રાજકોટની દુર્ઘટના બાદ 100થી વધુ ગેમ ઝોન બંધ કરાવાયા, 30% પાસે ફાયર NOC ન હતી
મોટા ભાગનાં મનોરંજન સ્થળો મંજૂરી વગર જ ચાલતાં, એન્ટ્રી-એક્ઝિટ ગેટ એક જ હોવાનું પણ સામે આવ્યું
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રવિવારે રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રાજ્યના 100થી વધુ ગેમઝોનમાં નિયમોનું પાલન કરાતું ન હોવાથી બંધ કરાવવામાં આવ્યા છે. જેમાંથી 30 ટકાથી વધુ ગેમઝોન પાસે ફાયર એનઓસી જ ન હતી. કેટલાક તો 5 વર્ષથી મંજૂરી વિના ધમધમતા હતા. મોટાભાગના ગેમઝોનમાં અગ્નિશામક ચીજવસ્તુઓનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું, તેમજ કેટલાક દરવાજા મોડા ખુલતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.