ગઢડા(સ્વામીના) શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ગઢડા(સ્વામીના) શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ


ગઢડા(સ્વામીના) શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ગઢડા(સ્વામીના) શહેર તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મન મૂકીને મેઘરાજા ની પધરામણી થતા લોકોમાં આનંદ ની લહેર ઉઠવા પામી હતી.

આ ચોમાસા દરમિયાન ખાસ કરીને ગઢડા તાલુકા સહિતના વિસ્તારોમાં હજુ પણ જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ નહી થતા મુખ્ય નદી, ડેમ તથા જળાશયો ખાલી રહ્યા છે. પરંતુ આજે બપોરથી થી સાંજ દરમિયાન સતત ધોધમાર વરસાદ શરૂ રહેતા લોકોએ રાહત અનુભવી હતી. તેમજ ખેતરમાં ઉભી મોલાત માટે જીવતદાન સમાન વરસાદ થી ધરતી પુત્રો માં આશાનો સંચાર થયો હતો. આ દરમિયાન ગઢડા શહેર ઉપરાંત ઉગામેડી, નીંગાળા, ખોપાળા, લાખણકા, અડતાળા, ગોરડકા વિગેરે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદ મોડી સાંજે પણ એક ધારો વરસાદ શરૂ રહેતા નદી, વોંકળામાં નવા પાણી ની આવક થાય તેવી આશા બંધાવા પામી હતી.

Report, Nikunj Chauhan Botad 75757863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »