“હીરા ની દિશા ને પેલ કોણ પાડશે” હજારો રત્નકલાકારો ના હુન્નર કૌશલ્ય ને મંદી ની જાંખપ કારખાનેદાર અને કારીગર બંને લાચાર ૨૦ વર્ષ પહેલાં વાઘેલા સરકાર માં ડાયમંડ વિકાસ બોર્ડ પુનઃ કાર્યરત કરી હીરા ઉદ્યોગ બચાવવા ની જરૂરી
"હીરા ની દિશા ને પેલ કોણ પાડશે"
હજારો રત્નકલાકારો ના હુન્નર કૌશલ્ય ને મંદી ની જાંખપ કારખાનેદાર અને કારીગર બંને લાચાર
૨૦ વર્ષ પહેલાં વાઘેલા સરકાર માં ડાયમંડ વિકાસ બોર્ડ પુનઃ કાર્યરત કરી હીરા ઉદ્યોગ બચાવવા ની જરૂરી
અમરેલી ૦૫ અમરેલી સમગ્ર અમરેલી માં હજારો હાથ ને હુન્નર કૌશલ્ય થી રોજગારી આપતા દુજણી ગાય સમાન હીરા ઉદ્યોગ ને મંદી ની જાંખપ ૫૦ હજાર થી વધુ રત્નકલાકારો રોજગારી ની રાહ માં દિવાળી વેકેશન બાદ કારખાના નહિ ખુલતા ભારે આર્થિક સંકડામણ ભોગવતા રત્નકલાકારો ના પરિવારો ચિંતા માં મુકાયા છે અન્ય કોઈ મોટા ઉદ્યોગ ધંધા રોજગાર કે ચિસાઈ યોજના નહિ હોવા થી ઘર આંગણે રોજગારી આપતા હીરા ઉદ્યોગ ના કારણે હજારો ઘર ના ચૂલા સળગતા રહે છે પણ રશિયા યુક્રેન યુદ્ધ બાદ ઇઝરાયલ યુદ્ધે હીરા ઉદ્યોગ માથે મોટું સંકટ ઉભું કર્યું રફ ના ભાવ ઉચકાયા તૈયાર ની ખરીદી બંધ થતાં હજારો હાથ ને હુન્નર આપતા લેબર યુનિટો ધારકો મુશ્કેલી માં રશિયા થી કાચી રફ ની આવક બંધ ઇઝરાયલ યુદ્ધ થી તૈયાર પોલીશિયડ માલ નો વેપાર બંધ થતા વર્ષ ૨૦૦૮ કરતા પણ ભયંકર સ્થિતિ ઉભી થઇ સરકાર ની કોઈપણ સહાય સબસીડી વગર આપ બળે આગળ વધી હજારો હાથ ને હુન્નર આપી રોજગારી આપનાર કારખાનેદાર પણ કપરી સ્થિતિ માં મુકાયા કુવા માં હોય તો અવેડા માં આવે ને ? કારખાનેદાર લેબર પ્રોસેસ કરી પોલીશિયડ થતા હીરા નાખ્યા ક્યાં ? વેપારી ઓ માલ બનાવવા આપતા બંધ થઈ રહ્યા છે કારખાનેદારો પોતે કાચી રફ ખરીદી શકે કે માલ બનાવી સ્ટોક કરી શકે તેવી સ્થિતિ માં નથી ત્યારે જાયે તો જાયે કહાં ? યુદ્ધ ના કારણે તૈયાર માલ ની ખરીદી માં ઓટ આવી તો સામે રશિયા યુક્રેન યુદ્ધ ના કારણે કાચી રફ માં ભાવ વધારો અને અનેક નિયંત્રણ ઉપરાંત સિન્થેટિક ડાયમંડ બનાવટી હીરા એ પણ હીરા ઉદ્યોગ નું હિર હણી લીધું છે "હીરા હૈ સદા કે લિયે" ને ભારે જાંખપ લગાડી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને ઘર આંગણે આપ બળે આગળ વધી રોજગારી આપતા દુજણી ગાય જેવા હીરા ઉદ્યોગ માટે કપરી સ્થિતિ ૨૦ વર્ષ પહેલાં વાઘેલા સરકાર માં ડાયમંડ વિકાસ બોર્ડ ને પુનઃ કાર્યરત કરી હજારો હાથ ને ઉન્નત મસ્તક રોજગારી મળે તે માટે સરકારે સફેટ હાથી જેવા કરોડો નું પરોક્ષ કે પ્રત્યેક વિદેશી હૂંડિયામણ રળી આપતા હીરા ઉદ્યોગ નૂર બનવા ની જરૂર હીરા ઉદ્યોગ ના કારણે વર્ષે દહાડે કરોડો નું વિદેશી હૂંડિયામણ ઉપરાંત અન્ય નાના મોટા ધંધા રોજગાર માટે આશીર્વાદ રૂપ હીરા ઉદ્યોગ ને બચાવવા ની તાતી જરૂરિયાત છે હીરા ઉદ્યોગ ના કારણે અનેક પરોક્ષ કે પ્રત્યેક અનેક પ્રકાર ની રોજગારી ઓનું સર્જન થયું છે તે ના ભૂલવું જોઈ એ હીરા ઉદ્યોગે ગમે તેવા સમય માં તેની ચમક થી સમગ્ર માનવ સમાજ ને ઉજળો કર્યો છે દુષ્કાળ હોય કે આપતી વિકાસ હોય કે શાળા નિર્માણ કાર્યો ઓ આરોગ્ય હોય કે ચેકડેમ નિર્માણ હોય રાહત સામગ્રી હોય કે ચૂંટણી ફંડ દરેક વખતે મદદ કરતા હીરા ઉદ્યોગ ને મદદ કોણ કરશે ? સરકારે હીરા ની દિશા ને પેલ પાડી દિશા અને દશા બદલતી મદદ કરવા ની જરૂર
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.