અમરેલી જી.એસ.આર.ટી.સી. બસપોર્ટ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અન્વયે બેઠક યોજાઈ - At This Time

અમરેલી જી.એસ.આર.ટી.સી. બસપોર્ટ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અન્વયે બેઠક યોજાઈ


અમરેલી જી.એસ.આર.ટી.સી. બસપોર્ટ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અન્વયે બેઠક યોજાઈ

અમરેલી તા.૨૮ જાન્યુઆરી, ૨૦૨૫ (મંગળવાર) જી.એસ.આર.ટી.સી અમરેલી બસપોર્ટ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૫ અન્વયે બેઠક યોજાઈ હતી. બેઠકમાં માર્ગ સલામતી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

વાહન રસ્તાની જેમ બને તેમ ડાબી બાજુ સફેદ પટ્ટાની અંદર પાર્ક કરવું, પાર્કિંગ લાઈટનો ઉપયોગ કરવો, ગાડી બંધ પડ્યેથી ૫૦ મીટર પહેલા અને પછી હેઝાર્ડસ ટ્રાફિક વોર્નિંગ ટ્રાઇએંગલનો ઉપયોગ કરવો, ગાડીની પાછળ લાલ પીળા રંગના ઝીબ્રા પટ્ટા રેડિયમ, રિફ્લેકટર લગાવવા, સાઈડ ઈન્ડિકેટરનો ઉપયોગ કરી પછી જ લેન બદલવી વગેરે સૂચનો આપવામાં આવ્યા હતા.

‘સલામત સવારી એસ.ટી. અમારી’ નું સૂત્ર ખરેખર સાર્થક થાય તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં અકસ્માતમાં થતાં મૃત્યુ ટકાવારી ઓછી થાય તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે માર્ગ સલામતી નિયમ પાલન પર ભાર આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ડ્રાઈવર્સ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

બેઠકમાં જી.એસ.આર.ટી.સી ડિવિઝનલ કંટ્રોલરશ્રી સોલંકી, અમરેલી સીટી પી.આઈ. શ્રી, અમરેલી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરશ્રી શાહ, જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ શ્રી ગોહિલ, મેડિકલ ઓફિસર સહિતના અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image