લીલીયા મોટા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આવેદન પાઠવાયું - At This Time

લીલીયા મોટા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આવેદન પાઠવાયું


ગજેન્દ્રભાઈ શેખવા ના સમર્થનમાં પાઠવાયુ આવેદનપત્ર

લીલીયા મોટા ની મામલતદાર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદન પાઠવવામાં આવેલ જે આવેદન માં જણાવેલ છે કે
અમરેલી જિલ્લા ના બાબરા ના ગજેન્દ્રભાઈ શેખવા ને થોડા દિવસ પહેલા બાબરા પોલીસ અધિકારી દ્વારા ખોટી રીતની બે એફ આઈ આર કરી સામાન્ય મેટર ના કારણે પાસા જેવા ગંભીર ગુના માં પાલનપુર જેલ હવાલે કરેલ છે. આ બાબરા ના જવાબદાર અધિકારી રાધનપરા પોલીસ અધિકારી બનાવ ના ઘટના સ્થળે આવી ને આ ગૌ રક્ષક ને કાઠલો પકડી ને ધમકી આપેલ અને ખોટા ફરિયાદી ઉભા કરી ને ફરિયાદ કરાવી છે આરોપી દ્વારા ક્યાય ખન્ડણી કરેલ નથી કે ક્યાય ટોળું લઇ ને આવેલ નથી જેનો વિડિઓ જોતા સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ રાધનપરા અધિકારી ટોળું લઇ ને આવેલ છે અને ધમકાવે છે. તો જેમણે મૂંગા પશુ માટે સોં જેટલી ફરિયાદો નોંધાવેલ છે. જેઓ વિશ્વહિન્દુ પરિષદ ના તાલુકા અધ્યક્ષ છે. જેઓ રાત દિવસ હિન્દુ સમાજ માટે સેવા માં હાજર રહેનાર સમાજ સેવક ને એક અધિકારી દ્વારા ખોટા ગુના માં સજા કરેલ છે તો આ સમાજ સેવક ને માફ કરી ને વહેલા સર માન મર્યાદા સાથે છોડી દેવા માં આવે તેવી આપ સાહેબ ને નમ્ર અરજ અને કાયદાકીય ભાન ભૂલેલ રાધનપરા પોલીસ અધિકારી ને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી તેમના પર કરવા માં આવે તેવી માંગ આવેદન પત્ર ના માધ્યમ થી કરવામાં આવેલ છે આ તકે રમેશભાઈ ભડકોલીયા,ડોક્ટર કુભાણી સાહેબ,જીવનભાઈ વોરા, કમલેશ બાપુ અગ્રાવત, આર.બી.ભલાળા,દિનેશ સંગતાણી, વિશાલ બુહા,સહિતના લોકો આ તકે ઉપસ્થિત રહેલ તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે...

રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.