લીલીયા તાલુકાના દાડમાં ગામે બનેલ ખુનની કોશિશ ના આરોપીઓનું રી કન્ટ્રક્શન કરાયું - At This Time

લીલીયા તાલુકાના દાડમાં ગામે બનેલ ખુનની કોશિશ ના આરોપીઓનું રી કન્ટ્રક્શન કરાયું


લીલીયા તાલુકાના દાડમા ગામ ના પાટીયા નજીક થોડાક દિવસો પહેલા ગંભીર મારામારીની ઘટના બનેલ જે ઘટનાના આરોપીઓને આજરોજ તપાસ કરનાર અધિકારી લીલીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.જે.ગીડા સાહેબે આરોપીઓએ કરેલ ગુન્હાનુ રીકન્ટ્રક્શન કરવામાં આવેલ જેમાં થોડા દિવસો પહેલા એ પ્રકારની ઘટના બનેલ કે લીલીયા તાલુકાના દાડમા ગામ નજીક આવેલ પાટીયા પાસે ફરિયાદી મેહુલભાઈ.ખીમાભાઈ.હેલૈયા રહે ગાવકડા વાળા ને આરોપી જીગ્નેશ આનંદભાઈ સરાખડા તેમજ આરોપી હસમુખ મેઘજીભાઈ સરાખડા રહે દાડમાં વાળા એ ફરિયાદી મેહુલભાઈ.ખીમાભાઈ.હેલૈયા ને ગળાના ભાગે મારી નાખવાના ઈરાદે ગંભીર ઇજાઓ પહોંચાડી હોય ત્યારે મેહુલભાઈ ને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવેલ આ ઘટનાની જાણ લીલીયા પોલીસને થતા બંને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી અને આ કામના આરોપી ઓને નામદાર કોર્ટ માથી પોલીસ રિમાન્ડ મેળવી આજરોજ રિહર્સલ (રી કન્ટ્રક્શન)સરકારી પંચોની સાથે ગુનાવાલી જગ્યાએ આરોપીઓને સાથે રાખી કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર.
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.