ભુરખીયા થી ભાવનગર વાયા રંઘોળા રૂટની બસ અવાર નવાર બંધ કરાતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રોષ
ભુરખીયા થી ભાવનગર રૂટની વાયા રંઘોળા બસ અવાર નવાર બંધ કરી દેવાતા મુસાફરોમાં ભભૂકતો રોષ ભુરખીયા ટુ ભાવનગર અને ભાવનગર ટુ ભુરખીયા રૂટની બસ જે વાયા દામનગર,મૂળિયાપાટ,સુવાગઢ,વિકળીયા લાખાવાડ,હડમતીયા,ઠોંડા,રંઘોળા રૂટની જે બસ અંદરના ગામડાઓ માંથી ચાલે છે આ ગામડાઓમાં અન્ય કોઈપણ બીજી બસની સુવિધા નથી કે નથી કોઈ અન્ય વાહન વ્હેવસ્થા તેથી અંદરના ગામોના મુસાફરોને ભાવનગર દવાખાને અથવા તો ભાવનગર ખરીદી કરવા કે અન્ય કામે આવવામાં ખૂબજ મુશ્કેલી ઉભી થાય છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરોમાં ભભૂકતો રોષ જોવા મળ્યો છે જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા ડેપો મેનેજરને અવાર નવાર લેખિત તેમજ મોખિક રજૂઆત કરવામાં આવેલ છે તેમ મુસાફર પરેશભાઈ કોતર દ્વારા જણાવ્યા પ્રમાણે અમારે ડેલી ભાવનગર આવવા જવા અપડાઉન માટે આ એક માત્ર બસ છે જે પણ બંધ કરાતા બધા મુસાફરો રજળી પડે છે તેમ છતાં અવાર નવાર આ બસ બંધ કરી દેવામાં આવે છે અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ અચાનક બસનો રૂટ બંધ રહેતો હોય છે જેના કારણે સવારમાં વિદ્યાર્થીઓ અને મુસાફરો પોતાના ગામના બસ સ્ટેન્ડમાં રાહ જોતા હેરાન પરેશાન થઈ જતા હોય છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
