બરવાળા તાલુકાના વહિયા ગામે બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી
બરવાળા તાલુકાના વહિયા ગામે મામલતદાર અને એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ આર. પ્રજાપતિ તથા તાલુકા વિકાસ અધિકારી એ.કે રાજપુતની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે વહીયા ગામના ગોચર જમીન સર્વે નંબર 295 તથા 297માં થયેલા બિનઅધિકૃત દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ગોચરની જમીન પર દબાણની અરજી મળી હતી. જેના અનુસંધાને તલાટી- કમ- મંત્રી દ્વારા તપાસ કરતા તે જમીન સર્વે નંબર 295 તથા 297 ખરેખર તેમાં દબાણ હતું, જે ઉચ્ચકક્ષાએ જાણ કરતા બરવાળા તાલુકાના વહીયા ગામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.