મહાકાલ મંદિર પાસે દિવાલ ધરાશાયી, બેના મોત:ઉજ્જૈનમાં 4 લોકો કાટમાળ નીચે દટાયા, 2ને ઈન્દોર રિફર કરાયા; કલેકટરે કહ્યું- SDM તપાસ કરશે - At This Time

મહાકાલ મંદિર પાસે દિવાલ ધરાશાયી, બેના મોત:ઉજ્જૈનમાં 4 લોકો કાટમાળ નીચે દટાયા, 2ને ઈન્દોર રિફર કરાયા; કલેકટરે કહ્યું- SDM તપાસ કરશે


શુક્રવારે સાંજે ભારે વરસાદ વચ્ચે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર ચાર પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે દબાઈ જવાથી બે લોકોના મોત થયા છે. જ્યારે, એક મહિલા અને 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને ઈન્દોર રીફર કરવામાં આવ્યો છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું કે SDM આ સમગ્ર મામલાની તપાસ કરશે. મહાકાલ ફેઝ 2નું કામ ચાલી રહ્યું છે... જણાવવામાં આવી રહ્યું છે કે મહાકાલ મંદિર પાસે મહારાજવાડા સ્કૂલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. અહીં મહાકાલ ફેઝ 2નું કામ ચાલી રહ્યું છે. શુક્રવારે સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ હતું. બપોરે જોરદાર વરસાદ પડ્યો હતો. અકસ્માત થયો ત્યારે રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. પાણીના જોરદાર પ્રવાહને કારણે રિટેઈનિંગ વોલ ધરાશાયી થઈ હતી. તેની અસરથી નીચે દુકાન પર બેઠેલા ચાર લોકો દટાઈ ગયા હતા. સીએમ ડો. મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું
સીએમ ડો. મોહન યાદવે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. અકસ્માત સંબંધિત તસવીરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.