type":0},{"Id":673409,"post_title":"હિંમતનગર તાલુકામાં ચોપલાનાર ગામમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ભાગરૂપે મટકી ફોર નો કાર્યક્રમ","post_author":"At This Time Himmatnagar","mobile_number":"","post_views":"3","share_link":"હિંમતનગર તાલુકામાં ચોપલાનાર ગામમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ભાગરૂપે મટકી ફોર નો કાર્યક્રમ https:\/\/atthistime.in\/5x6prqjrn07doqpf\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/505251660891354_crop_1660891349552.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"હિંમતનગર તાલુકામાં ચોપલાનાર ગામમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી ભાગરૂપે મટકી ફોર નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દેશભક્તિના ગીત પણ ગાવામાં આવ્યા હતા. નાની બાલિકાઓ તથા નાના બાળકો મોટા બાળકો સૌ મળીને મટકી ફોડકાર્યક્રમ કર્યો\n\nરીપોટર અશોકભાઈ નાઇ ગાભોઈ","content_type":0},{"Id":673406,"post_title":"કુંવરજી બાવળિયાએ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી","post_author":"At This Time Jasdan","mobile_number":"","post_views":"10","share_link":"કુંવરજી બાવળિયાએ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી https:\/\/atthistime.in\/qt7muq2kgpsh5vcu\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/389941660890113_crop_1660890109159.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"કુંવરજી બાવળિયાએ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુઓની મુલાકાત લીધી\n\nઆજ રોજ કડુકા, મદાવા તેમજ હાથસણી ગામોની લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુધનની કુંવરજી બાવળિયા એ મુલાકાત લીધી તેમજ પશુઓની દેખરેખ અને માવજતની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું. પશુઓની સારવાર કરી રહેલા પશુ ચિકિત્સક અને અન્ય અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચાઓ કરી.","content_type":0},{"Id":673404,"post_title":"આરોગ્ય વિભાગે LCBની ટીમ સાથે ભેળસેળયુક્ત ઘીના વેચાણની શંકાએ ખાનગી પેઢીમાં દરોડા પાડ્યા","post_author":"vijay dhulkotiya","mobile_number":"","post_views":"3","share_link":"આરોગ્ય વિભાગે LCBની ટીમ સાથે ભેળસેળયુક્ત ઘીના વેચાણની શંકાએ ખાનગી પેઢીમાં દરોડા પાડ્યા https:\/\/atthistime.in\/bp2bnn3znz0qeoda\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/135541660890092_crop_1660890536316.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"રાજકોટ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ તહેવારોમાં ભેળસેળ કરતા ધંધાર્થીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે ત્યારે મનપાના અધિકારીઓને મળેલ ચોક્કસ બાતમીને આધારે રાજકોટ LCB પોલિસ સ્ટાફ સાથે ન્યુ સોમનાથ ઇન્ડ. એરીયા, શેરી નં.-2, કોઠારીયામાં આવેલ જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરતાં ઘી ફ્લેવર ઉમેરીને ઘી જેવો દેખાવ તથા બંધારણ ધરાવતા અને દીવાબતીમાં વપરાશ કરવાના ઓઠા હેઠળ ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ કરતાં હોવાની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અનેફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી નમૂનો લેવામાં આવ્યા હતા.","content_type":0},{"Id":673402,"post_title":"મોટી બહેન સાસરે જતાં નાની બહેને ગળેફાંસો ખાધો,રેસકોર્સ રિંગ રોડ પ૨ પર ટ્રકે એક્ટિવને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત","post_author":"vijay dhulkotiya","mobile_number":"","post_views":"3","share_link":"મોટી બહેન સાસરે જતાં નાની બહેને ગળેફાંસો ખાધો,રેસકોર્સ રિંગ રોડ પ૨ પર ટ્રકે એક્ટિવને અડફેટે લેતા મહિલા ઈજાગ્રસ્ત https:\/\/atthistime.in\/ccxwif8ebwf3thtb\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/45801660889972_crop_1660890418002.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં ઓમકા૨ એપાર્ટમેન્ટમાં ૨હેતી સગીરાએ આજે સવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બાદ તરૂણીના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સગીરાની માતાનું 12 વર્ષ પહેલા અવસાન થયુ હતું ત્યા૨બાદ બંને બહેનો સાથે ૨હેતી હતી. પિતા ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. મોટી બહેન કાવ્યાના 12 દિવસ પહેલા મો૨બી લગ્ન થતા તે સાસરે જતી ૨હી હતી. મોટી બહેન સાસરે જતાં તે એકલી પડી જતા લાગી આવતા આજે સવારે પિતા ચ૨ડવા આશ્રમ દર્શન ક૨વા ગયા હતા ત્યારે પોતાના ઘરે આ પગલુ ભરી લીધુ હતું. પિતા જયારે ઘરે આવ્યા ત્યારે બા૨ણું ખખડાવ્યુ હતું જો કે બા૨ણું ન ખોલતા દ૨વાજાની ચાવી લઈ બા૨ણું ખોલતા અંદ૨ વ્હાલી દીકરી અંદ૨ લટક્તી હાલતમાં જોવા મળી હતી. સગીરાના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.","content_type":0},{"Id":673400,"post_title":"લોકોના મોજ-મસ્તીમાં ધૂબાકા, માનવ મહેરામણ ઉમટ્યું, અવનવી રાઈડ્સનો આનંદ માણતા રાજકોટીયન્સ","post_author":"vijay dhulkotiya","mobile_number":"","post_views":"3","share_link":"લોકોના મોજ-મસ્તીમાં ધૂબાકા, માનવ મહેરામણ ઉમટ્યું, અવનવી રાઈડ્સનો આનંદ માણતા રાજકોટીયન્સ https:\/\/atthistime.in\/ktiu6kthgdqwcpfp\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/487561660889766_crop_1660890201781.