અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ૧૦૮ નદીઓ ના જળ સાથે વડનગર હાટકેશ્વર મહાદેવ . મંદિર નું જળ સમર્પિત કરવામાં આવ્યું - At This Time

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ૧૦૮ નદીઓ ના જળ સાથે વડનગર હાટકેશ્વર મહાદેવ . મંદિર નું જળ સમર્પિત કરવામાં આવ્યું


અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ૧૦૮ નદીઓ ના જળ સાથે વડનગર હાટકેશ્વર મહાદેવ . મંદિર નું જળ સમર્પિત કરવામાં આવ્યું

તા.26 જાન્યુઆરીએ અયોધ્યા થી સરયુ માતાના જળથી આદરણીય શ્રી સોમભાઈ મોદી (દાદા) તથા ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે શ્રી હાટકેશ્વર મહાદેવ જળાભિષેક કાર્યક્રમ*

*તમામ ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ*

આથી તમામ વડનગરના નાગરિકોને જણાવવાનું કે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા ૧૦૮ નદીઓના ‌જળ સાથે વડનગરના શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનુ જળ સમર્પિત કરવામાં આવ્યું હતું આદરણીય શ્રી સોમભાઈ મોદી (દાદા) તથા વડનગરના ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ વિહિપ તથા ભાજપના મહાનુભાવોના માર્ગદર્શન અને હાર્દિક શુભકામનાઓ સાથે નમો સેના સંગઠનના યુવાનો રાજેન્દ્રભાઈ નાયક, કનુભાઈ બારોટ, સાંઈકિરણ બારોટ, પૂજન બારોટ, પ્રકાશ સોલંકી, ગલાજી ઠાકોર,
સાથે સંસ્થાપક શ્રી સંજય ગૌસ્વામી ગત 17 જાન્યુઆરી એ અયોધ્યા જઈ વડનગરના શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનુ પવિત્ર જળ શ્રી રામ જન્મ ભૂમિ તિર્થ ટ્રસ્ટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય સરંક્ષક માનનીય શ્રી દિનેશચંદ્ર જી (બડે દિનેશજી )ને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સમર્પિત કરવામાં આવ્યું હતું
જ્યારે અયોધ્યા ખાતે થી પવિત્ર નદી સરયુ માતાનુ જળ વડનગરના શ્રી હાટકેશ્વર મહાદેવ શ્રી ને સમર્પિત કરવા માટે આ યુવાનો તા. ૨૬ જાન્યુઆરીના રોજ વડનગર ખાતે પહોંચશે તા. ૨૬ જાન્યુઆરીએ બપોરે ૧૨ વાગ્યે આ જલ‌યાત્રા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પંહોચશે અને આદરણીય શ્રી સોમભાઈ મોદી (દાદા) તથા ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ ભાજપના શહેર પ્રમુખ શ્રી રાજેશભાઈ મોદી હાટકેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી નિરંજન મહારાજ, ભરતભાઈ મોદી વિહિપના મહેશભાઈ ચૌધરી સંદીપભાઈ બારોટ વિગેરે મહાનુભાવોના કર કમલો દ્વારા હાટકેશ્વર મહાદેવને સરયુ માતાનુ જળથી પૂજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમગ્ર વડનગરના યુવાનો અને નાગરિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.