કેશોદ સમ્યક સેવા સમિતિ આયોજિત સમુહ લગ્નોત્સવ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/we2pt6zrsiaqyql1/" left="-10"]

કેશોદ સમ્યક સેવા સમિતિ આયોજિત સમુહ લગ્નોત્સવ યોજાયો


કેશોદ ખાતે તથાગત બુદ્ધ સમૂહ લગ્ન સેવા સમિતિ અને સમ્યક સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું હતું જેમાં અનુંસુચિત જાતિ સમાજના નવ યુગલોએ નવજીવનની શરૂઆત કરી હતી કેશોદ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ થી તથાગત બુદ્ધ સમૂહ લગ્ન સેવા સમિતિ અને સમ્યક સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે કેશોદ મુકામે ભવ્ય સમૂહ લગ્નને સફળતા મળી હતી અને બહોળી સંખ્યામાં અનુંસુચિત જાતિ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સર્વ સમાજના અગ્રણી રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા તેમજ સમાજના આગેવાનો દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ એક સમાજનો આધાર સ્તંભ બની ગયો છે અને આ સમિતિએ જે સમૂહ લગ્નનું બીડું ઝડપ્યું છે જેના હિસાબે અનેક દીકરીઓના લગ્ન હાલ એક જ માંડવે બૌદ્ધ વિધિ દ્વારા થઈ રહ્યા છે તે આનંદની વાત છે અને સુંદર વ્યવસ્થાને લઈ સૌ આયોજકોને અને  સ્વયંસેવકો સહિત તમામ કાર્યકર્તાઓ અને જુનાગઢ મહિલા બૌદ્ધ ઉપાસિકા સંઘને અભિનંદન આપ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]