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"વિતેલા બે વર્ષ દરમિયાન કોરોનાકાળને અનુલક્ષીને યોજાઈ નહીં શકેલો રાજકોટનો પ્રસિધ્ધ જન્માષ્ટમી લોકમેળો શરૂ થઈ ગયો છે. આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એ સાથે જ સતત પાંચ દિવસ સુધી રેસકોર્સ મેદાન મોજ- મસ્તી અને હલ્લા- ગુલ્લાનો મેળો મૂકામ બની રહેશે. રાજ્યભરમાં પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન 10-12 લાખ લોકો ઉમટી પડશે તેવું વહીવટી તંત્રનું અનુમાન છે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો ધંધાર્થીઓને આ મેળો વર્ષભરની કમાણી કરાવી જશે એમ પણ મનાય છે.","content_type":0},{"Id":673398,"post_title":"રાજકોટમાં બે ભાઈઓ પર 10 શખ્સો હથિયાર લઈને તૂટી પડ્યા, ઈજા પહોંચતા સારવારાર્થે ખસેડાયા","post_author":"vijay dhulkotiya","mobile_number":"","post_views":"12","share_link":"રાજકોટમાં બે ભાઈઓ પર 10 શખ્સો હથિયાર લઈને તૂટી પડ્યા, ઈજા પહોંચતા સારવારાર્થે ખસેડાયા https:\/\/atthistime.in\/as8m7rxijdyjog6e\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/352491660889635_crop_1660890080225.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"રાજકોટ શહેરમાં મવડીના બાપાસીતા૨ામ ચોક પાસેની શ્રી હરિ સોસાયટીમાં ૨હેતા દિનેશ ઉર્ફે મુછડી ૨તીલાલ ચાવડા (ઉ.વ.42) અને તેમના મિત્રો ભ૨ત વલ્લભ કુંભા૨વાડીયા (ઉ.વ.27) અને હાર્દિક હસમુખભાઈ પઢીયા૨ (ઉ.વ.27) તમામ પોતાના ઘ૨ નજીક બેઠા હતા. ત્યારે સુખદેવસિંહ ઝાલા અને તેની સાથેના અજાણ્યા 10 શખ્સોએ આવી હથિયા૨ વડે હુમલો ક૨તા ત્રણેયને ઈજા થઈ હતી. ઘવાયેલા ત્રણેય વ્યક્તિને સા૨વા૨ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.","content_type":0},{"Id":673396,"post_title":"રાજકોટમાં આઈકાર્ડ દેખાડવા મામલે બોલાચાલી થઇ, સમન્સ પાઠવતા પોલીસે સ્વીકાર ન કર્યો","post_author":"vijay dhulkotiya","mobile_number":"","post_views":"10","share_link":"રાજકોટમાં આઈકાર્ડ દેખાડવા મામલે બોલાચાલી થઇ, સમન્સ પાઠવતા પોલીસે સ્વીકાર ન કર્યો https:\/\/atthistime.in\/qgmcz1mi4ddquw1j\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/731591660889486_crop_1660889931517.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે 5 દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રેસકોર્સ રિંગરોડ ફરતા રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આજે મેયર બંગલા નજીક ખાનગી વાહનમાં જતા GST અધિકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું અને GST અધિકારીએ સમસન્સ પાઠવતા મામલો ગરમાયો હતો અને રોડ પર પડેલી અધિકારીની કાર ટ્રાફિક પોલીસે ટોઇંગ કરી દીધી હતી.","content_type":0},{"Id":673394,"post_title":"રાજકોટમાં 5 દિવસમાં 10 લાખ લોકો માણશે લોકમેળો, દૈનિક 5 કરોડનું ટર્નઓવર, સરકારને આશરે અઢી કરોડની આવક","post_author":"vijay dhulkotiya","mobile_number":"","post_views":"3","share_link":"રાજકોટમાં 5 દિવસમાં 10 લાખ લોકો માણશે લોકમેળો, દૈનિક 5 કરોડનું ટર્નઓવર, સરકારને આશરે અઢી કરોડની આવક https:\/\/atthistime.in\/kyutn2lojwcosvus\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/588781660889288_crop_1660889730819.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાજકોટમાં યોજાતા લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે સારા વરસાદથી ખેડૂતો સહિત તમામ લોકોમાં ધંધા-રોજગાર ધમધમવાની આશા જાગી છે. જેને પગલે રાજકોટના મેળાને મહાલવા આ વર્ષે પાંચ દિવસ દરમિયાન 10-12 લાખ લોકો ઉમટી પડશે તેવો રાજકોટ જીલ્લા લોકમેળા સમિતિ દ્વાર દાવો કરવામાં આવ્યો છે. લોકમેળો લૂંટ મેળો ન બને તે માટે લોકમેળાની યાંત્રિક રાઈડ્સના ટીકીટના દરમાં કોઇ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી. વહીવટી તંત્ર દ્વારા અગાઉ રાઈડ્સ માટે જે રુા. 20 અને 30ની ટીકીટનો દર નિયત રખાયો હતો.","content_type":0},{"Id":673392,"post_title":"તમારી કારમાં કે વ્હીકલમાં ચાલુ પેટ્રોલ કે ડીઝલ નથી નખવતા તો તમારા અમૂલ્ય શરીરમાં ચાલુ તેલ શા માટે","post_author":"At This Time Jasdan","mobile_number":"","post_views":"3","share_link":"તમારી કારમાં કે વ્હીકલમાં ચાલુ પેટ્રોલ કે ડીઝલ નથી નખવતા તો તમારા અમૂલ્ય શરીરમાં ચાલુ તેલ શા માટે https:\/\/atthistime.in\/neyxi3buwuhstziv\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/60891660889033_crop_1660889029855.