ચેકપોસ્ટ પર ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ બાઇક સાથે આરોપી ને પકડી પાડતી સામખિયાળી પોલીસ - At This Time

ચેકપોસ્ટ પર ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ બાઇક સાથે આરોપી ને પકડી પાડતી સામખિયાળી પોલીસ


મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ શ્રી સાગર સાંબડા સાહેબ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં બનતા વાહનચોરી,મોબાઈલ ચોરી તેમજ અન્ય ચોરીઓના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા અને ચોરીઓની પ્રવૃતી કરતાં ઇસમોને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સામખીયાળી પોલીસ સ્ટેશનના સીની.પોલીસ સબ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ સુરજબારી ચેક્પોસ્ટ પર ચેકીંગ દરમ્યાન શિકારપુર બાજુથી એક ઇસમ મોટર સાયકલ ચલાવી આવતો હોઇ તેને ચેક કરવા હાથથી ઇસારો કરી મોટર સાયકલ ઉભુ રખાવી ઇસમને મોટર સાયકલ પરથી નીચે ઉતારી મોટરસાયકલની આર.સી.બુક આધાર પુરાવા માંગતા તેણે પોતાની પાસે કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવેલ જેથી મજકુર આરોપીને પકડી પાડી સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ મો.સા કબજે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ-૪૧(૧) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ : સિલ્વર કલરનું TVS કંપનીનુ મો.સા. જેના પર Radeon Duralife લખેલ છે. મોટર સાયકલના ચેચીસ તથા એન્જીન નંબરની ખરાઇ કરતાં કોઇ ઓજાર વડે ભુશી નાખેલ છે. એમ કુલ્લે મુદામાલ કિ.રૂ.૧૫૦૦૦/-

આ કામગીરી સીનીયર પોલીસ સબ ઇન્સપેકટર વાય.કે.ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.