*સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોર નગરપાલિકા ના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vz5zxd1f2qjo3lym/" left="-10"]

*સિહોર શહેર કોંગ્રેસ દ્વારા સિહોર નગરપાલિકા ના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ


આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર નગરપાલિકા માં આઉટસોર્સમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ ને ૩-૩ માસથી પગાર કર્મચારીઓએ સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ ને રૂબરૂ મળી રજૂઆત કરતા તેઓના આ પ્રશ્નના નિરાકરણ માટે જયદીપસિહ દ્વારા આજે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આ બાબતે ધ્યાન દોરી વહેલી તકે યોગ્ય કરી પગાર નિયમિત અને સમયસર કરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,યુવરાજ રાવ, અનિલભાઈ બારોટ,રાજુભાઈ ગોહિલ તેમજ ધવલ પલાનીયા હાજર રહ્યા હતાં. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]