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"તમારી કારમાં કે વ્હીકલમાં ચાલુ પેટ્રોલ કે ડીઝલ નથી નખવતા તો તમારા અમૂલ્ય શરીરમાં ચાલુ તેલ શા માટે ??\n\n◆શુ આપને હૃદય થી લાગતી સમસ્યા છે. તો આજે જ ઘરે આંગણે *અતુર* પ્યોર શુદ્ધ સીંગતેલ લઇ આવો.\n\nઆજે જ આપના રસોઈ આંગણે મંગાવવા અમારો સંપર્ક\nમો.+91 9724428525\n\n*મગફળીનું તેલ હ્રદય સાથે જોડાયેલ દરેક સમસ્યાઓમાં લાભકારી હોય છે.*\n\n*શુદ્ધતા એજ સિદ્ધાંત*","content_type":0},{"Id":673390,"post_title":"ગીર સોમનાથ જિલ્લાના અને સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના ડીવાયએસપી એમ એમ પરમારનો 20 ઓગસ્ટે છે જન્મદિવસ મૂળ ધોળકા તાલુકાના જવારજ ગામમાં વર્ષ 20\/8\/1966 ના રોજ પરમાર પરિવારમાં થયો હતો એમ એમ પરમાર વર્ષ 1993 માં ગુજરાતના પોલીસ બેડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સામેલ થયા હતા","post_author":"Bhaskar Vaid","mobile_number":"","post_views":"3","share_link":"ગીર સોમનાથ જિલ્લાના અને સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના ડીવાયએસપી એમ એમ પરમારનો 20 ઓગસ્ટે છે જન્મદિવસ મૂળ ધોળકા તાલુકાના જવારજ ગામમાં વર્ષ 20\/8\/1966 ના રોજ પરમાર પરિવારમાં થયો હતો એમ એમ પરમાર વર્ષ 1993 માં ગુજરાતના પોલીસ બેડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સામેલ થયા હતા https:\/\/atthistime.in\/chhfcttnjbt3foqo\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/420121660883756_crop_1660883752436.jpg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"ગીર સોમનાથ જિલ્લાના અને સોમનાથ મંદિર સુરક્ષા ચક્રના ડીવાયએસપી એમ એમ પરમારનો 20 ઓગસ્ટે છે જન્મદિવસ મૂળ ધોળકા તાલુકાના જવારજ ગામમાં વર્ષ 20\/8\/1966 ના રોજ પરમાર પરિવારમાં થયો હતો એમ એમ પરમાર વર્ષ 1993 માં ગુજરાતના પોલીસ બેડામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સામેલ થયા હતા અને તેમની યસસ્વી અને નિષ્ઠાપૂર્વકની નિષ્કલંક કામગીરીને ધ્યાને રાખીને વર્ષ 2016 માં ગ્રુહ વિભાગે તેમને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન આપ્યું છે હાલ એમ એમ પરમાર સોમનાથ સુરક્ષા ચક્રની સાથે જિલ્લાના ડીવાયએસપી પદ પર કામ કરી રહ્યા છે અગાઉ તેઓ કચ્છ અમદાવાદ જુનાગઢ ગાંધીનગર સુરત સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે 20 ઓગસ્ટે તેમના જન્મદિવસે તેમના મોબાઈલ નંબર 99 251 43595 પર અભિનંદનની વર્ષા થઈ રહી છે","content_type":0},{"Id":673387,"post_title":"કોર્ટમાંથી ભાગી ગયેલ બળાત્કારના આરોપીની ટોળાએ ભેગા મળી હત્યા કરી","post_author":" ","mobile_number":"","post_views":"6","share_link":"કોર્ટમાંથી ભાગી ગયેલ બળાત્કારના આરોપીની ટોળાએ ભેગા મળી હત્યા કરી https:\/\/atthistime.in\/rape-accused-mob-lynching-in-assam\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660840533153.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"(પીટીઆઇ)     ઉત્તર લખીમપુર, તા. ૧૮આસામના લખીમપુર જિલ્લામાં બે દિવસ\nપહેલા કોર્ટમાંથી ભાગી ગયેલા  બળાત્કાર અને\nહત્યાના ૪૫ વર્ષીય આરોપીની આજે ટોળાએ ભેગા મળી હત્યા કરી હતી તેમ પોલીસે એક\nનિવેદનમાં જણાવ્યું છે. ગરજાઇ બરુઆ ઉર્ફે રાજુ બરુઆને પોલીસે\nભયજનક અપરાધી ગણાવ્યો હતો. આ અપરાધી કોર્ટમાંથી ભાગી જઇને ઘીલમાર પોલીસ સ્ટેશનની\nહદમાં આવેલા કીલાકીલી ગામમાં સંતાયો હતો. આજે વહેલી સવારે સ્થાનિક લોકોએ તેને પકડી\nલીધો હતો.તેમણે પોલીસને જાણ કરી હતી પણ તેને\nઆવવામાં મોડું થયું હતું. ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં ભીડ એક્ત્ર થઇ ગઇ હતી અને\nતેણે આરોપીને મારવાનું શરૃ કરી દીધું હતું. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો\nઆરોપી ગંભીર રીતે ઘાયલ હતો.ટોળાથી તેને બચાવવામાં પોલીસને પણ ઇજા થઇ હતી. પોલીસ\nત્યાંથી ઘાયલ આરોપીને ધકુઆખાના સિવિલ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં ડોક્ટરોએ\nજણાવ્યું હતું કે તે મૃત્યુ પામ્યો છે. ઇજાગ્રસ્ત બે પોલીસકર્મીઓને વધુ સારી\nસારવાર માટે ઉત્તર લખીમપુર લઇ જવામાં આવ્યા હતાં. છેલ્લા ૧૫ વર્ષમાં વિવિધ પોલીસ\nસ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ ચોરી,\nલૂટ, હત્યા, બળાત્કાર અને\nઅન્ય અપરાધો નોંધવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે બરુઆ અને અન્ય બે આરોપીઓ\nધકુઆખાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ટોઇલેટમાંથી મંગળવારે ભાગી ગયા હતાં  \n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n\n ","content_type":0},{"Id":673385,"post_title":"જમ્મુ-કાશ્મીરમાં હવે બહારના લોકો પણ મતદાન કરી શકશે","post_author":" ","mobile_number":"","post_views":"7","share_link":"જમ્મુ-કાશ્મીરમાં હવે બહારના લોકો પણ મતદાન કરી શકશે https:\/\/atthistime.in\/outsiders-can-now-vote-in-jammu-and-kashmir\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660846329208.