વડોદરામાં ભારે આતશબાજી , અટલાદરા સ્વામીનારાયણ મંદિરમાં 1500 વેપારીઓએ ચોપડા પૂજન કર્યું , - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/waszepusarnfjrh3/" left="-10"]

વડોદરામાં ભારે આતશબાજી , અટલાદરા સ્વામીનારાયણ મંદિરમાં 1500 વેપારીઓએ ચોપડા પૂજન કર્યું ,


ઉત્સવપ્રિય વડોદરામાં હિંદુઓના સૌથી મોટા અને વિક્રમ સંવત 2078 ના અંતિમ દિવસ પ્રકાશ પર્વ દીવાળીની અભૂતપૂર્વ ઉત્સાહ અને અનેરા ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી . નાના - મોટા વેપારીઓ દ્વારા શારદા પૂજન ( ચોપડા પૂજન ) કરવામાં આવ્યું હતું . અટલાદરા ખાતે આવેલા બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ શ્રી સ્વામીનારાયણ મંદિરમા સામુહિક ચોપાડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું . આ ચોપડા પૂજનમાં નાના - મોટા વેપારીઓ તેમજ ઘરઘથ્થુ રોજનીશી લખતા લોકોએ લાભ લીધો હતો . સંતો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શારદા પૂજન કરાવવામાં આવ્યું હતું . નવા વર્ષની ઉજવણી માટે સજ્જ સાવલી લાઈક સનાતન ધર્મની પરંપરા અનુસાર વિક્રમ સવંતના વર્ષાન્તે એટલે કે દિવાળી ના દિવસે તમામ ગૃહસ્થજનો એટલે કે , વેપારીઓ , ઉદ્યોગપતિઓ , ખેડુતો , ધંધાર્થીઓ દ્વારા ચોપડાનું પૂજન કરવામાં આવે અને પૂજા કરેલા ચોપડામાં વાર્ષિક તેઓ હિસાબો લખે છે . નાના - મોટા સૌ શારદા પૂજન ( ચોપડા પૂજન ) કરી નૂતન વર્ષ ની શરૂઆત કરવા કટિબદ્ધ થતાં હોય છે , આજે દિવાળીની સંધ્યાએ વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય સંતોના સાનિધ્યમાં 1500 જેટલા ભક્તો પોતાના ચોપડા તથા અમુક વ્યક્તિઓ લેપટોપ સાથે પૂજામાં જોડાયા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]