એસીબીનાં પોલીસ ઈન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી મોટા ખુંટવડા : તત્કાલીન કોન્સ્ટેબલ, એએસઆઈ વિરૂદ્ધ લાંચ લેવાનો ગુનો દાખલ કરાયો - At This Time

એસીબીનાં પોલીસ ઈન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી મોટા ખુંટવડા : તત્કાલીન કોન્સ્ટેબલ, એએસઆઈ વિરૂદ્ધ લાંચ લેવાનો ગુનો દાખલ કરાયો


( રિપોર્ટ રમેશ જીંજુવાડીયા)
એસીબીનાં પોલીસ ઈન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી
મોટા ખુંટવડા : તત્કાલીન કોન્સ્ટેબલ, એએસઆઈ વિરૂદ્ધ લાંચ લેવાનો ગુનો દાખલ કરાયો
આરોપી નં.૧ ઇન્દ્રજીતસિંહ બળવતસિંહ ગોહિલ,તત્કાલિન ડ્રા.પો..કો.મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન, તા.મહુવા જી.ભાવનગર (હાલ નિવૃત)આરોપી નં.૨ રમેશકુમાર નરભેરામ પંડ્યા તત્કાલિન અના.એ.એસ.આઈ,મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન, તા.મહુવા જી.ભાવનગર(હાલ નિવૃત) નાઓએ આ કામના અરજદાર રામસિંગ મોતીસિંહ ગોહીલ રહે. ગામ-સેંદરડા તા.મુહવા જી.ભાવનગર નાઓ પાસે દારૂના ધંધાનું વેંચાણ કરાવી દારૂના હપ્તા પેટે લાંચની માગણી કરેલ જે વાતચીત સાહેદે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કરી સી.ડી.બનાવી અરજી સાથે રજુ કરેલી.

જે અરજદારની અરજી આધારે તપાસ દરમ્યાન આજરોજ (૧) ડ્રાઇવર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ બળવંતસિંહ ગોહિલ (૨) બિન હથીયારી આસી.સબ ઇન્સ. રમેશકુમાર નરભેરામ પંડયાનાઓએ તેમની મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન જિ.ભાવનગર ખાતેની રાજય સેવક તરીકેની ફરજના સમયગાળા દરમ્યાન રાજય સેવક તરીકે કરવાની થતી કાયદેસરની કાર્યવાહી નહી કરી સાહેદ પાસે દારૂના ધંધાનું વેચાણ કરાવી જુદા જુદા સમયે જુદી જુદી રકમની લાંચની માંગણી કરી ગુનાહિત ગેરવર્તણુંક અને ભ્રષ્ટ રીત રસમો અપનાવી પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી દારૂનો ધંધો કરવા દેવાના બદલામાં લાંચના નાણાંની માંગણી કરી લાંચીયાવૃતી આચરી પોતાના અંગત લાભ ખાતર ગેર-કાયદેસર રીતે લાંચની માંગણી કરી ગુનો કર્યા વિગેરે બાબતેની બન્ને આરોપીઓ વિરૂધ્ધ ભાવનગર એ.સી.બી.પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૧/૨૦૨૫ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ ૭ (a) મુજબ "ડીમાન્ડ" નો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

જે અંગે સરકાર તરફે આર.ડી.સગર પોલીસ ઇન્સ્પેકટર ભાવનગર એ.સી.બી.પો.સ્ટે.નાઓએ ફરીયાદ દાખલ કરેલ હોય અને શ્રી એસ.એન.બારોટ મદદનીશ નિયામક ભાવનગર એકમ ભાવનગરનાઓના માર્ગદર્શન હેઠળ સમગ અરજીની તપાસના અંતે ગુનો દાખલ કરવામાં આવેલ છે.જે ગુનાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટર એમ.ડી.પટેલ સુરેન્દ્રનગર એ.સી.બી.પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે.

સરકારશ્રીના જુદા-જુદા વિભાગના અધિકારી / કર્મચારીઓ દ્રારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે કોઈ ગેરકાયદેસર અવેજીની માંગણી કરવામાં આવે તો તેવા અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી.નાં ટોલ ફિ નં.૧૦૬૪/૦૭૯૨૨૮૬૬૭૭૨ તથા ફેક્સ નં.૦૭૯૦૦૬૮૯૨૨૮ ઈ-મેઈલ:astdir-acb- f2 @gujarat.gov.in વેટ્સએપ નં.૯૦૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા ભાવનગર એ.સી.બી.પોલીસ સ્ટેશન, મુની ડેરી ચોક,મહિલા કોલેજ પાસે એરપોર્ટ રોડ, ભાવનગર કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા તથા સીડી કે પેઈન ડ્રાઈવ દ્રારા માહિતી મોકવવા નાગરીકોને આહવાન કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image