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"- ચૂંટણી પંચના ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષનો હોબાળો- મતદાર યાદીમાં અન્ય રાજ્યના લોકો સહિત ૨૫ લાખ નવા મતદારો ઉમેરાશે : અન્ય રાજ્યના સલામતી દળના જવાનો પણ મતદાન કરી શકશે- ભાડે રહેતા લોકો પણ મતદાન કરી શકશે, અન્ય રાજ્યના લોકોએ તેમના મૂળ રાજ્યની મતદાર યાદીમાંથી નામ રદ કરાવવું પડશે : ચૂંટણી કમિશનર- જમ્મુ-કાશ્મીરની 98 લાખની વસતીમાં હાલ 76 લાખ મતદારોશ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા પછી પહેલી વખત કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી પંચે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકો પણ મતદાન કરી શકશે તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હૃદેશ કુમારે જણાવ્યું હતું. વધુમાં જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા સલામતી દળના જવાનોને પણ મતદાનની મંજૂરી અપાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે ત્યારે ચૂંટણી પંચનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ નિર્ણયના પગલે જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યના લોકો સહિત ૨૫ લાખ નવા મતદારો ઉમેરાશે.વર્ષ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી અને જમ્મુ-કાશ્મીરને રાજ્યમાંથી વિભાજન કરી બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા પછી કેન્દ્ર સરકારે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પાછો આપવાનું તેમજ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાની ખાતરી આપી હતી. હવે છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંતે અથવા આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા અંગે ચર્ચા થઈ રહી છે. એવામાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનર હૃદેશ કુમારે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોને પણ મતદાનનો અધિકાર આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોએ મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવવું પડશે. જોકે, આ માટે તેમણે નીવાસી પ્રમાણપત્ર એટલે કે જમ્મુ-કાશ્મીરનું ડોમિસાઈલ સર્ટિફટિફિકેટ રજૂ કરવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, અન્ય રાજ્યોના સશસ્ત્ર બળના જવાનો, જે જમ્મુ-કાશ્મીરમાં નિયુક્ત હોય તેઓ પણ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરી શકશે અને મતદાન કરી શકશે.ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું કે, અન્ય રાજ્યના લોકોને મતદાન કરવા પર કોઈ પ્રતિબંધ નથી. કોઈ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં કેટલા સમયથી રહે છે તેનાથી કોઈ ફરક નથી પડતો. અન્ય રાજ્યની વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં રહે છે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય ઈઆરઓ કરશે. અહીં ભાડે રહેતા લોકો પણ મતદાન કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનરે ઉમેર્યું કે, આ નિર્ણયના પગલે જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીમાં ૨૫ લાખ જેટલા નવા મતદારોનો સમાવેશ થશે. મતદાર યાદીમાં નામ સામેલ કરવાની એકમાત્ર શરત એ છે કે વ્યક્તિએ તેના મૂળ રાજ્યની મતદાર યાદીમાંથી તેનું નામ રદ કરાવવું પડશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, નવેમ્બર ૨૫ સુધીમાં મતદાન યાદીમાં સુધારણાની કામગીરી પડકારજનક કામ હતું. ૧લી ઑક્ટોબર ૨૦૨૨ સુધીમાં ૧૮ વર્ષ પૂરા કર્યા હોય તેવા લોકો સહિત બધા જ લાયક લોકો મતદાન કરી શકે તેની ખાતરી કરવાનો અમારો આશય છે. તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ટાઈમ લાઈન મુજબ મતદાર યાદીનો એકીકૃત ડ્રાફ્ટ ૧૫મી સપ્ટેમ્બરે પ્રકાશિત કરાશે જ્યારે ૧૫મી સપ્ટેમ્બરથી ૨૫મી ઑક્ટોબર વચ્ચે મતદાર યાદી મુદ્દે વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે, જેનો નિકાલ ૧૦મી નવેમ્બર સુધીમાં કરાશે અને ૨૫મી નવેમ્બર સુધીમાં અંતિમ મતદાર યાદી તૈયાર થઈ જશ. કુમારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૮ વર્ષથી વધુ વયની વસતી અંદાજે ૯૮ લાખની છે અને નવા નિર્ણય પછી અંતિમ મતદાર યાદીમાં અંદાજે ૨૦થી ૨૫ લાખ નવા મતદારોનો સમાવેશ થશે. તેમણે ઉમેર્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં નવી સીમાંકન કાર્યવાહી પછી વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને ૯૦ થઈ ગઈ છે. જોકે, તેમણે જમ્મુ અને અન્ય ભાગોમાં આશ્રય લઈ રહેલા રોહિંગ્યા પણ મતદાર તરીકે નોંધણી કરાવી શકશે તેવી બાબતોને રદીયો આપ્યો હતો.","content_type":0},{"Id":673383,"post_title":"જમ્મુ-કાશ્મીરમાં હવે અન્ય રાજ્યના લોકો પણ મતદાન કરી શકશે : ચૂંટણી પંચ","post_author":" ","mobile_number":"","post_views":"5","share_link":"જમ્મુ-કાશ્મીરમાં હવે અન્ય રાજ્યના લોકો પણ મતદાન કરી શકશે : ચૂંટણી પંચ https:\/\/atthistime.in\/poll-official-says-jk-to-get-about-25-lakh-new-voters-including-outsiders-parties-hit-out\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660846966393.