ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે નુતન વર્ષાનાં દિવસે સ્નેહમિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો
તા:6 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે આજથી થોડા દિવસ પહેલાં બોડીદર સરકારી કુમાર શાળામાં નૂતન વર્ષાનાં દિવસને સમસ્ત બોડીદર ગામ આયોજિત તેમજ શ્રેષ્ઠ શિક્ષકો આયોજિત સ્નેહમિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની વિશેષતા એવી હતી કે સમસ્ત બોડીદર ગામનાં ગ્રામજનો અને દરેક સમાજનાં લોકો એકી સાથે એકતાનું સંગઠન વધે અને મારું ગામ મને ગૌરવ હોય જેથી કરીને નુતન વર્ષાનાં દિવસે તમામ બોડીદર ગામનાં ગ્રામજનો સાથે હળી મળીને એક સ્નેહમિલનનું આયોજન કરીએ જેથી કરીને એક જ જગ્યા ઉપર સમસ્ત ગામ ભેગું થાય અને નવા વર્ષનાં હૈપી ન્યુ વર્ષની શુભેચ્છા પાઠવીએ અને જય શ્રી કૃષ્ણ અને રામ રામ કરીએ અને એકબીજાને આશીર્વાદ આપીએ એવો આ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ આ કાર્યક્રમની વિશેષ એક બીજી પણ એક વિશેષતા હતી કે બોડીદર ગામમાં દર વર્ષે વધુને વધુ બહોળી સંખ્યામાં દરેક સમાજનાં દીકરા દીકરીઓને તનતોડ મહેનત કરી ઉત્સાહ સાથે સરકારી નોકરી જેવી ડોક્ટર પોલીસ કોસ્ટેબલ શિક્ષકો આર્મીમેન ક્લાસ વન કે ક્લાસ ટુ અધિકારી બને અને એમને પ્રોત્સાહન મળે અને નાના બાળકો જેણે નવોદયની એક્ઝામ પાસ કરી હોય અને અન્ય એક્ઝામ સી.એ જેવી પણ એક્ઝામો પાસ કરી હોય અને આ બાળકોને પ્રોત્સાહન મળે જેથી કરીને દર વર્ષે આ નુતન વર્ષનાં દિવસે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવે છે એવી જાણકારી આપવામાં આવી હતી જેથી કરીને યુવાનો અને બાળકોને પ્રોત્સાહન મળે એ માટે ગ્રામજનો યોગ્ય સહકાર આપે એવી હાંકલ પણ કરવામાં આવી હતી જેમાં હાલમાં પી.એસ.આઇ બનેલા અધિકારીએ બોડીદર ગામમાં લાઇબ્રેરીની વ્યવસ્થા નાં હોય તો લાઇબ્રેરી તાત્કાલિક ઊભી થાય એવી પણ જાણકારી આપી હતી
પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.