માધવપુર ગામે ગણેશજારા વિસ્તરમાંથી જુગારધામ રમતા ચાર જુગારીઓને પકડી પડતી પોરબંદર એલસીબી - At This Time

માધવપુર ગામે ગણેશજારા વિસ્તરમાંથી જુગારધામ રમતા ચાર જુગારીઓને પકડી પડતી પોરબંદર એલસીબી


જુગારના સાહિત્ય સાથે રૂ.૧૫૧૫૦ ના મુદામાલ પકડી પાડી માધવપુર પોસ્ટે.ગુન્હો રજીસ્ટર કરેલ છે

ગોસા(ઘેડ)તા.૨૨/૧૨/૨૦૨૪
પોરબંદર એલ.સી.બી.ને માધવપુર ગામે ગણેશજારા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના મળતા બાતમીના આધારે જુગાર દરોડો પડતા ચાર શખ્સો જુગાર રમતા પકડાઈ ગયા હતા.
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ગેર કાયદેસર દારૂ/જુગાર ની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સુરજીત મહેડુનાઓના સુપરવિઝન હેઠળ એલ. સી. બી. ઈન્સાર્જ પો. ઈન્સ. આર. કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફ ના માણસો માધવપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હેડ કોસ્ટેબલ જીતુભાઈ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણ ને હકીકત મળેલ કે માધવપુર ગામ ગણેશજારા વિસ્તારમાં ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમે છે. ત્યારે એલ.સી. બી.સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા રાજા ઉર્ફે રામ મુંજાભાઈ વાજા ઉ.વ. ૭૦,રહે. માધવપુર ગામ, બુટડા શેરી તા. જી. પોરબંદર, હીરા લીલાભાઇ ડાકી ઉ.વ. ૬૫,રહે. માધવપુર બસ સ્ટેન્ડ પાછળ , તા. જી. પોરબંદર, રાજેન્દ્ર ઉર્ફે રાજુ માલદેભાઇ વાજા ઉ.વ. ૬૦,રહે. માધવપુર ગામ, મોહનભાઇ દોઢીયાશેરી તા. જી. પોરબંદર અને મગન પોલાભાઈ વાઘેલા ઉ.વ. ૫૨, રહે. માધવપુર ગામ,બકાલા માર્કેટ ડો. નાગોરીના દવાખાના પાસે તા. જી. પોરબંદર, પોરબંદર વાળા ને ગંજીપતાના પાના નંગ.-૫૨ તથા રોકડા રૂ. ૧૫૧૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારાનો ગણના પાત્ર કેશ સુધી કાઢેલ છે. અને માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર તથા ગોવિંદભાઈ મકવાણા,તથા હેડ કોસ્ટેબલ ઉદયભાઇ વરુ, i સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મકકા, મુકેશભાઈ માવદીયા, કુલદીપ સિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડે દરા, જીતુભાઈ દાસા તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ, તથા ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ ગોવિંદભાઇ માળીયા વગેરે રોકાયા હતા
રિપોર્ટર વિરમભાઈ કે.આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.