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"શ્રીનગર, તા.૧૮જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા પછી પહેલી વખત કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટણી પંચે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકો પણ મતદાન કરી શકશે તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર હૃદેશ કુમારે જણાવ્યું હતું. વધુમાં જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા સલામતી દળના જવાનોને પણ મતદાનની મંજૂરી અપાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંતમાં અથવા આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે ત્યારે ચૂંટણી પંચનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ નિર્ણયના પગલે જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યના લોકો સહિત ૨૫ લાખ નવા મતદારો ઉમેરાશે.વર્ષ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી અને જમ્મુ-કાશ્મીરને રાજ્યમાંથી વિભાજન કરી બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા પછી કેન્દ્ર સરકારે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પાછો આપવાનું તેમજ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાની ખાતરી આપી હતી. હવે છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંતે અથવા આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા અંગે ચર્ચા થઈ રહી છે. એવામાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનર હૃદેશ કુમારે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોને પણ મતદાનનો અધિકાર આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોએ મતદાર યાદીમાં તેમનું નામ નોંધાવવું પડશે. જોકે, આ માટે તેમણે નીવાસી પ્રમાણપત્ર એટલે કે જમ્મુ-કાશ્મીરનું ડોમિસાઈલ સર્ટિફટિફિકેટ રજૂ કરવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, અન્ય રાજ્યોના સશસ્ત્ર બળના જવાનો, જે જમ્મુ-કાશ્મીરમાં નિયુક્ત હોય તેઓ પણ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરી શકશે અને મતદાન કરી શકશે.ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું કે, અન્ય રાજ્યના લોકોને મતદાન કરવા પર કોઈ પ્રતિબંધ નથી. કોઈ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં કેટલા સમયથી રહે છે તેનાથી કોઈ ફરક નથી પડતો. અન્ય રાજ્યની વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં રહે છે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય ઈઆરઓ કરશે. અહીં ભાડે રહેતા લોકો પણ મતદાન કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનરે ઉમેર્યું કે, આ નિર્ણયના પગલે જમ્મુ-કાશ્મીરની મતદાર યાદીમાં ૨૫ લાખ જેટલા નવા મતદારોનો સમાવેશ થશે. મતદાર યાદીમાં નામ સામેલ કરવાની એકમાત્ર શરત એ છે કે વ્યક્તિએ તેના મૂળ રાજ્યની મતદાર યાદીમાંથી તેનું નામ રદ કરાવવું પડશે.મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે, નવેમ્બર ૨૫ સુધીમાં મતદાન યાદીમાં સુધારણાની કામગીરી પડકારજનક કામ હતું. ૧લી ઑક્ટોબર ૨૦૨૨ સુધીમાં ૧૮ વર્ષ પૂરા કર્યા હોય તેવા લોકો સહિત બધા જ લાયક લોકો મતદાન કરી શકે તેની ખાતરી કરવાનો અમારો આશય છે. તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ટાઈમ લાઈન મુજબ મતદાર યાદીનો એકીકૃત ડ્રાફ્ટ ૧૫મી સપ્ટેમ્બરે પ્રકાશિત કરાશે જ્યારે ૧૫મી સપ્ટેમ્બરથી ૨૫મી ઑક્ટોબર વચ્ચે મતદાર યાદી મુદ્દે વાંધા અને દાવાઓ રજૂ કરી શકાશે, જેનો નિકાલ ૧૦મી નવેમ્બર સુધીમાં કરાશે અને ૨૫મી નવેમ્બર સુધીમાં અંતિમ મતદાર યાદી તૈયાર થઈ જશ. કુમારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ૧૮ વર્ષથી વધુ વયની વસતી અંદાજે ૯૮ લાખની છે અને નવા નિર્ણય પછી અંતિમ મતદાર યાદીમાં અંદાજે ૨૦થી ૨૫ લાખ નવા મતદારોનો સમાવેશ થશે. તેમણે ઉમેર્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં નવી સીમાંકન કાર્યવાહી પછી વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને ૯૦ થઈ ગઈ છે. જોકે, તેમણે જમ્મુ અને અન્ય ભાગોમાં આશ્રય લઈ રહેલા રોહિંગ્યા પણ મતદાર તરીકે નોંધણી કરાવી શકશે તેવી બાબતોને રદીયો આપ્યો હતો.","content_type":0},{"Id":673381,"post_title":"ભાજપે જમ્મુ અને કાશ્મીરને તેની ‘પ્રયોગશાળા’ બનાવી છે : મહેબૂબા","post_author":" ","mobile_number":"","post_views":"5","share_link":"ભાજપે જમ્મુ અને કાશ્મીરને તેની ‘પ્રયોગશાળા’ બનાવી છે : મહેબૂબા https:\/\/atthistime.in\/j-k-nc-prez-calls-for-all-party-meet-on-aug-22-to-discuss-non-local-voter-issue\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660847093470.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"શ્રીનગર, તા.