ભાવનગર લોકસભા આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર થતા બોટાદ જિલ્લા શહેર સંગઠનમાં ખુશીની લહેર દ્વારા ફટાકડા ફોડી ઢોલ-શરણાઈ વગાડી ઉજવણી કરાઇ
ભાવનગર લોકસભા આપના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર થતા બોટાદ જિલ્લા શહેર સંગઠનમાં ખુશીની લહેર દ્વારા ફટાકડા ફોડી ઢોલ-શરણાઈ વગાડી ઉજવણી કરાઇ
આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સમિતી દ્વારા આજરોજ ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી વિધાનસભા દંડક અને બોટાદના જાગૃત ધારાસભ્ય
ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે,તે ખુશીમાં આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા બોટાદ ધારાસભ્ય ની ઓફિસ ખાતે તેમજ ભાવનગર જિલ્લા શહેર સંગઠન દ્વારા ફટાકડા ફોડી, ઢોલ-શરણાઈ વગાડી ઉજવણી કરવામાં આવી હતી,આપ બોટાદ જિલ્લા સંગઠન ના તમામ સેલના પદાધિકારીઓ,હોદેદારો,મહિલા સંગઠન,તેમજ કાર્યકર્તા અને સમર્થકો દ્વારા ઉજવણી કરી અને ભાવનગર લોકસભા જીતવા માટે હુંકાર કર્યો હતો તેમજ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને ભાવનગર લોકસભાના ઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.