રઘુરાઇ ફૂડ ઝોનમાંથી 14 કિલો વાસી સોસ સહિતનો જથ્થો મળ્યો - At This Time

રઘુરાઇ ફૂડ ઝોનમાંથી 14 કિલો વાસી સોસ સહિતનો જથ્થો મળ્યો


શહેરના નાના મવા રોડ પર આવેલા રઘુરાઇ ફૂડ ઝોનમાંથી સોસ, બ્રેડ સહિત 14 કિલો વાસી અને અખાદ્ય માલ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નાના મવા રોડ પર આવેલ ‘રઘુરાઈ ફૂડ ઝોન’માં ચકાસણી કરાતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરાયેલ વાસી અખાદ્ય એક્સપાયરી વીતી ગયેલ સોસ, સીઝનિંગ, ટોર્ટિલા તથા બ્રેડનો અંદાજીત 14 કિલો જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
આથી પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત વેસ્ટ ગેટ, રૈયા ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલ ‘લાપીનોઝ પીઝા’ પેઢીમાં તપાસ કરી આ પેઢીને પણ હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટીસ અપાઇ છે.
દરમ્યાન ફૂડ વિભાગના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અમુલ સર્કલ થી હુંડાઇ શો-રૂમ તથા જામનગર રોડ નાગેશ્વર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થીઓને ત્યાં 23 નમુનાની ચકાસણી કરવામાં આવી હતી અને 23ને લાયસન્સ માટે નોટીસ અપાયાનું ફૂડ વિભાગે જણાવ્યું હતું.
તેમાં (1)જય અંબે લીંબુ સોડા (2) જય મહાદેવ પૂરી શાક (3) સત્યમ ફરસાણ (4) રાધે શ્યામ ડેરી ફાર્મ (5)ગંગા ચાઇનીઝ પંજાબી (6)બહુચર પાન (7) ખોડિયાર નાસ્તા સેન્ટર (8) રાજ વડાપાઉં (9) ખેતલાઆપા પાન કોલ્ડ્રિંક્સ (10) સંતોષ પાન કોલ્ડ્રિંક્સ (11)બોમ્બે વડાપાઉં (12)ધોરજીવાળા ભૂંગળા બટેટા (13)રાજ દાળ પકવાન (14)ગાયત્રી ડેરી (15) જય અંબે ફૂડ ઝોન (16)મહાવીર પ્રોવિઝન સ્ટોર (18)કેવલમ ખમણ (19) ગુરુકૃપા કોલ્ડ્રિંક્સ (20)ખોડિયાર પાન કોલ્ડ્રિંક્સ (21)આનંદ પ્રોવિઝન સ્ટોર (22)મહાદેવ નમકીન (23)મહાદેવ પ્રોવિઝન સ્ટોરનો સમાવેશ થાય છે.
ઉપરાંત (24)મિશ્રા છોલે ભટુરે (25)જયશ્રી ચામુંડા પાન (26)ઓમ સાંઇ પાન કોલ્ડ્રિંક્સ (27)ડિલ્ક્સ પાન (28)શક્તિ ટી સ્ટોલ (29)જયશ્રી આશાપુરા સુપર માર્ટ (30)માહિ કંપની પાર્લર (31)રાજ જનરલ સ્ટોર (32)રાજ આઇસ્ક્રીમ (33)મારુતિ કોલ્ડ્રિંક્સ (34)કેવલ ફરસાણ (35)બાલાજી પાન કોલ્ડ્રિંક્સ (36)કે.કે. સુપર માર્ટ (37)સનસાઇઝ સુપર માર્ટ (38)લાઈફ કેર ફાર્મસીમાં ચકાસણી કરવામાં આવેલ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image