બોટાદ જિલ્લા કક્ષાએ "સ્વચ્છતા હી સેવા-2024" કાર્યક્રમ અનુસંધાને "સ્વચ્છતા સંવાદ" યોજાયો - At This Time

બોટાદ જિલ્લા કક્ષાએ “સ્વચ્છતા હી સેવા-2024” કાર્યક્રમ અનુસંધાને “સ્વચ્છતા સંવાદ” યોજાયો


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા કક્ષાએ "સ્વચ્છતા હી સેવા-2024" કાર્યક્રમ અનુસંધાને "સ્વચ્છતા સંવાદ"નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં DRDA નિયામક શ્રી બી. એ. પટેલ, જિલ્લાના તમામ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામસભ્યોશ્રી તેમજ એસ.બી.એમ. (ગ્રામીણ) યોજનાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સ્વચ્છતા સંવાદમાં CEE (Center for Environmental Education)સંસ્થાના ટ્રેનર શ્રી અભી ઢોલરીયા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિશે સંવાદ યોજવામાં આવ્યો હતો. સંવાદ થકી લોકોમાં પ્લાસ્ટિક વપરાશથી થતાં નુકસાન અને પ્લાસ્ટિકના વૈજ્ઞાનિક ઢબે નિકાલ વિશે માહિતી આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.