વિરપુરના ધોળી ગામની યુવતીએ ઝેરી દવાપી આપઘાત કર્યો…. - At This Time

વિરપુરના ધોળી ગામની યુવતીએ ઝેરી દવાપી આપઘાત કર્યો….


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ધોળી ગામમાં રહેતી 30 વર્ષિય યુવતીએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ અંગે વિરપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો વિરપુરના ધોળી ગામમાં રહેતા કોકિલાબહેન લાલાભાઈ તલાર (ઉ.વ.30)એ 19મી ડિસેમ્બરના રોજ બપોરના સુમારે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમની તબિયત લથડી હતી આથી, તાત્કાલિક સારવાર માટે લુણાવાડાની કોટેજ હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. પરંતુ ફરજ પરના તબિબ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ અંગે હોસ્પિટલના ડો. હેમાનીબહેન પટેલે વિરપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાતનું કારણજાણવા તપાસ હાથ ધરી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.