બરવાળા નગરપાલિકા દ્વારા બાકીદારોના ૧૯ નળ કનેક્શન કાપ્યા  - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wdlwkis7oisrugjw/" left="-10"]

બરવાળા નગરપાલિકા દ્વારા બાકીદારોના ૧૯ નળ કનેક્શન કાપ્યા 


આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે
  
કરવેરા વસુલાત ઝુંબેશના પગલે ન.પા.એ કાર્યવાહી હાથ ધરી 

ન.પા.દ્વારા મિલ્કતને સિલ મારવામાં આવતા મોટા બાકીદારોમાં ફફડાટ 

બરવાળા નગરપાલિકા દ્વારા કરવેરાની વસુલાત અંગેની નક્કર કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં વિરાજ શાહ (ચીફ ઓફિસર) ની સુચના અનુસાર દિગ્વીજયસિંહ પઢિયાર (ટેક્ષ ઇન્સ્પેક્ટર),નીલેશભાઈ વસાણી સહિતના કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના કરવેરા વસુલાતના મોટા બાકીદારોના ૧૯ નળ કનેક્શનો કાપવામાં આવ્યા છે જયારે ૮૨૬ જેટલા મોટા બાકીદારોને નોટીસો પાઠવવામાં આવી છે. નગરપાલિકા દ્વારા બાકીદારોની મિલ્કતોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. 

બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને ૨૦૨૨-૨૩ નાં માંગણા સામે બાકી વસુલાત સામે કરવેરાની અસરકારક વસુલાત કરવાની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરવામાં આવેલ તેમ છતા મિલ્કત ધારકો કરવેરા નહિ ભરવાના કારણે ન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતી બરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલ તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારોના ૧૯ નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા જયારે ૮૨૬ જેટલા મોટા બાકીદારોને કરવેરો ભરી જવા ખાસ અંતિત નોટીસ પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા મોટા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા મોટા બાકીદારો ફફડાટ મચી જવા પામ્યો હતો તેમજ નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા બાકીદારોને કરવેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવેલ છે.  

બોક્ષ :-બરવાળા નગપાલિકાની વસુલાત ટીમ દ્વારા ડોર ટુ ડોર કરવેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત જપ્તી,સિલ કરવાની તેમજ નળ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કરવેરા બાકી હોય તેવા મિલ્કત ધારકોને કરવેરા ભરી જવા અપીલ કરવામાં આવે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]