મેટોડામાં પરપ્રાંતીય યુવક સાથે પાર્ટી કરી સાળાએ બેલ્ટ અને ઢીકાપાટુથી મારમાર્યો
મેટોડામાં હિતેશ ઇન્ડસ્ટ્રીઝ પાસે રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ એમપીના યુવાન ધર્મેન્દ્ર શિવકુમાર બંસલ (ઉ.વ.30)ને ગઇકાલે મેટોડામાં કિસ્મત કારખાના પાસે રહેતાં તેના સાળા પપ્પુએ પોતાના ઘરે જમવા બોલાવ્યા બાદ ઝઘડો કરી નજીકના ઝાડી ઝાંખરામાં લઇ જઇ બેલ્ટ, ઢીકાપાટુ અને પથ્થરથી માર મારતાં શરીરે ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
નાવ અંગે લોધીકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત ધર્મેશે જણાવ્યા મુજબ, તેના સાળાએ તેના ઘરે બોલાવ્યા બાદ તેની સાથે દારૂ પીધો હતો અને જમ્યા હતાં. એ પછી તેનો સાળો ગાળો બોલવા માંડતાં તેને ગાળો દેવાની ના પાડતાં પહેલા ઘરમાં મારકુટ કરી હતી અને બાદમાં નજીકના ઝાડી ઝાંખરામાં લઇ જઇ બીજા મિત્રો સાથે મળી માર માર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.