બોટાદમાં “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમની ઉજવણી: મહિલાઓ માટે રોજગારી મેળવવાનો સુવર્ણ અવસર
મહિલા રોજગાર ઇચ્છુકો માટે 3 ઓગસ્ટે રોજગાર મેળાનું આયોજન
મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લાનીમહિલા રોજગારઇચ્છુકો માટે 3 ઓગસ્ટે રોજગાર મેળાનું આયોજન
મહિલા રોજગાર ઈચ્છુકોએ જરૂરી દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકરતરીકે નોંધણી કરાવવી ફરજિયાત
બોટાદમાં “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમની ઉજવણી: મહિલાઓ માટે રોજગારી મેળવવાનો સુવર્ણ અવસર
બોટાદ જિલ્લાની મહિલા રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારશ્રીના “નારી વંદન ઉત્સવ” કાર્યક્રમ હેઠળ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત બોટાદમાં રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બોટાદ દ્વારા સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ફક્ત મહિલા રોજગાર ઈચ્છુકો માટે રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા આશયથી રોજગાર ભરતી મેળો યોજાશે.જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ મારૂતી સ્પીનટેક્ષ પ્રા. લી. ભદ્રાવડી ખાતે હેલ્પર અને મશીન ઓપરેટરની જગ્યા માટે 18થી 30 વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ 12ની શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલા રોજગાર ઈચ્છુઓએ શ્રી નાનજી દેશમુખ ઓડીટોરીયમ, બોટાદ નગરપાલિકા ખાતે તા. 3 ઓગસ્ટ, 2022ના રોજ સવારે 10: 00 કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. રોજગાર મેળામાં ભાગ લેવા ઈચ્છતી મહિલાઓને આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https: //anubandham. gujarat. gov. in/ account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરીના સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં. 6357390390 ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે
report, Nikunj chauhan botad 7575863232.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.