૧૮જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યના લોકોને મતાધિકાર આપવાની મુખ્ય ચૂંટણી કમિશનર હૃદેશ કુમારની જાહેરાત અંગે આક્રમક પ્રતિક્રિયા આપતાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. ચૂંટણી પંચના આ નિર્ણયનો જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષે ભારે વિરોધ કર્યો છે.જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનરે બહારના લોકોને મતદાનનો અધિકાર આપવાની જાહેરાત કર્યા પછી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ભાજપ પર જમ્મુ-કાશ્મીરને તેના 'પ્રયોગો માટે પ્રયોગશાળા' બનાવવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, નોકરી, શિક્ષણ અથવા વેપાર માટે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોને મતદારો તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવાનો ચૂંટણી અધિકારીનો નિર્ણય અહીં 'લોકતંત્રની હત્યા કરવા સમાન' છે. આ નિર્ણય અહીં લોકતંત્રના તાબૂતમાં અંતિમ ખીલા સમાન છે. આ પહેલાં સીમાંકન પંચના માધ્યમથી ગેરરીતી આચરવામાં આવી હતી. ભાજપ જમ્મુ-કાશ્મીરમાં પ્રયોગ કરે છે અને પછી આખા દેશમાં તેનું પુનરાવર્તન કરે છે. ભાજપ આખા દેશમાં ચૂંટણીમાં ગેરરીતીઓ આચરે છે.દરમિયાન નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ આ મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારે તેમના નિવાસસ્થાને વિપક્ષની બેઠક બોલાવી છે. ભાજપ સિવાય બધા જ પક્ષોને આ બેઠક માટે આમંત્રણ અપાયું છે. ચૂંટણી પંચના નિર્ણય પછી ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા માટે આ બેઠક બોલાવાઈ છે. કોંગ્રેસે હજુ સુધી ચૂંટણી પંચના નિર્ણય અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ આ મુદ્દે આક્રમક થઈ ગયા છે. બંનેનો આક્ષેપ છે કે ભાજપ તેના રાજકીય લાભ માટે ચૂંટણી પંચ પાસે આવા નિર્ણયો લેવડાવી રહ્યો છે.મહેબૂબા અને ફારૂક અબ્દુલ્લાના આક્ષેપોનો જવાબ આપતાં ભાજપે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અત્યારે મોટી સંખ્યામાં હિન્દી ભાષી પ્રદેશોના લોકો રહે છે. પહેલાં માત્ર સ્થાનિક નિવાસીઓને જ મતદાનનો અધિકાર હતો. તેનાથી પીડીપી અને નેશનલ કોન્ફરન્સને જ લાભ મળતો હતો, પરંતુ હવે આ નિર્ણયથી તેમને ડર છે કે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સમીકરણો બદલાઈ જશે અને પોતે હાંસિયામાં ધકેલાઈ જશે.","content_type":0},{"Id":673379,"post_title":"એટ્રોસિટીના આરોપી સિવિક ચંદ્રનને કેરળની કોર્ટે જામીન આપતાં વિવાદ","post_author":" ","mobile_number":"","post_views":"6","share_link":"એટ્રોસિટીના આરોપી સિવિક ચંદ્રનને કેરળની કોર્ટે જામીન આપતાં વિવાદ https:\/\/atthistime.in\/after-sexual-harassment-case-another-controversial-order-by-kerala-session-court\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660847511123.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"(પીટીઆઈ)\tકોઝિકોડ, તા.૧૮કેરળની કોઝિકોડની સેશન્સ કોર્ટે જાતીય સતામણીના કેસમાં મહિલાએ 'ઉત્તેજક' કપડાં પહેર્યા હોય તો પ્રથમ દૃષ્ટિએ જાતીય સતામણીનો કેસ બને નહીં તેવા ચૂકાદાથી વિવાદ સર્જાયાના બીજા દિવસે સેશન્સ કોર્ટના એ જ જજનો એસસી-એસટી એક્ટના આરોપીને જામીન આપવા અંગે નવો વિવાદ સામે આવ્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ સેશન્સ ન્યાયાધીશે બીજી ઑગસ્ટે એક આદેશમાં ૭૪ વર્ષીય સામાજિક કાર્યકર અને લેખક સિવિક ચંદ્રનને એસસી-એસટી એક્ટ હેઠળના એક કેસમાં એમ કહેતાં જામીન આપ્યા કે તેઓ જાતી વ્યવસ્થા વિરુદ્ધ લડી રહ્યા હોવાથી પ્રથમ દૃષ્ટિએ આ કાયદા હેઠળ તેમના વિરુદ્ધ કેસ બનતો નથી.કેરળની સેશન્સ કોર્ટના ન્યાયાધીશે ૧૨મી ઑગસ્ટે આરોપી સામાજિક કાર્યકર અને લેખક સિવિક ચંદ્રનને એમ કહેતાં જામીન આપ્યા કે આરોપી સિવિક ચંદ્રન સામે પ્રથમદર્શી રીતે શેડયુલ કાસ્ટ એન્ડ શેડયુલ ટ્રાઈબ (એટ્રોસિટી) એક્ટ હેઠળ ગૂનો બનતો નથી, કારણ કે ફરિયાદી મહિલા દલિત હોવાનું જાણવા છતાં તેઓ તેના શરીરને સ્પર્શ કરે તેમ માનવું અશક્ય છે. કોર્ટે દલિત લેખિકા દ્વારા સિવિક ચંદ્રન સામે જાતીય સતામણીના કેસમાં આ નિરીક્ષણ કર્યું હતું. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, એટ્રોસિટીના કાયદા હેઠળ ત્યારે જ ગૂનો બને જ્યારે એ સાબિત થાય કે આરોપી જાણતો હોય કે પીડિત વ્યક્તિ એસસી-એસટી સમાજની છે.૭૪ વર્ષીય સામાજિક કાર્યકર અને લેખક સિવિક ચંદ્રન વિરુદ્ધ આ વર્ષે અલગ અલગ સમયે જાતીય સતામણીના બે કેસ દાખલ થયા છે અને તેમને બંને કેસમાં જામીન મળી ગયા હતા. પહેલો કેસ એક દલિત લેખિકાએ ૧૭મી જુલાઈએ કર્યો હતો, જેમાં તેણે આરોપ મૂક્યો હતો કે, ચંદ્રને ૧૭મી એપ્રિલે તેના ગળા પર 'કિસ' કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની જાતીય સતામણી કરી હતી. આ કેસમાં કોઝિકોડેમાં સેશન્સ કોર્ટે બીજી ઑગસ્ટે તેમને આગોતરા જામીન આપ્યા હતા.સિવિક ચંદ્રને ૧૨મી ઑગસ્ટે જાતીય સતામણીના બીજા એક કેસમાં પણ આગોતરા જામીન મેળવ્યા હતા, જેમાં આ જ કોર્ટના ન્યાયાધીશે નોંધ્યું હતું કે, પીડિત મહિલાએ ઉત્તેજક કપડાં પહેર્યાં હોવાથી પ્રથમદર્શી રીતે કલમ ૩૫૪(એ) (જાતીય સતામણી) હેઠળ ચંદ્રન સામે કેસ બનતો નથી.