કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના હસ્તે 28 લાખના ખર્ચે બનનાર 11 વિકાસ કામોનું એકી સાથે ખાતમુહૂર્ત કરાયું હતુ - At This Time

કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના હસ્તે 28 લાખના ખર્ચે બનનાર 11 વિકાસ કામોનું એકી સાથે ખાતમુહૂર્ત કરાયું હતુ


કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામે ગામના વિકાસ કામોના ખાતમુરત પ્રસંગે ખાસ ઉપસ્થિતિ પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી ને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં કાર્યક્રમ યોજાયો હતો આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને ધ્યાન લઇ રાખી દિનુભાઈ પ્રવાસન દરમિયાન ચુંટણી મૂડમાં રહ્યા હતા

ડોળાસા નજીકના પાંચ પીપળવા ગામે સીસી રોડ પેવર બ્લોક રોડ ફૂટપાથ શાળાની આજુબાજુ કેબલ બ્લોક શાળામાં આધુનિક લાઇબ્રેરી અનુસુચિત જાતિ વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલનું મરામત કામ મૂંગા માલધોર માટે પાણીના આવેડા સહિતના 11 કામોનું કુલ ખર્ચ 28 લાખથી વધુ છે આ પ્રસંગે ભૂમિ પૂજન ઉપચારપંચ રમેશભાઈ ડોડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે ખાતમુહૂર્ત જુનાગઢ માજી સાંસદ અને કોડીનારના પુર્વ ધારાસભ્ય દિનુભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું

બાદ એક જાહેર સભામાં દિનુભાઈ સોલંકી ગામડા થી માંડી મહાનગરોમાં ચાલતા અવિરત વિકાસમાં ભાજપ સરકારની વિકાસ નીતિમાં ભાગરૂપે વિકાસ કાર્ય સતત ચાલી રહ્યો છે જ્યારે ગામડાના વિકાસ કર્યા સારા અને ઝડપથી બને તે માટે સ્થાનિક આગેવાનો અગાઉથી જ પ્લાનિંગ કરે અને ગ્રામ્ય વિકાસમાં સહભાગીદારી બને તેવી અપીલ કરી હતી
આકાશ મુહૂર્ત કાર્યક્રમનું આયોજન પાંચ પીપળવા ગામના સરપંચ નરસિંહભાઈ ડોડીયા એ કર્યું હતું. આ પ્રસંગે કોડીનાર તાલુકા બીજેપી પ્રમુખ ભગવાનભાઈ પરમાર કોડીનાર ktc બેંકના ચેરમેન

કોડીનાર નગરપાલિકાના પ્રમુખ અને કોડીનાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુભાષભાઈ ડોડીયા જિલ્લા પંચાયતના સદસ્ય દિલીપભાઈ મોરી અમુભાઇ વાંઝા વન્ય ગ્રામ્ય દીપુભાઈ બારડ દેવશીભાઈ રાવલીયા સહિત આજુબાજુના ગામોમાં સરપંચો માજી સરપંચ શ્રી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ ગામના આગેવાનો અને વિચાર સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ માનસિંગભાઈ ડોડીયા એ કરી હતી

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon