વીંછિયાના આંબલી ચોક વિસ્તારમાં તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી - At This Time

વીંછિયાના આંબલી ચોક વિસ્તારમાં તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી


વિંછીયામાં આંબલીચોક પોલીસ ચોકી ની નજીક આવેલા નવકાર શોપિંગ સેન્ટરમાં વેપારીઓની ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી પરચુરણ અને માલસામાનની ચોરી કરી જતાં આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે વધું તપાસ હાથ ધરી છે વારંવાર આ દુકાનોને તસ્કરો નિશાન બનાવતા આવી ચોરીમાં સંડોવાયેલા કોઈ જાણભેદુ હોય તે દિશામાં પોલિસે તપાસ હાથ ધરી છે નજીકમાં જ રાત્રીના પેટ્રોલિંગ હોય પણ હોમગાર્ડોને સુરત શહેરમાં બંદોબસ્તમાં મોકલ્યાં હોવાથી આ વિસ્તાર રેઢાપડ જેવો થઈ જતાં તેનો લાભ ઉઠાવી તસ્કરોએ કસબ અજમાવ્યો હોવો જોઇએ એમ માનવામાં આવે છે હાલ કોઈ દુકાનમાંથી કોઈ મોટી રકમ ગઈ નથી પણ ચોરી નો બનાવ જરૂરથી બન્યો છે ત્યારે દુકાન માલિકો ફરિયાદ કરે પછી જ ચોરીની વિગત જાણવા મળે વધું તપાસ વીંછિયા પોલીસ કરી રહી છે

અશરફ મીરાસૈયદ વિંછીયા મો 9723562786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon