સદભાવના રાજકોટ કથા માં પૂ. મોરારિબાપુના ચૂંટેલા વચનો
સદભાવના રાજકોટ કથા માં પૂ. મોરારિબાપુના ચૂંટેલા વચનો
• ચોકલેટ નથી જોઈતી મારે મા જોઈએ છે આ તે કેવી મમતા.
• પૃથ્વી અને આકાશ આપણા મા - બાપ છે. • રામકથામાં રામના અવતાર પહેલા રાવણના અવતારની કથા છે.
• પ્રતિક્ષા કરો, પ્રભુ અવશ્ય આવશે.• રામ જેવું બાળક આ સંસારમાં જન્માવવું હોય તો પુરુષ તેની પત્નીને પ્રેમ આપે, પત્ની તેના પતિને સન્માન, આદર આપે અને પછી બંને સાથે મળીને તમે જેને માનતા હોય તે હરીને ભજો એટલે સારા સંતનો થશે.
• એકબીજાને સાધન નહીં પણ સાધ્ય માનો તો દાંપત્ય જીવન સુંદર બનશે.• આવતા જન્મમાં પણ મારે કથા કરવી છે, આવતા જન્મની પહેલી કથા મારે કૈલાશમાં કરવી છે.• મારૂ સદભાગ્ય છે કે સૌ સંતો અહીં પધાર્યા • બધા ભેટ લઈ આવ્યા, મેં સ્વામીજી(પ. પૂ ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજી)ને એક વૃક્ષ અર્પણ કર્યુ. • આ કથા એ બકવાસ (બગલાનો વાસ) નથી વાલ્મીકીનો વાસ છે.• કથા બકવાસ (બગલાનો વાસ) નથી, મુખવાસ છે, હંસવાસ છે, કોયલવાસ છે, કાગવાસ છે, આ કથા શુક્રવાસ છે.• જેના પુણ્ય ભાગ્યા જાગ્યા એ જ હરીગુણ ગાઈ શકશે.• રાજકોટને હુ ખુબજ સાધુવાદ આપુ છુ કે તમારી શ્રવણશકિત ખુબ જ આગળ વધી ગઈ.• તમે આટલી શાંતીથી સાંભળો છો, આ કવિયુગ નથી કથાયુગ છે.• રાજકોટ મારૂ સ્વર્ગ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.