ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ જયભાઈ શાહ આજે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના દર્શને તથા સંતોના આશીર્વાદ મેળવ્યા - At This Time

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ જયભાઈ શાહ આજે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાના દર્શને તથા સંતોના આશીર્વાદ મેળવ્યા


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ શ્રી જયભાઈ શાહ આજે તા.૨૪-૧૨-૨૦૨૪ ને મંગળવારે સાળંગપુરધામ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા ભાવથી શ્રીહનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી તથા શ્રીહનુમાનજી મહારાજની મહાપ્રતાપી ગદાની પ્રસાદીની નાડાછડી બંધાવી ગુરુદેવ શ્રી ગોપાળાનંદજી સ્વામીજીની પ્રસાદીની લાકડી (ઈષ્ટીકા) ની નાડાછડી બંધાવી આશિષ લીધા તથા પૂજનીય શ્રી નૌતમસ્વામીજીના તથા પૂ.બાપુસ્વામીજી તથા કોઠારી પૂ . વિવેકસ્વામીજી અને પૂજય શા.હરિપ્રકાશદાસજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા - સાથે હિતેશભાઈ બારોટ તથા હરિભક્ત શ્રી ઈશ્વરભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.