ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ મહર્ષિ કર્વે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ કેમ્પસની પૂણે ખાતે મુલાકાત લીધી.
ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ મહર્ષિ કર્વે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ કેમ્પસની પૂણે ખાતે મુલાકાત લીધી.
મુલાકાત દરમ્યાન ગાય આધારિત ગ્રામીણ અર્થવ્યવસ્થા , ગાંધીવાદી મોડેલ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
પૂણે પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ,પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ મહર્ષિ કર્વે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ કેમ્પસની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમણે ગ્રામીણ વિકાસ, શિક્ષણ, કૃષિ અને યુવા રોજગાર, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોના સીએસઆરનો ઉપયોગ જેવા વિવિધ પાસાઓ પર સંસ્થાના ડિરેક્ટર ટ્રસ્ટી મધુકર પાઠકજી અને સેક્રેટરી શિવકુમારજી સાથે ચર્ચા કરી હતી. તેમણે ગાંધીવાદી મોડેલ પર, સંસ્થા દ્વારા ચાલી રહેલા બાળકો માટે MRS (માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ)નાં કાર્યક્રમ અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી. વધુમાં, તેમણે મધુકર પાઠકજી અને શિવકુમારજી સાથે ગાય આધારિત ગ્રામીણ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, ખેડૂતોને દરેક ઘરમાં ગાય અને દરેક ખેડૂત પાસે બળદ આપવા અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરી હતી. ડો. પાઠક અને ડો. ગીતાંજલિ હોસુરકર, રમણીકભાઈ અને ડૉ. હર્ષભાઈ પણ આ ચર્ચામાં જોડાયા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.