દલિત લેખિકાની ફરિયાદના સંદર્ભમાં આગોતરા જામીન આપતાં સેશન્સ જજ કે. ક્રિષ્નન કુમારે કહ્યું કે, ઉપલબ્ધ સામગ્રીથી પુરવાર થાય છે કે ચંદ્રન સામેનો કેસ સમાજમાં તેમને બદનામ કરવાનો પ્રયત્ન છે. તેઓ જાતિ વ્યવસ્થા સામે લડી રહ્યા છે અને કેટલીક ચળવળોમાં સામેલ છે. એફઆઈઆર મુજબ આરોપી ચંદ્રન જાણતા નહોતા કે પીડિત લેખિકા એસસી સમાજની છે. આરોપી સુધારાવાદી છે અને જાતિવાદી વ્યવસ્થા વિરુદ્ધ લડે છે તેમજ જાતિવિહિન સમાજ અંગે લખે છે. કોર્ટે ઉમેર્યું કે, એસસી-એસટી (એટ્રોસિટી) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ આરોપી સામે પ્રથમદર્શી રીતે કેસ બનતો નથી.સિવિક ચંદ્રન સામે જાતીય સતામણીના અન્ય એક કેસમાં આ જ સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે, આરોપીએ આગોતરા જામીન અરજી સાથે ફરિયાદીની જે તસવીરો રજૂ કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ફરિયાદીએ જે કપડાં પહેર્યા છે તે ઉત્તેજક છે. વધુમાં ૭૪ વર્ષની વયે અને શારીરિક રીતે અક્ષમ ચંદ્રન ફરિયાદીનું બળજબરીથી જાતીય શોષણ કરી શકે તેમ માનવું અશક્ય છે. આ સાથે કોર્ટે ચંદ્રનને આગોતરા જામીન આપ્યા હતા. કોર્ટના આ ચૂકાદાના પગલે સમગ્ર દેશમાં ભારે વિવાદ સર્જાયો છે.","content_type":0},{"Id":673377,"post_title":"જમશેદપુરની સેન્ટ્રલ જેલમાં કેદીની હત્યા બદલ 15 લોકોને ફાંસીની સજા","post_author":" ","mobile_number":"","post_views":"5","share_link":"જમશેદપુરની સેન્ટ્રલ જેલમાં કેદીની હત્યા બદલ 15 લોકોને ફાંસીની સજા https:\/\/atthistime.in\/15-people-sentenced-to-death-for-killing-a-prisoner-in-jamshedpur-central-jail\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660846820335.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"- ઝારખંડમાં એડિશલ ડિસ્ટ્રિક્ટ જજે આપેલો આદેશ - જેલમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં બે કેદી ગંભીર રીતે ઘવાયા હતાં જેમાથી એકનું મોત થયું હતું જમશેદપુર : ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લાની કોર્ટે ૨૦૧૯માં જમશેદપુરની ઘાઘીડીહ સેન્ટ્રલ જેલમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસામાં એક કેદીની હત્યા બદલ ૧૫ લોકોને ફાંસી સજા ફટકારી છે. એડિશનલ પબ્લિક પ્રોસેક્યુટર રાજીવ કુમારે જણાવ્યું છે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ-૪ રાજેન્દ્ર કુમાર સિંહાની કોર્ટે ૧૫ લોકોને આઇપીસીની કલમ ૩૦૨ (હત્યા) અને ૧૨૦-બી (ગુનાહિત કાવતરુ) હેઠળ અપરાધી ઠેરવીને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે અન્ય સાત લોકોને દસ વર્ષની જેલની સજા ફટકારી છે. તેમને આઇપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) હેઠળ દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૫ જૂન, ૨૦૧૯ના રોજ જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં મનોજકુમાર સિંહ સહિત બે કેદીઓને ગંભીર ઇજા થઇ હતી. બંને કેદીઓને હોસ્પિટલ લઇ જતી વખતે મનોજકુમાર સિંહનું રસ્તામાં જ મોત થયું હતું. આ હિંસાના સંદર્ભમાં પરસુદિહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે જે ૧૫ લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તે પૈકી બે ફરાર છે. કોર્ટે રાજેયના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને બે ફરાર આરોપીઓને શોધવાની પ્રક્રિયા શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ બંને અપરાધીઓને શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ","content_type":0},{"Id":673374,"post_title":"ડોલો ૬૫૦નું વેચાણ વધારવા ડૉક્ટરોને ૧,૦૦૦ કરોડ અપાયાની બાબત ગંભીર : સુપ્રીમ","post_author":" ","mobile_number":"","post_views":"6","share_link":"ડોલો ૬૫૦નું વેચાણ વધારવા ડૉક્ટરોને ૧,૦૦૦ કરોડ અપાયાની બાબત ગંભીર : સુપ્રીમ https:\/\/atthistime.in\/serious-issue-says-sc-after-being-told-makers-of-dolo-allegedly-distributed-freebies\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660847683487.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"નવી દિલ્હી, તા.૧૮દર્દીઓને તાવની બીમારી દૂર કરવા માટે વર્તમાન સમયમાં ડૉક્ટરો દ્વારા સૌથી વધુ વખત લખાઈ રહેલી દવાઓમાંથી એક ડોલો-૬૫૦ અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગંભીર સવાલ ઉઠયા છે. મેડિકલ રિપ્રેઝન્ટેટિવની સંસ્થા ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે ડોલો-૬૫૦માં પેરાસિટામોલના ડોઝ દર્દીની જરૂરિયાત કરતાં વધુ રખાયા છે. આ દવાનું વેચાણ વધારવા ઉત્પાદકોએ ડૉક્ટરોને રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની ભેટ આપી છે.સુપ્રીમ કોર્ટે ડૉક્ટરોને દવા કંપનીઓ તરફથી કથિત રીતે અપાતી મફત ભેટ-સોગાદો માટે જવાબદાર બનાવવા માટે નિર્દેશ આપવાની માગણી કરતી જાહેર હિતની એક અરજીમાં કેન્દ્ર સરકારને ૧૦ દિવસમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એએસ બોપન્નાની બેન્ચે જણાવ્યું કે, ડોલો-૬૫૦ મિલીગ્રામ ટેબલેટના ઉત્પાદકોએ દર્દીઓને આ દવા પ્રિસ્ક્રાઈબ કરવા માટે ડૉક્ટરોને ભેટ આપવા રૂ. ૧,૦૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો.ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ સંજય પારેખે કહ્યું કે સીબીડીટીએ ડોલો-૬૫૦ના ઉત્પાદકો પર પ્રિસ્ક્રિપ્શન માટે ડૉક્ટરોને ૧,૦૦૦ કરોડ રૂપિયાની મફત ભેટ આપવાનો આરોપ મૂક્યો છે.દવાના માર્કેટિંગ માટે વર્તમાન કોડને કાયદાકીય દરજ્જો આપવાની માગણી કરી રહેલી મેડિકલ રિપ્રેઝન્ટેટિવ સંસ્થાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચને કહ્યું કે, પેરાસિટામોલની ૫૦૦ મિલીગ્રામની માત્રાવાળી દવાની કિંમત સરકારે નિયંત્રીત કરી રાખી છે. સામાન્ય રૂપે દર્દીઓને આટલી માત્રાની પેરાસિટામોલની જ જરૂર હોય છે. વધુમાં ૫૦૦ મિલીગ્રામથી વધુ માત્રાવાળી દવાઓની કિંમત ફાર્મા કંપનીઓ નક્કી કરે છે.ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચને સંસ્થાએ જણાવ્યું કે, ક્રોસિન, કાલપોલ જેવી અન્ય સામાન્ય દવાઓ આ જ માત્રાની પેરાસિટામોલ સાથે ઉપલબ્ધ છે. પરંતુ ડોલો બનાવતી કંપનીએ ૬૫૦ મિલીગ્રામ માત્રાવાળી ટેબ્લેટ રજૂ કરી. તેનો આશય દવાની કિંમત ઊંચી રાખવાનો હતો. એવા તમામ ઉદાહરણ છે, જે દર્શાવે છે કે કેવી રીતે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારથી દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે.એસોસિએશનના વકીલ સંજય પારેખે જજોને જણાવ્યું કે, આ મોંઘી દવા પ્રિસ્ક્રાઈબ કરવા માટે ઉત્પાદકોએ ડૉક્ટરોને ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની વસ્તુઓ ભેટમાં આપી છે અથવા તેમને મોંઘા વિદેશ પ્રવાસ કરાવ્યા છે.ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. તમે જે કહી રહ્યા છો તે સાંભળીને મને વ્યક્તિગતરૂપે પણ સારું નથી લાગતું. કોરોના મહામારી સમયે મને કોરોના થઈ ગયો હતો ત્યારે મને પણ આ ટેબ્લેટનો ઉપયોગ કરવા કહેવાયું હતું. આ એક ગંભીર બાબત છે. જોકે, બેન્ચે કહ્યું કે, સરકાર અથવા સંસદને કોઈ કાયદો બનાવવાનો આદેશ આપી શકાય નહીં. પરંતુ આ કેસમાં થોડી સુનાવણી પછી જજોએ યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસીસને કાયદાકીય રૂપ આપવાની માગણી પર જવાબ આપવા કેન્દ્ર સરકારને ૧૦ દિવસનો સમય આપ્યો હતો. બીજીબાજુ કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા અધિક સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું કે સરકાર તરફથી સોગંદનામું લગભગ તૈયાર છે. તે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાશે.","content_type":0},{"Id":673372,"post_title":"આજે જન્માષ્ટમીઃ કચ્છમાં લોકો કૃષ્ણના રંગે રંગાશે, બે વર્ષ બાદ કરાશે ભવ્ય ઉજવણી","post_author":" ","mobile_number":"","post_views":"5","share_link":"આજે જન્માષ્ટમીઃ કચ્છમાં લોકો કૃષ્ણના રંગે રંગાશે, બે વર્ષ બાદ કરાશે ભવ્ય ઉજવણી https:\/\/atthistime.in\/people-in-kutch-will-be-painted-in-the-color-of-krishna-celebration-will-be-held-after-two-years\/","post_image":"httpss:\/\/atthistime.in\/wp-content\/uploads\/2022\/08\/photo_1660841314643.jpeg","post_video":"","post_thumb":"","post_date":"August 19, 2022","post_content":"ભુજ,ગુરૃવારગત સોમવારે બોળચોથ હતી ત્યારાથી જ જન્માષ્ટમી પર્વ ઉજવણીનો માહોલ સર્જાયો હતો. આજે શીતળા સાતમ હોવાથી લોકોએ  ટાઢુ ભોજન કર્યુ હતુ. આવતીકાલે મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ અનેરા ઉલ્લાસ સાથે રાતના બાર વાગે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે. કચ્છમાં કેટલાક સૃથળોએ જન્માષ્ટમી નિમિતે રાથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.ભુજ સહિત કચ્છના તમામ તાલુકા માથકો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન્માષ્ટમીને લઈને ઉત્સાહ છે. ઠેર ઠેર મંદિરોમાં શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોન્ત્સવ મનાવાશે. શનિવારે મટકી ફોડના આયોજન કરવામાં આવ્યા છે. જન્માષ્ટમી પર્વની ઉજવણી કચ્છમાં કોરોના કાળના બે વર્ષ બાદ અનેરા ઉમંગ સાથે થઇ રહી છે. બુાધવારે  રાંધણ છઠ્ઠ હતી. લોકોએ રાંધણ છઠ્ઠની રસોઇ કરી હતી.આજે શીતળા સાતમના લોકો ટાઢી રસોઇ આરોગી હતી તેમજ પરિવારના સભ્યો માતા શીતળાના મંદિરે જઇને પરિવારના તાથા બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમજ કુલેર તાથા શ્રીફળ ધરીને પૂજા-ભકિત કરી હતી.કચ્છમાં આવતીકાલે જન્માષ્ટમી નિમિતે ઠેર ઠેર જન્માષ્ટમી રાથયાત્રાના આયોજનો કરાયા છે. આવતીકાલે લોકો કૃષ્ણના રંગમાં રંગાશે. કોરોનાના બે વર્ષ બાદ ઉત્સવ ઉજવવાની તક મળતા લોકોમાં અનેરો ઉલ્લાસ ઉમંગ છલકાઇ રહ્યો છે. ભુજ સહિત કચ્છના વિવિાધ ગામો-શહેરોમાં લોકમેળાનો પ્રારંભ થયો છે. મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે લોકો મેળામાં પહોંચ્યા હતા. ભુજમાં ચાર દિવસ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.","content_type":0}]}