ધંધુકા મોર્ડન હાઇસ્કુલ ના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને શુભેચ્છા આપવા સમારંભ યોજાયો. - At This Time

ધંધુકા મોર્ડન હાઇસ્કુલ ના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને શુભેચ્છા આપવા સમારંભ યોજાયો.


અમદાવાદ જિલ્લાની ધંધુકા મોર્ડન હાઇસ્કુલ ના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા સમારંભ યોજાયો.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ગરીબ નવાઝ કમિટીના પ્રમુખ હબીબભાઈ મોદન દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ધંધુકા મુસ્લિમ કેળવણી મંડળ સંચાલિત મોર્ડન હાઇસ્કુલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંતર્ગત શુભેચ્છા તથા આશીર્વાદ આપવા માટે ના કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો.
ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓને સારા માર્કસ મેળવી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા મોર્ડન હાઈસ્કૂલ ના ધોરણ 10 ના વિધાર્થી ઓને બોર્ડ ની પરીક્ષા સંદર્ભ શુભેચ્છા . તથા ધોરણ 12 ના વિધાર્થી ઓ નો વિદાય શભારંભ નુ આયોજન કરવામા આવેલ જે સબંધે શૈશણીક ક્ષેત્રે . કાર્યરત ગરીબ નવાઝ રીલીફ કમીટી ના પ્રમુખ હબીબમોદન તરફ થી વિધાર્થી ઓને પ્રોત્સાહિત કરવા પરીક્ષા માટે ની કીટ નુ વિતરણ કરવામા આવેલ . આ પ્રસંગે હબીબમોદન .ભાઈજી ભાઈ મોદન . સેક્ટરી હુસેન ભાઈ દેસાઈ . રહીમ ભાઈ દેસાઈ.સિદીક ભાઈ ખલીફા .સોહેલ ખટુબરા .નાશીરભાઈ ઘોઘારી . મહુમદ દેસાઈ (ડી કે ) . સાદીક દેસાઈ . રાજુભાઈ પરીખ . હરીઓમ ભાઈ .આબીદ ભાઈ એ હાજર રહેલ માનનીય પ્રમુખ રફીક ભાઈ કોઠારીયા એ પણ શુભેચ્છાઓ પાઠવેલ વિદાય લેતા વિધાર્થી ઓ એ તેમના તેમના સ્મરણો યાદ કરતા વિધાર્થી ઓ સાથે પરમાર બહેને જણાવેલ કે આ હાઈસ્કૂલ મા દાખલ થતા સમયે હુ ખચકાટ અનુભવતી હતી પરંતુ મને અહી કોઈ ભેદભાવ વગર અભ્યાસ કરવા નો અવસર પ્રાપ્ત થયેલ છે. ભાઈ શ્રી હરીઓમ ભાઈ એ તેમના પ્રવચન મા પરીક્ષા આપવા બાબતે વિસ્તુત સમજ આપી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.