રાજકોટમાંથી બે સગીરાનું અપહરણ કરી નાસી જનાર વિધર્મી બેલડી સામે પોક્સોનો ગુનો નોંધાયો
પ્ર.નગર પોલીસની ટીમે નેપાળ બોર્ડર પાસેથી દબોચી લીધા, બન્નેની પૂછતાછ
શહેરમાં રાજકોટના એક વિસ્તારમાંથી વિધર્મી શખ્સ સગીરાનું અપહરણ કરી ગયાની સગીરાની માતાની ફરિયાદ બાદ સગીરા અને શખ્સે આક્ષેપ સાથેનો વીડિયો વાઇરલ કર્યો હતો. બનાવને પગલે પ્ર.નગર પોલીસે માહિતીને આધારે સગીરાનું અપહરણ કરી નાસી જનાર પડધરીના શખ્સ સાથે તેના પિતરાઇ ભાઇને પણ પોલીસે પકડી લઇ બે સગીરાને મુક્ત કરાવી રાજકોટ લાવી બન્નેની ધરપકડ કરી આરોપી સામે પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના એક વિસ્તારમાંથી સગીરાનું પડધરી રહેતો સાહિલ નામનો શખ્સ અપહરણ કરી ગયાની સગીરાની માતાએ ફરિયાદ કરી હતી. જેમાં તેના સગીરાના મામા સાથે કામ કરતો શખ્સ અવારનવાર ઘેર આવતો હોય પરિચિત થયા હતા. બાદમાં ઘેરથી નીકળી સગીરાએ હું સાહિલ સાથે ખુશ છું તેવો માતાને ફોનમાં મેસેજ કર્યો હોવાનું જણાવતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વસાવા સહિતે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
