સાયલા બસ સ્ટેન્ડમાં મોટા ભાગ ની બસો બરોબર જતી રહેતી બાબતે મામલતદાર ને આવેદન આપ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w5oklxlw26h4lzif/" left="-10"]

સાયલા બસ સ્ટેન્ડમાં મોટા ભાગ ની બસો બરોબર જતી રહેતી બાબતે મામલતદાર ને આવેદન આપ્યું.


સાયલા ના સરપંચ અજયરાજસિંહ ઝાલા સહીત ગ્રામજનો દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે અમદાવાદ તરફ જતી જે બસના સ્ટોપેજ આપ્યા છે તે મોટાભાગની બસ બસ સ્ટેન્ડ પાસેથી બારોબારથી પસાર થઈ જાય છે . ક્યારેક સામે બનેલા ઓવરબ્રિજ ઉપરથી લઇ જવામાં આવે છે જેને કારણે મુસાફરોને ટાઈમસર નિર્ધારિત જગ્યા પર પહોંચી શકાતું નથી ઘણા કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છેકે ઓનલાઇન ટિકિટ બુક કરાવાતુ હોવા છતાં બસ સ્ટેન્ડમાં મુસાફરને લેવા માટે બસ આવતી નથી અને બારોબાર દોડાવી મુકવામાં આવે છે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સાયલા તેમજ તાલુકાથી સાયલાખાતે આવતા વિદ્યાથીઓની પાસની સંખ્યા ૧૦૦૦ જેટલી છે . સાયલાથી સુરેન્દ્રનગર તરફ ચાલતી બસો જુના બસ સ્ટેન્ડમાં આવતી નથી . જેથી સાયલાથી સુરેન્દ્રનગર જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે જુના બસ સ્ટેન્ડ સુદામડા દરવાજા તથા ચરમારીયા મંદિરનું સ્ટોપેજ આપવા પણ રજૂઆત કરવામાં આવી. સાયલા સરપંચ અજયરાજસિંહના જણાવ્યા અનુસાર હતી . એસ.ટી વિભાગના પ્રશ્નનો દિવસ સાતમા હલ નહીં થાય તો સાયલાના ગ્રામજનો ગાંધી ચિધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન કરશે .સાયલા નેશનલ હાઇવે પર નવું એસ.ટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું ત્યારથી વિવાદમાં જ રહ્યું છે . આ બસસ્ટેન્ડની અંદર રાજકોટ તરફ જતી એક પણ બસ આવતી નથી . તે અંગે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પરિવહનની સુવિધા યોગ્ય રીતે પુરી પાડવા માં આવે તે માટે જવાબદારો સામે પગલા ભરવા માગણી કરી હતી

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]