વડોદરા: ભાજપના સદસ્યતા અભિયાનમાં પણ વોર્ડ કક્ષાએ ભાંજગડ:
વડોદરા,તા.30 જુન 2022,ગુરૂવારવડોદરા ભારતીય જનતા પાર્ટીમાં શહેર આગેવાનોમાં ચાલતી જૂથબંધીને કારણે વોર્ડ કક્ષાએ પણ જૂથ બંધી શરૂ થઈ છે જેથી અવારનવાર ભાજપની ભાજપ જાહેરમાં બહાર આવે છે ત્યારે ગઈકાલે સદસ્યતા અભિયાન શરૂ થયું છે તેમાં ભાજપની એક મહિલા કોર્પોરેટરે માત્ર ફોટા પડાવવા આગળ રહી અન્ય કાર્યકર્તાઓને સાથે નહીં રાખતા મહિલા કોર્પોરેટર સામે રોષ વ્યાપ્યો છે.વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં વોર્ડ કક્ષાએ ઘેર ઘેર ફરીને મિસકોલ કરી લોકોને ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે વોર્ડ નંબર છ માં ભાજપના શહેરના મંત્રીના નિવાસસ્થાનેથી ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ ઘરે ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બુથ નંબર 69 ના વિસ્તારમાં ફેરણી કરી રહ્યા હતા ત્યારે બોર્ડના એક મહિલા કોર્પોરેટર ફોટા પડાવવા માટે આગળ ને આગળ રહેતા હોવાથી શિક્ષણ સમિતિના બે સભ્ય અને અન્ય એક મહિલા કોર્પોરેટર માં રોષ વ્યાપ્યો હતો જેમાં એક મહિલા કોર્પોરેટરને અપમાન થતું હોવાનું લાગતા અધવચ્ચેથી ફેરની છોડીને ચાલ્યા ગયા હતા. જ્યારે શિક્ષણ સમિતિના સભ્ય અને કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી કે પાર્ટીના સંગઠનમાં 20 વર્ષથી વધુ સમયથી કામગીરી કરી રહ્યા છે છતાં પણ એક જ વ્યક્તિને મહત્વ આપવાનું હોય તો અન્ય કાર્યકર્તાઓને સદસ્યતા અભિયાનમાં જોડાવાની કોઈ જરૂર જ લાગતી નથી જે અંગે કેટલાક કાર્યકર્તાઓ શહેર પ્રમુખને પણ રજૂઆત કરશે તેમ જાણવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.