તલોદ ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ
તલોદ કપાસ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ યુનિવર્સિટી તલોદ ખાતે ગતરોજ વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે ધાધવાસણા સ્કૂલના ૫૦ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ કપાસ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તબક્કે ડો.જે.એમ પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક, કપાસ સંશોધન કેન્દ્ર તલોદ દ્વારા માનવ જીવનમાં પાણીની અગત્યતા તથા ખેતીમાં પાણીના બચાવ કરવાના ઉપાયો સૂચવ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓ કૃષિમાં ટપક તથા ફૂવારા પદ્ધતિનું જીવંત નિદર્શન નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.