ધંધુકાના અડવાળ ગામ નજીક ઓવરલોડ ડમ્પર ના ભારથી નાળુ બેસી ગયું.
ધંધુકાના અડવાળ ગામ નજીક ઓવરલોડ ડમ્પર ના ભારથી નાળુ બેસી ગયું.
ઓવરલોડ ડમ્પરોના ભારથી નાળુ તૂટતા ટ્રાફિક અટકી ગયો માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત કરાવી રસ્તો ટ્રાફિક માટે શરૂ કરાવ્યો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા અડવાળ બાજરડા ધોરીમાર્ગ ઉપર અડવાળ ગામ નજીક નાળું ધરાશયી થતા વાહન વ્યવહાર અટકી ગયો હતો ધંધુકા માર્ગ અને મકાન વિભાગને જાણ થતા તાબડતોબ એન્જિનિયરો એ મશીનો અને મજૂરોની ગેંગ કામે લગાવી યુદ્ધના ધોરણે મરામત કરાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો.
અમને મળતા અહેવાલો મળ્યા છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના મોટાત્રાડીયા થી બાજરડા અડવાળ ધંધુકા રસ્તા ઉપર ઘણા સમયથી ઓવરલોડ ડમ્પર બે ફામ રીતે ચાલી રહ્યા છે જેની સામે કોઈ કાર્યવાહી જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવતી નથી આ ધોરીમાર્ગ ઉપર પોલીસ મામલતદાર કે સરકારના ખાણ ખનીજ ખાતા દ્વારા ઓવરલોડ ડમ્ફરોનો ચેકિંગ કરવામાં આવતું નથી તેની ઉપર કોઈ કાર્યવાહી થઈ હોય તેવું જાણવા મળ્યું નથી મોટા ત્રાડિયા બાજરડા અડવાળ ધંધુકા ધોરીમાર્ગ ઉપર અડવાળ ગામ નજીક એકાએક નાળું બેસી જતા રોડનો ટ્રાફિક થંભી ગયો હતો જેની જાણ ધંધુકાના રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો ને કરવામાં આવતા તેમની દ્વારા યુધ્ધના ધોરણે મશીનો અને મજૂરોની ટીમ ઘટના સ્થળે મોકલી નાળાની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. સમય મર્યાદામાં નાળુની મરામત થતા રોડનો વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાયો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.